Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Best-Tourist-Places-In-India.jpg)
દિવાળી એટલે નવા વર્ષને આવકારવાનો પર્વ. પ્રકાશનો તહેવાર દિવાળી આ વર્ષે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તે દેશના સૌથી રાહ જોવાતા તહેવારોમાંનો એક છે. બાળકો થી લઈને મોટી ઉંમરના લોકો આખુ વર્ષ તેની આતુરતાથી રાહ જોતા હોય છે. દિવાળી તહેવાર પર વખતે લાંબુ વીકેન્ડ મળી રહ્યું છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Diwali-Vacation-2.jpg)
જો તમે પણ દિવાળી તહેવાર પર આવતા વીકેન્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માંગો છો અને દિવાળી શાંતિથી ઉજવવા માંગો છો તો તમે અમુક ખાસ જગ્યાએ જઈ શકો છો. અહીં અમે તમને દિલ્હી પાસેની એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું, જ્યાં જઇને તમે તહેવાર દિવાળી તહેવારની સુંદર ઉજવણી કરી શકો છો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/manali-tourist-places.jpg)
જો તમે દિવાળીના લાંબા વીકેન્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માંગતા હોવ અને દિવાળીને શાંતિથી ઉજવવાની યોજના બનાવી હોય તો તમે હિમાચલ પ્રદેશના પર્વતોમાં સ્થિત મનાલી જઈ શકો છો. અહીંના દૃશ્યો તમારું મન મોહી લેશે. અહીં તમે મોટાભાગે બરફથી ઢંકાયેલા પીર પંજાલ અને ઘણી પર્વતમાળાના સુંદર દૃશ્યો જોઈ શકો છો. મનાલીમાં તમે ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ સહિત અનેક એક્ટિવિટી કરી શકો છો. (Photo: Himachal Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Mussoorie-tourist-places.jpg)
ઉત્તરાખંડની એક સુંદર જગ્યા મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટર દૂર સ્થિત છે. તે હિલ સ્ટેશનો અને તેના સુંદર મેદાનો માટે જાણીતું છે. અહીંની કુદરતી સુંદરતા જોઇ તમારું મન પ્રફુલ્લિત થઇ જશે. મસૂરીને ક્વીન ઓફ હિલ્સ કહેવામાં આવે છે. દિવાળીના અવસર પર તમે અહીં જઈને શાંતિથી પ્રકાશના તહેવારની ઉજવણી કરી શકો છો. (Photo: Uttarakhand Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/nainital-tourist-places.jpg)
ઉત્તરાખંડના સૌથી સુંદર સ્થળોમાંથી એક નૈનીતાલ હિલ સ્ટેશન રજાઓ ગાળવા માટેનું સૌથી પ્રખ્યાત સ્થળ છે. આ હિલ સ્ટેશન ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. તમે અહીં જઈને દિવાળીના લાંબા વીકએન્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો. નૈની તળાવ અને નૈના દેવી મંદિર સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.(Photo: Uttarakhand Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us