Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Cyclone-Biparjoy-gujarat-effet.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/cyclone-biparjoy2.jpg)
બાંગ્લાદેશ દ્વારા આ ચક્રવાતનું નામ 'બિપરજોય' રાખવામાં આવ્યું છે. તે બંગાળી નામ છે અને તેનો અર્થ 'આપત્તિ' થાય છે. તમામ દેશોને કોઈને કોઇ વાવાઝોડાનું નામ આપવાની તક મળે છે. આ માટેના પણ કેટલાક નિયમો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/biparjoy-cyclone.jpg)
દુનિયાભરમાં 6 પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રો (RSMCs) છે. જ્યારે 5 પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રો છે. આ પ્રાદેશિક કેન્દ્રોને વાવાઝોડા વિશે સલાહ અને નામ આપવાનો અધિકાર મળ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/1-8.jpg)
ભારતીય હવામાન વિભાગ દુનિયાના 6 સ્પેશ્યલાઇઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટર્સ (RSMC) પૈકીનું એક છે, જે 13 દેશોના ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને તોફાન સંબંધિત સુચનાઓ આપે છે. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઇરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરબ, શ્રીલંકા, થાઇલેન્ડ, યુએઇ અને યમનનો સમાવેશ થાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Cyclone-Biparjoy-on-gujarat.jpg)
નવી દિલ્હી સ્થિત પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રો (RSMC) પાસે બંગાળની ખાડી (BOB), અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં સર્જાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતી તોફાનોને નામ આપવાનો અધિકાર છે. એકંદરે, વિવિધ મહાસાગરોમાં બનેલા ચક્રવાતને ત્યાંના પ્રાદેશિક RSMC દ્વારા નામ આપી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Control-room-numbers.jpg)
જે દેશ ચક્રવાત અને ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને નામ આપી રહ્યો છે તેમણે ઘણા નિયમોનું પણ પાલન કરવું પડશે. ઉદાહરણ તરીકે, તોફાનનું નામ સંપૂર્ણપણે તટસ્થ હોવું જોઈએ. તેને કોઈપણ પ્રકારની રાજનીતિ અને રાજકીય વિચારધારા, ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ, લિંગ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ. વાવાઝોડાનું નામ એવું હોવું જોઈએ કે તે વિશ્વની કોઈપણ વસ્તી અથવા દેશને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડે. તોફાનનું નામ અપમાનજનક ન હોવું જોઈએ. તે એવું હોવું જોઈએ કે તે સરળતાથી વાંચી અથવા બોલી શકાય.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Cyclone-Biparjoy-route.jpg)
સૌથી મોટી વાત એ છે કે તોફાનનું નામ વધુમાં વધુ 8 અક્ષર સુધી જ રાખી શકાય છે. હવે આગામી વાવાઝોડાને નામ આપવાનો ભારતનો વારો છે. ભારતે આગામી ચક્રવાત માટે 'તેજ' નામ સૂચવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us