Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/MADHVENDRA-PALACE-NAHARGARH-Jaipur.jpg)
જયપુર રાજસ્થાનના સૌથી પ્રખ્યાત જોવાલાયક સ્થળો પૈકીનું એક છે. પિંક સિટીના નામે પ્રખ્યાત જયપુર રાજસ્થાનનું પાટનગર છે. અરવલ્લીના ઉંચા પર્વત પર નિર્મિત સુંદર મહેલ, રાજપૂત સ્થાપત્ય શૈલી, બાગ બગીચા લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જયપુર 2 થી 3 દિવસમાં સરળતાથી ફરી શકાય છે. અહીં જયપુરના જોવાલાયક સ્થળોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/amer-fort-jaipur-rajasthan-1.jpg)
આમેર કિલ્લો જયપુરનો સૌથી પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ છે. જયપુર શહેરની 11 કિમી દૂર આમેર કિલ્લો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે. જયપુરના રાજા માનસિંહ દ્વારા 1591માં આમેર કિલ્લાનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. મજબૂત ગુલાબી પથ્થરોથી નિર્મિત આમેલ કિલ્લામાં ઉત્કૃષ્ઠ રાજપૂત સ્થાપત્ય જોવા મળે છે. જાજરમાન મહેર, સુંદર કોતરણી અને બાગ બગીચા અને રજવાડા સમયની એન્ટિક આઈટમ જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થાય છે. અહીં દરરોજ સાંજે 50 મિનિટ સુધી લાઇટ સાઉન્ડ શો જોવાલાયક હોય છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/NAHARGARH-FORT-Jaipur.jpg)
નાહરગઢ કિલ્લો એ જયપુરમાં જોવા માટેનું બીજું સૌથી આકર્ષક સ્થાન છે. નાહરગઢ કિલ્લાનું નિર્માણ જયપુરના મહારાજા જયસિંહ દ્વારા 1734માં થયું હતું અને ત્યારબાદ 1868માં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નાહરગઢ જેનો અર્થ થાય છે વાઘનું નિવાસ. અહીં એક વાઘાણ હતી, જે દુશ્મનો પર હુમલો કરી જયપુરનું રક્ષણ કરતી હતી. પર્વતની ટોચ પર આવેલું નાહરગઢ કિલ્લામાં માધવેન્દ્ર ભવન છે, જ્યાં શાહી પરિવારના સભ્યો ઉનાળાના દિવસોમાં આવતા હતા. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/JAIGARH-FORT-Jaipur.jpg)
જયગઢ કિલ્લો સવાઇ જય સિંહ દ્વિતિય દ્વારા 18મી સદીની શરૂઆતમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. જયગઢ કિલ્લામાં વિશ્વની સૌથી મોટી તોપ ઓન વ્હીલ્સ જયવાન તોપ રાખવામાં આવી છે. જયવાન તોપ જોવા માટે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ જયગઢ કિલ્લો આવે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/HAWA-MAHAL-Jaipur.jpg)
જયપુરનું હવા મહેલ તેના ઉત્કૃષ્ઠ સ્થાપત્ય નિર્માણ શૈલીના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. લાલ અને ગુલાબી માર્બલમાંથી નિર્મિત હવા મહેલ ખાસ કરીને રાજ પરિવારની મહિલાઓ માટે મનોરંજનનું સ્થળ હતું. નામ પ્રમાણે હવા મહેલમાં 953 નાની બારીઓ છે, જ્યાંથી આવતો ઠંડો પવન સમગ્ર મહેલને ઠંડો રાખે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/CITY-PALACE-Jaipur.jpg)
સિટી પેલેસ મુઘલ અને રાજપૂત શૈલીના સ્થાપત્યના મિશ્રણ સાથે નિર્મિત સિટી પેલેસ જયપુરમાં જોવાલાયક સ્થળો પૈકીનું એક છે. આ મહેલમાં વિશાળ હોલ અને પ્રાંગણ સાથે શાહી નિવાસો, સુંદર બગીચાઓ, ફાઇન આર્ટ ગેલેરી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/JANTAR-MANTAR-Jaipur.jpg)
