દિલ્હીમાં પ્રદુષણ અને ગાઢ ધુમ્મસ, એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમી કેટેગરી પર પહોંચ્યો, જુઓ તસવીરો
Delhi NCR Pollution : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સ્મોગ અને ધુમ્મસની સમસ્યા વધુ ઘેરી બને તેવી શક્યતા છે
Delhi NCR Pollution : નવેમ્બર મહિનો આવતાની સાથે જ ઉત્તર ભારતના શહેરોમાં હવામાનની પેટર્ન બદલાઈ જાય છે અને આ વર્ષ પણ કંઈ અલગ નથી. જોકે આ વખતે ઠંડીનું જોર હજુ સુધી આવ્યું નથી, જે સામાન્ય રીતે નવેમ્બરમાં જોવા મળે છે. ધુમ્મસ અને સ્મોગની અસર ઘણી જગ્યાએ જોવા મળી રહી છે. ખાસ કરીને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સવારે ધુમ્મસ અને સ્મોગ (ધુમાડા અને ધુમ્મસનું મિશ્રણ) વિઝિબિલિટીને અસર કરી છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે ધુમ્મસ અને સ્મોગ વચ્ચે શું તફાવત છે. (Express Photo by Tashi Tobgyal)
સ્મોગ અને ધુમ્મસ બંને એ આકાશને આવરી લેતી ધુમ્મસના રુપ છે, પરંતુ બંનેમાં ઘણા મહત્વપૂર્ણ તફાવતો છે. ફોગ કે ધુમ્મસ, ઠંડી હવામાં રહેલા ભેજથી રચાય છે. ઠંડા તાપમાનને કારણે જ્યારે ઝીણા પાણીનાં ટીપાં હવામાં એકઠાં થાય છે, ત્યારે તે સફેદ ફોગ બનાવે છે. ફોગ બનવામાં પ્રદૂષણનું યોગદાન ઓછું હોય છે અને તે ઠંડીની સિઝનમાં વધુ દેખાય છે. (Express Photo by Tashi Tobgyal)
બીજી તરફ પ્રદૂષણને કારણે સ્મોગ બને છે. તે ધુમાડા અને ધૂળના કણોના મિશ્રણથી રચાય છે અને તે આછા રાખોડી અથવા ભૂરા રંગના હોય છે. વાતાવરણમાં પ્રદૂષણના કણો હવામાં રહેલા ભેજ સાથે જોડાઈને જાડી ચાદર બનાવે છે ત્યારે ધુમ્મસ સર્જાય છે. જેમ જેમ તાપમાન ઘટે છે અને પ્રદૂષણ વધે છે તેમ તેમ ધુમ્મસ વધુ ગાઢ બને છે, જે હવાની ગુણવત્તા (એક્યુઆઈ) પર પણ અસર કરે છે. (Express Photo by Tashi Tobgyal)
દિલ્હી અને ઉત્તર ભારતના ઘણા શહેરોમાં આ સમયે ફોગ અને સ્મોગની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) બુધવારે સવારે જોખમી કેટેગરીમાં 349 પર પહોંચ્યો હતો અને ઘણા સ્થળોએ વિઝિબિલિટી પણ 100 મીટરથી નીચે નોંધાઈ હતી. ઇન્દિરા ગાંધી એરપોર્ટ, હિંડન એરપોર્ટ અને અમૃતસર એરપોર્ટ પર સવારે વિઝિબિલિટી એટલી ઓછી હતી કે ટ્રાફિકને પણ અસર થઈ હતી.(Express Photo by Tashi Tobgyal)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સ્મોગ અને ધુમ્મસની સમસ્યા વધુ ઘેરી બને તેવી શક્યતા છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ ઠંડા પવનો દિલ્હી તરફ આગળ વધશે, જેના કારણે 18 નવેમ્બર બાદ ઠંડી વધવાની આશંકા છે. આગામી દિવસોમાં દિવસનું તાપમાન 32 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 16થી 17 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.(Express Photo by Tashi Tobgyal)
બુધવારે દિલ્હીમાં સ્મોગના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને એક્યુઆઈમાં વધારો થયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના જણાવ્યા અનુસાર, બે મોનિટરિંગ સ્ટેશન, આનંદ વિહાર અને આયા નગરમાં હવાની ગુણવત્તા 'ગંભીર' કેટેગરીમાં નોંધવામાં આવી છે. (Express Photo by Tashi Tobgyal)
આઇએમડીએ જણાવ્યું હતું કે સવારે 5.30 વાગ્યાની આસપાસ દિલ્હીમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે શહેરના વિવિધ ભાગોમાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. (Express Photo by Tashi Tobgyal)
એક અધિકારીએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે છ ફ્લાઇટ્સને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે એકને સવારે 7 વાગ્યે લખનઉ ડાયવર્ટ કરવામાં આવી હતી. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીઆઈ) દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે.(Express Photo by Tashi Tobgyal)