Cheapest Car Loan Interest Rate : દિવાળી કાર લોન ઓફર દિવાળી જેવા ખાસ તહેવારો પર ઘણા લોકો નવી કાર ખરીદે છે. ખાસ કરીને તાજેતરમાં જીએસટી ઘટાડો અને ઓટો કંપનીઓ દ્વારા બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર બાદ મોટી સંખ્યામાં લોકો નવી કાર ખરીદી રહ્યા છે. કાર લોન વડે નવી કાર ખરીદવી સરળ છે, જો કે તેની પહેલા યોગ્ય કાર લોનની પસંદગી કરવી જરૂરી છે. જાણો દિવાળી પર કઇ બેંક સૌથી સસ્તી કાર લોન આપી રહી છે? (Photo: Freepik)
Union Bank Car Loan : યુનિયન બેંક કાર લોન યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની કાર લોનના વ્યાજદર 7.80% થી 9.70% સુધી છે. 5 લાખ રૂપિયાની 5 વર્ષ મુદ્દતની કાર લોન પર માસિક EMI 10,090 થી 10,550 રૂપિયા રહેશે. ફેસ્ટિવલ ઓફરમાં લોન પ્રોસેસિંગ ફીમાં છુટ આપી છે. (Photo: Freepik)
PNB Car Loan Offer : પીએનબી કાર લોન ઓફર પંજાબ નેશનલ બેંક 7.85% થી 9.70% સુધીના વ્યાજદર પર કાર લોન આપી રહી છે. 5 લાખ રૂપિયાની લોન પર માસિક EMI 10,102 થી 10,550 રૂપિયા આસપાસ રહેશે. પ્રોસેસિંગ ફી 0.25% એટલે કે 1,000 થી 1,500 રૂપિયા સુધી રહી શકે છે. (Photo: Freepik)
BoB Car Loan Offer : બીઓબી કાર લોન ઓફર બેંક ઓફ બરોડાની કાર લોનના વ્યાજદર 8.15% થી 11.60% સુધી છે. આ બેંકની 5 લાખ રૂપિયાની કાર લોન પર માસિક EMI 10,174 થી 11,021 રૂપિયા સુધી રહેશે. પ્રોસેસિંગ ફીર મહત્તમ 2,000 રૂપિયા છે. (Photo: Freepik)
Canara Bank Car Loan Offer : કેનેરા બેંક કાર લોન કેનેરા બેંક 7.70% થી 11.70% સુધીના વ્યાજદર પર કાર લોન ઓફર કરી રહી છે. 5 લાખ રૂપિયાની કાર લોન પર માસિક EMI હપ્તો 10,067 થી 11,047 રૂપિયાની વચ્ચે રહેશે. પ્રોસેસિંગ ફી 0.25 એટલે કે 1,000 થી 5,000 રૂપિયા સુધી રહી શકે છે. (Photo: Freepik)
BoI Car Loan Offer : બીઓઆઈ કાર લોન ઓફર બેંક ઓફ ઈન્ડિયાની કાર લોનના વ્યાજદર 7.85% થી 12.15% સુધી છે. માસિક હપ્તો EMI 10,102 થી 11,160 રૂપિયા આસપાસ રહેશે. પ્રોસેસિંગ ફી 0.25% એટલે કે 2,500 થી 10,000 સુધી રહેશે. (Photo: Freepik)
Uco Bank Car Loan Offer : યુકો બેંક કાર લોન ઓફર યુકો બેંક કાર ખરીદવા માટે 7.60% થી 10.25% વ્યાજદર પર કાર લોન આપી રહી છે. 5 વર્ષની મુદ્દત માટે 5 લાખ રૂપિયાની લોનનો માસિક હપ્તો EMI 10,043 થી 10,685 રૂપિયા સુધી રહેશે. પ્રોસેસિંગ ફી 0.50% એટલે કે 5,000 રૂપિયા નક્કી કરી છે. (Photo: Freepik)
SBI Car Loan : એસબીઆઈ કાર લોન ઓફર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કાર લોનના વ્યાજદર 8.80% થી 9.90% છે. માસિક હપ્તો EMI 10,331 થી 10,599 રૂપિયાની વચ્ચે રહેશે. SBI કાર લોન પર પ્રોસેસિંગ ફી વસૂલતી નથી. (Photo: Freepik)