Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/rajasthan-tour-plan-.jpg)
દિવાળીમાં 3 થી 5 દિવસ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે, તો તમારી માટે રાજસ્થાન પ્રવાસ શ્રેષ્ઠ રહેશે. ગુજરાત નજીક આવેલુ હોવાથી રાજસ્થાન આવવા જવામાં ઓછો સમય અને ખર્ચ લાગશે. અહીં દિવાળીના વેકેશનમાં ફરવા લાયક રાજસ્થાનના પ્રખ્યાત સ્થળો વિશે જણાવી રહ્યા છે, જ્યાં તમે 3 થી 5 દિવસ ફરવાનો આનંદ માણી શકો છો. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Udaipur-Tour-Plan.jpg)
ઉદયપુર રાજસ્થાનનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે, જેને વ્હાઇટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ઉદયપુરના જોવાલાયક પ્રખ્યાત સ્થળોમાં ઉદયપુર સિટી પેલેસ, સહેલી બાગ, ચેતક ગાર્ડન, સજ્જનગઢ, ફતેહ સાગર તળાવ, પિંચોલા લેક સહિત ઘણા ઐતિહાસિક સ્થળો છે. રેલ અને રોડ માર્ગે સરળતાથી ઉદયપુર પહોંચી શકાય છે. ભારે માસ ફરવા લાયક ઉદયપુરમાં તમે 5000 સુધીના બજેટમાં સરળતાથી 3 થી 5 દિવસ ફરી શકો છો. ઉદયપુર નજીક એકલિંગજી મંદિર પણ દર્શનિય સ્થળ છે. એક વાત ધ્યાનમાં રાખવી કે ઉદયપુરમાં ઐતિહાસિક જોવા માટે પ્રવેશ ટિકિટ ખરીદવી પડે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/kumbhalgarh-fort-rajasthan-tour-plan.jpg)
કુંભલગઢ કિલ્લો રાજસ્થાનમાં ઉદયપુર નજીક આવેલું ઐતિહાસિક ગઢ છે. કુંભલગઢ મેવાડના મહારાણા પ્રતાપસિંહનું જન્મસ્થળ પણ છે. કુંભલગઢનું નિર્માણ ઇ.સ. 1443માં મેવાડના રાજા રાણા કુંભાએ કરાવ્યું હતું. ચીન બાદ સૌથી લાંબી માનવસર્જિત દિવાલ કુંભલગઢની છે. કુંભલગઢની દિવાલની 36 કિમી લાંબી અને તેની પહોંળાઇ 15 ફુટ છે. કુંભલગઢની અંદર બીજો કિલ્લો છે, જેનું નામ કટારગઢ છે. કુંભલગઢમાં ઐતિહાસિક કિલ્લો, બાદલ મહેલ, કુંભ મહેલ, આશરે 360 જેટલા મંદિરો, બાગ બગીચા આવેલા છે. વિશિષ્ટ નિર્માણશૈલીના કારણે કુંભલગઢ કિલ્લો જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/chittorgarh-fort-rajasthan-tour-plan.jpg)
કુંભલગઢથી લગભગ 190 કિમીના અંતરે પ્રસિદ્ધ ચિત્તોડગઢ કિલ્લો અદભુત સ્થળ છે. ચિત્તોડગઢની મહારાણી પદ્માવતીની કહાણી પ્રસિદ્ધ છે. ચિત્તોડગઢમાં ચિત્તોડગઢ કિલ્લો, મીરાં બાઇ મંદિર, વિજય સ્તંભ, કીર્તિ મંદિર, પદ્માવતી મહલ સહિત ઘણા જોવાલાયક સ્થળો આવેલ છે. ચિત્તોડગઢના રાજા રાવલ રતન સિંહ અને મહારાણી પદ્માવતીની કહાણી જગપ્રસિદ્ધ છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/rajasthan-jaipur-amer-fort.jpg)
જયપુર રાજસ્થાનનું પાટનગર છે અને તેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. જયપુરની સ્થાપના આમેરના રાજા સવાઈ જયસિંહ એ 18 નવેમ્બર 1727માં કરી હતી. જયપુરમાં ફરવા માટે આમેર કિલ્લો, નાહરગઢ, હવા મહલ, જયગઢ કિલ્લો, જયપુર સિટી પેલેસ, જયપુર ઝુ, જંતર મંતર, જલ મહલ, બિરલા મંદિર, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ સહિત ઘણા સ્થળો છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/rajasthan-pushkar-tour-plan.jpg)
પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. દુનિયામાં બ્રહ્માજીનું મંદિર એક માત્ર પુષ્કરમાં આવેલું છે. અહીં કારતક પુનમ પર પુષ્કર મેળો ભરાય છે. આ મેળામાં ઉંટોનો વેપાર થાય છે, વિવિધ પ્રકારના સાંસ્કૃતિ કાર્યક્રમો, કરતબોનું આયોજન થાય છે. જેમા દેશ અને વિદેશમાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. હિંદુ ધર્મના લોકો પુષ્કરના પવિત્ર સરોવરમાં સ્નાન કરે છે અને મંદિરોના દર્શન કરે છે. પુષ્કર નજીક આવેલું કિશનગઢ તેના લઘુચિત્રો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંના ચિત્રોને બની ઠની પેઇન્ટિંગ કહેવાય છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/jaisalmer-fort-rajasthan-tour-plan.jpg)
જેસલમેર રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં રણમાં આવેલું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. જેસલમેર કિલ્લો દુનિયાનું એક માત્ર એવું સ્થળ છે જ્યાં કિલ્લાની અંદર એક આખું શહેર વસેલું છે. જેસલમેરની ઐતિહાસિક ઇમારતો રેતાળ પત્થરમાંથી બનેલી છે, જે સૂર્યનો પ્રકાશ પડતા સોના જેમ ચમકી ઉઠે છે. આથી જેસલમેરને ગોલ્ડન સિટી કહેવામાં આવે છે. જેસલમેર કિલ્લો, લોંગવાલા યુદ્ધ સ્મારક, પટવાની હવેલી, તનોટ માતા મંદિર, ગડસીસર સાગર તળાવ, બડા બાગ, ડેઝર્ટ નેશનલ પાર્ક, મહારાજ પેલેસ, વ્યાસ ખત્રી, કુલધરા ગામ, કેમલ સફારી, રણમાં રાત્રે કેમ્પ ફાયર માણવા લાયક છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Mount-Abu-Nakki-Lake.jpg)
માઉન્ટ આબુ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુમાં શિયાળો હોય કે ઉનાળો કે ચોમાસું બારેય માસ ફરવા લાયક શ્રેષ્ઠ સ્થળ છે. માઉન્ટ આબુમાં ગુરુ શિખર, સન સેટ પોઇન્ટ, અર્બુદા મંદિર, જૈન દેરાસર, નકી તળાવ, સહિત ઘણા જોવા લાયક સ્થળ છે. માઉન્ટ આબુ નજીક સુંધા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. (Photo: Rajasthan Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us