Summar Vacation: ભારતનું સ્વિત્ઝરલેન્ડ છે આ હીલ સ્ટેશન, ઉનાળાની ગરમીમાં ઠંડો અહેસાસ
Famous Tourist Places In Dharamshala: ધર્મશાલા હિમાચલ પ્રદેશનું હિલ સ્ટેશન છે, જેને ભારતનું સ્વિત્ઝરલેન્ડ કહેવામાં આવે છે. ઉંચા પહાડ, અદભુત કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ ખુશ થઇ જાય છે.
Famous Tourist Places In Dharamshala: ધર્મશાલા હિમાચલ પ્રદેશનું સુંદર હિલ સ્ટેશન છે. શહેરની ભીડભાડથી દૂર કુદરતાના ખોળે વસેલું ધર્મશાલા પ્રવાસીઓને અદભુત શાંતિનો અનુભવ કરાવે છે. ઉનાળાની ગરમીમાં ફરવા માટે ધર્મશાલા સૌથી શ્રેષ્ઠ સ્થળ છે, કારણે કે ભારતના અન્ય શહેરોની તુલનામાં અહીં તાપમાન બહું નીચુ હોય છે. ઓછું તાપમાન અને સુંદર કુદરતી દ્રશ્યોના કારણે જ ધર્મશાલાને ભારતનું સ્વિત્ઝરલેન્ડ કહેવામાં આવે છે. (Photo - Himachal Pradesh Tourism)
ધર્મશાલા કેવી રીતે પહોંચવું? ધર્મશાલા હિમાચલ પ્રદેશમાં આવેલું છે. અમદાવાદથી ધર્મશાલા જવા માટે નજીકનું એરપોર્ટ કાંગરા એરપોર્ટ છે, જે 15 કિમી દૂર છે. દિલ્હી અને ચંડીગઢથી કાંગરા એરપોર્ટ માટે ફ્લાઇટ મળે છે. જો તમે ટ્રેન કે ટ્રાવેલમાં જઇ રહ્યા છો, તો અમદાવાદથી ટ્રેન કે બસમાં દિલ્હી પહોંચ્યો. ત્યાંથી તમને ધર્મશાલા માટે બસો અને ખાનગી વાહનો મળશે. (Photo - Himachal Pradesh Tourism)
ધર્મશાલા સ્ટેડિયમ - દુનિયામાં સૌથી ઉંચાઇ પર આવેલું ક્રિકેટ સ્ટેડિયમ ધર્મશાળા હિલ સ્ટેશન ઉપરાંત ક્રિકેટ સ્ટેડિયમના કારણે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ આવેલું છે. જે દુનિયાના સૌથી ઉંચાઇ પર આવેલા સ્ટેડિયમ પૈકીનું એક છે. ધર્મશાળા સ્ટેડિયમ બેસી ક્રિકેટ મેટ જોવી એક યાદગાર ક્ષણ બની રહે છે. કુદરતી સુદરા સાથ ક્રિકેટની મજા પ્રવાસીઓ અને રમતપ્રેમીઓ બંનેના દિલ જીતી લે છે. (Photo - Himachal Pradesh Tourism)
હિમાચલ પ્રદેશના પ્રખ્યાત મંદિર હિમાચલ પ્રદેશમાં ફરવા લાયક સ્થળો ઉપરાંત ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જેમાં જ્વાલા દેવી મંદિર, બગલામુખી મંદિર, ભાગસુ નાગ મંદિર, કાંગરાનું રાધા કૃષ્ણ મંદિર સહિત ઘણા મંદિરો દર્શનિય છે. (Photo - Himachal Pradesh Tourism)
ધર્મશાલા ફરવા જવાનો શ્રેષ્ઠ સમય (Best Time To Visit Dharamshala) ધર્મશાલા હિમાચલ પ્રદેશના લોકપ્રિય પ્રવાસ સ્થળમાં સ્થાન ધરાવે છે. ધર્મશાલા ફરવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીથી જુલાઇ છે. આ દરમિયાન અહીં 21 થી 34 ડિગ્રી સુધી તાપમાન હોય છે. શિયાળામાં અહીં હિમ વર્ષા થાય છે ત્યારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્નફોલની મજા માણવા આવે છે. (Photo - Himachal Pradesh Tourism)
હિમાચલ પ્રદેશના ફરવા લાયક સ્થળ હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા સહિત ઘણા ફરવા લાયક સ્થળ છે. શિમલા, મનાલી, કુલ્લુ, કુન્નુર, કૌસલ, ચંબા, કિન્નોર કૈલાશ, કૌસીલ સિહત ઘણા પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ છે, જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ફરવા આવે છે. પ્રવાસીઓ બીર બિલિંગમાં પેરગ્લાઇડિંગની પણ મજા માણી શકે છે. (Photo - Himachal Pradesh Tourism)