Darjeeling Tour Plan: દાર્જિલિંગ પહાડોની રાણી, કુદરતી સૌંદર્ય અને સૂર્યોદય જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ, જાણો તમામ વિગત
Darjeeling Tourism Places: દાર્જિલિંગ પહાડોની રાણી તરીકે પ્રખ્યાત હિલ સ્ટેશન પશ્ચિમ બંગાળમાં આવલું છે. અહીંથી વિશ્વનું ત્રીજું સૌથી ઊંચું પર્વત શિખર કંચનજંગા જોઇ શકાય છે. અહીં ચાના બગીચા અને સૂર્યોદયનો નજારો જોવાલાયક હોય છે.
Darjeeling Tour Plan: દાર્જિલિંગ પ્રવાસ દાર્જિલિંગ પશ્ચિમ બંગાળનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. દાર્જિલિંગને પહાડોની રાણી (Queen of the Hills) કહેવામાં આવે છે. વાદળો સાથે વાતો કરતા બરફાચ્છાદિત હિમાલય પર્વત, ઉંચા લીલાછમ વૃક્ષો, ધુમ્મસો, રંગબેરંગી ફુલોશી સજેલું કુદરતી સૌદર્યથી ભરપૂર દાર્જિલિંગ પ્રવાસીઓને ખેંચી લાવે છે. દાર્જિલિંગમાં શિયાળામાં હિમવર્ષા થાય છે. દાર્જિલિંગમાં સૂર્યોદયનો નજારો માણવા દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. (Photo: Social Media)
દાર્જિલિંગ પહાડોની રાણી : Darjeeling Queen of the Hills પહાડોની રાણી દાર્જિલિંગ દરિયાની સપાટીથી 6710 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ શહેર પોતાની સંસ્કૃતિ અને વારસાની સાથે સાથે ચા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. અહીંના પર્વતો અને મેદાનો ખૂબ જ સુંદર છે. અહીંથી તમે વિશ્વનું ત્રીજું સૌથી ઊંચું પર્વત શિખર કંચનજંગા પણ જોઈ શકો છો. (Photo: Social Media)
Best Time For Darjeeling Visit: દાર્જિલિંગ ફરવા માટે શ્રેષ્ઠ સમય ક્યો દાર્જિલિંગની કુદરતી સુંદરતા જોવા માટે દેશ વિદેશ માંથી લાખો પ્રવાસીઓ આવે છે. દાર્જિલિંગની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરી થી એપ્રિલ અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી હોય છે. આ સમયગાળા દરમિયાન દાર્જલિંગનું હવામાન ખૂબ જ ખુશનુમા હોય છે. અહીં આવીને તમે સુંદર સૂર્યોદયની સાથે સાથે ચાના બગીચાને પણ પોતાની આંખોથી નિહાળી શકો છો. (Photo: Social Media)
How To Reach Darjeeling : દાર્જિલિંગ કેવી રીતે પહોંચવું? દાર્જલિંગ પશ્ચિમ બંગાળમાં ઉત્તર તરફ આવેલું સુંદર હિલ સ્ટેશન છે. દાર્જલિંગ પહોંચવા માટે વિમાન, બસ, ટ્રેન ઉપલબ્ધ છે, તમે પર્સનલ કાર મારફતે પણ અહીં શકો છો. જો તમે ટ્રેન દ્વારા દાર્જિલિંગ જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે ન્યુ જલપાઇગુડી રેલ્વે સ્ટેશન પર આવવું પડશે. અહીંથી તમે બસ કે કાર મારફતે સીધા દાર્જિલિંગ પહોંચી શકો છો. દાર્જલિંગની નજીકનું એરપોર્ટ બાગડોગરા એરપોર્ટ છે. આ એરપોર્ટ સિલીગુડી નજીક છે. અહીંથી તમે બસ અથવા કાર દ્વારા લગભગ ત્રણ કલાકમાં આરામથી દાર્જિલિંગ પહોંચી શકો છો. તો દાર્જલિંગની નજીકનું રેલવે સ્ટેશન ન્યુ જલપાઇગુડી રેલ્વે સ્ટેશન છે, જે 70 કિમી દૂર છે. (Photo: Social Media)
Famous Place In Darjeeling : દાર્જિલિંગમાં જોવાલાયક પ્રખ્યાત સ્થળ દાર્જિલિંગ ફરવા માટે 3 થી 5 દિવસ લાગે છે. દાર્જિલિંગના ટાઇગર હિલ પર ચાના બગીચા માંથી સૂર્યોદયનો નજારો જોવો યાગદાર રહે છે. ચા બનાવવાની પ્રક્રિયા વિશે જાણવું હોય તો હેપ્પી વેલી ટી એસ્ટેટની મુલાકાત લેવી જોઇએ. ડાલી મોનેસ્ટ્રી અને ધૂમ મોનેસ્ટ્રી પર ફરવા લાયક છે. ઉપરાંત બટાસિયા લૂપ, લામાહટ્ટા ઇકો પાર્ક, પદ્મજા નાયડુ હિમાલયન ઝુઓલોજી પાર્ક, ગંગા માયા પાર્ક, સિંગાલિયા નેશનલ પાર્ક, હિમાલયન માઉન્ટેરિંગ ઇન્સ્ટિટ્યૂટ ફરવાની મજા પડશે. (Photo: Social Media)
દાર્જિલિંગમાં ટ્રોય ટ્રેનની મુસાફરી અને મોમોઝ ખાવાનું ભૂલશો નહીં દાર્જિલિંગના મોમોસ બહુ પ્રખ્યાત છે. અહીંના મોમોનો એક અલગ જ સ્વાદ હોય છે, જે તમને ક્યાંય જોવા નહીં મળે. દાર્જિલિંગથી પાછા ફરતી વખતે રસ્તામાં તમે ચાના બગીચા પણ જોઈ શકો છો. અહીંના નારંગી પણ ખૂબ પ્રખ્યાત છે. (Photo: Social Media)