Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/4-12.jpg)
ચક્રવાત બિપરજોય ટકરાયા બાદ ગુરુવારથી નલિયામાં ભયંકર પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી નલિયા-ભૂજ હાઇવે ધોવાઇ ગયો, વાહન વ્યવહાર ઠપ્પ. (Express photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/3-13.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/5-12.jpg)
NDRFએ રૂપેન બાંદર સરકારી પ્રાથમિક શાળામાંથી 27 મહિલાઓ અને 15 બાળકો તેમજ ત્રણ નર્સિંગ સ્ટાફ સભ્યો સહિત 127 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અતિવૃષ્ટિને કારણે આ લોકોને જ્યાં આશ્રય આપવામાં આવ્યો આવ્યો હતો તે વિસ્તાર અને શાળા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લાની NDH શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.(Express photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/6-11.jpg)
વાવાઝોડામાં મોટા પ્રમાણમાં વીજ લાઇન અને વીજળીના થાંભલાઓ ઉખડી ગયા છે. ચક્રવાત શાંત પડતા વીજ વિભાગ દ્વારા પાવરલાઇનના રિસ્ટ્રોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. (Express photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/7-11.jpg)
ચક્રવાત બાદ કચ્છમાં ચારેય બાજુ પૂરની સ્થિતિ દેખાઇ રહી છે. કચ્છના અબડાસા તાલુકાનું કોઠારા ગામ જળબંબાકાર થયું છે. કોઠારા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા, વાહનો પણ પાણીમાં ગરકાવ, ખેતરમાં પાણી ધૂસ્યા. (Express photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/8-10.jpg)
કોટેશ્વર પાસે ક્રીક વિસ્તારનો દરિયો તોફાની ચડ્યો, ઉંચા મોજા ઉછળતા દરિયાના પાણી ક્રીક વિસ્તારમાં ફરી વળ્યા છે. (Express photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/9-8.jpg)
NDRFની ટીમ શુક્રવારે દેવભૂમિ દ્વારકા ખાતે રૂકમણી મંદિરના રસ્તા નજીક રૂપેણ બંદર ગામ નજીક વાવાઝોડાથી તૂટી ગયેલા વૃક્ષને કાપી રહી છે. (એક્સપ્રેસ ફોટો- ભુપેન્દ્ર રાણા)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/10-7.jpg)
ચક્રવાત બિપરજોયના વિનાશચક્ર વચ્ચે નલિયાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં રશીદાબેન જાવેદ હાશિમ (23 વર્ષ) નામની મહિલાએ ગુરુવારની રાત્રે બાળકને જન્મ આપ્યો હતો. (Express photo by Nirmal Harindran)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/12-3.jpg)
શુક્રવારે જખૌ બંદરનું એક દૃશ્ય. ચક્રવાત બિપરજોયના લેન્ડફોલ બાદ શુક્રવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. (Express photo by Nirmal Harindran)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us