જયપુરનું જંતર મંતર એક વેદ્યશાળા છે. ભારતની પ્રાચીન પદ્ધતિ પ્રમાણ સૂર્ય ચંદ્ર અને નક્ષત્રની સ્થિતિ જાણવામાં જંતર મંતર ઉપયોગી છે. ઇ.સ. 1734માં નિર્મિત જંતર મંતર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે અને જયપુરમાં જોવાલાયક શ્રેષ્ઠ છે. વિજ્ઞાન અને જ્યોતિષમાં રસ ધરાવતી વ્યક્તિઓ માટે ખાસ સ્થળ છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/JAL-MAHAL-Jaipur.jpg)
જલ મહેલ સુંદર તળાવ વચ્ચે અડિખમ રાજપૂત શૈલીના સુંદર સ્થાપત્ય છે. જયપુરના જોવાલાયક સ્થળોમાં જલ મહેલનો સમાવેશ થાય છે. તળાવના કિનારે ઉભા રહી જલ મહેલનો નજારો માણી શકાય છે. પ્રાસીઓ બોટમાં બેસી દૂરથી જલ મહેલની ભવ્યતા માણી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/BIRLA-TEMPLE-Jaipur.jpg)
બિરલા મંદિર જયપુરના દર્શનિય સ્થળો પૈકીનું એક છે. પિંક સિટીમાં સફેદ આસરપહાણથી નિર્મિત બિરલા મંદિરની દિવાલો પર ભગવદ ગીતાના દ્રશ્યો અને શ્લોક કોતરેલા છે. બિરલા મંદિરની અંદર અને બહારની મુલાકાત પ્રવાસીઓને આનંદ આપે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Albert-Hall-Museum-Jaipur.jpg)
જયપુરનું આલ્બર્ટ હોલ મ્યુઝિયમ વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જયપુરનું આલ્બર્ટ હોલ મ્યુઝિયમ ઇજિપ્તની મમી રાખવા માટે જાણીતું છે. આલ્બર્ટ હોલ મ્યુઝિયમ ઘણી પ્રાચીન ચીજવસ્તુઓ જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. (Photo: @alberthallmuseum)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Jhalana-Safari-Park-Jaipur.jpg)
જયપુરનું પ્રાણી સંગ્રહાલય પણ જોવાલાયક છે. જયપુર ઝૂમાં પશુ, પક્ષી, પ્રાણીઓ સરિસૃપોની 50 થી વધુ પ્રજાતિ જોવા મળે છે. જયપુર નજીક ઝાલના સફારી પાર્કમાં જંગલી પ્રાણીઓ જોવા મળશે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/SISODIA-RANI-PALACE-AND-GARDEN-Jaipur.jpg)
જયપુરમાં જોવાલાયક ઘણા સ્થળો છે. સિસોદિયા રાણી મહેલ અને ગાર્ડન, વિદ્યાધર ગાર્ડન, સેન્ટ્રલ પાર્ક, અનોખી મ્યુઝિયમ, દિગંબર જૈન મંદિર, ગલટાજી મંદિર, સ્ટેચ્યુ સર્કલ, રામ નિવાસ ગાર્ડન, કનક ભવ, ઈશ્વર લાટ, અમર જવાન જ્યોત, મહારાણીની છત્રી, નાહરગઢ બાયોલોજી પાર્ક, જયપુર વેક્સ મ્યુઝિયમ, જવા કલા કેન્દ્ર, રાજ મંદિર, અક્ષરધામ મંદિર, જગત શિરોમણી મંદિર, જવાહર સર્કલ સહિત ઘણા પ્રખ્યાત સ્થળો ફરવા લાયક છે. તસવીરમાં સિસોદિયા રાણી મહેલ ગાર્ડનનો ભવ્ય અને સુંદર નજારો જોવા મળે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/MEMORIALS-OF-KINGS-Jaipur.jpg)
જયપુર રાજસ્થાનનું પાટનગર છે. જયપુર રોડ માર્ગ, ટ્રેન માર્ગે વડે દેશના મુખ્ય શહેરો સાથે કનેક્ટિવિટી ધરાવે છે. જયપુરનું નજીકનું એરપોર્ટ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. તસવીરમાં જયપુરના મહારાજના સ્મારકનું સુંદર સ્થાપત્ય જોવા મળે છે. (Photo: Rajasthan Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us