Diwali Vacation : દિવાળી વેકેશન પ્રવાસ માટે 4 અદભુત સ્થળ, જ્યાં મનને મળશે અલૌકિક શાંતિ
Diwali Vacation Destination 2025 : દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે? જો હાં, તો આજની વ્યસ્તલાઇફમાં મનની શાંતિ માટે આ 4 સ્થળોની મુલાકાત લઇ શકાય છે. અહીંના દિવ્ય વાતાવરણથી નવી ઉર્જાનો સંચાર થશે.
દિવાળી વેકેશનમાં ફરવાના સ્થળ : Best Places To Visit In Diwali Vacation Tour દિવાળી પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. દિવાળી પર્વ રમા એકાદશી થી લાભ પાંચમ સુધી ઉજવાય છે. આજકાલ મોટાભાગના લોકો દિવાળી વેકેશનમાં ફરવા જાય છે. અહીં દિવાળીમાં પરિવાર, મિત્ર અને એકલા ફરવા માટે શ્રેષ્ઠ સ્થળોની જાણકારી આપી છે. અહીં દિવાળીની ઉજવણી યાદગાર રહેશે. (Photo: Freepik)
અયોધ્યા દિવાળી : Ayodhya Diwali અયોધ્યામાં દિવાળીની શાનદાર ઉજવણી થાય છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા દર્શન કરવા જઇ રહ્યા છે. દિવાળીમાં સરયુ નદી દીપોત્સવ થાય છે. દિવાળી પર અયોધ્યા દિવાના પ્રકાશથી ઝગમગી ઉઠે છે. ભક્તિપૂર્ણ વાતાવરણમાં અયોધ્યામાં દિવાલીની ઉજવણી યાદગાર બની જશે. (Photo: Social Media)
અમૃતસર સુવર્ણ મંદિર : Amritsar Golden Temple અમૃતસરનું સુવર્ણ મંદિર શીખ ધર્મનું સૌથી પવિત્ર તીર્થધામ છે, જ્યાં દેશ વિદેશમાંથી દર વર્ષે કરોડો લોકો દર્શન કરવા આવે છે. તળાવ વચ્ચે સોનાથી મઢેળું સુવર્ણ મંદિર જોઇ લોકો આશ્ચર્યચકિત થાય છે. આ ગુરુદ્વારા શીખોના ચોથા ગુરુ રામદેવજી દ્વારા સ્થાપિત શહેર અમૃતસરમાં આવેલી છે. આ શહેરને ગુરુ દી નગરી અર્થાત ગુરુની નગરી પણ કહે છે. દિવાળી પર સુવર્ણ મંદિરને રંગબેરંગી લાઇટ અને દિવાથી પ્રકાશિત કરવામાં આવે છે. કાતરક પૂનમ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવની જન્મજયંતિ છે, જે ધામધૂમથી ઉજવાય છે. (Photo: Social Media)
પુષ્કર : Pushkar પુષ્કર રાજસ્થાનનું પ્રખ્યાત સ્થળ હોવાની સાથે સાથે હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ પણ છે. અહીં કારતક પુનમ પર મેળો યોજાય છે, જેમા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ રાજસ્થાનની સંસ્કૃતિનો આનંદ માણે છે. અહીં એક પુષ્કર તળાવ આવેલું છે, જેના કિનારે દિવાળી દરમિયાન દિવા પ્રગટાવાય છે. પુષ્કરમાં આવેલું બહ્માજીનું દુનિયાનું એકમાત્ર પ્રાચીન મંદિર પણ દર્શનિય છે. (Photo: Social Media)
હરિદ્વાર : Haridwar હરિદ્વાર હિન્દુ ધર્મનું સૌથી પવિત્ર તીર્થધામ છે. અહીં દર વર્ષે લાખો કરોડો લોકો ગંગામાં આસ્થાની ડુબકી લગાવે છે. ગંગા નદીની આરતી અને પૌરાણિક મંદિરોમાં દર્શન કરવાથી મનને શાંતિ મળે છે અને અલૌકિક ઉર્જાનો સંચાર થાય છે. (Photo: Social Media)