Diwali Vacation : દિવાળી વેકેશનમાં ફરવા જવું છે? ઓછા સમય અને બજેટમાં આ 4 સ્થળો પર પ્રવાસ બની જશે યાદગાર
Best Places To Visit In Diwali Vacation In India : દિવાળી વેકેશન પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. જો કે સમય અને બજેટના અભાવથી ઘણ લોકો ફરવા જઇ શકતા નથી. અહી બજેટ ફ્રેન્ડલી 4 પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપી છે.
દિવાળી વેકેશન જોવાલાયક 4 સ્થળો દિવાળી વેકેશન પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે શ્રેષ્ઠ સમય છે. અહીં દિવાળી વેકેશન દરમિયાન 2 થી દિવસ ફરવા જઇ શકાય તેવા પ્રખ્યાત 4 પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપી છે. (Photo: Freepik)
માઉન્ટ આબુ માઉન્ટ આબુ રાજસ્થાનનું હિલ સ્ટેશન, જે ગુજરાતીઓ માટે ફરવાનું મનસંદ સ્થળ છે. સમય અને પૈસાની રીતે આ બજેટ ફ્રેન્ડલી પ્રવાસ સ્થળ 2 થી 3 દિવસ માટે ફરવા માટે ઉત્તમ સ્થળ છે. અરવલ્લીની પહાડોમાં વસેલા આ હિલ સ્ટેશન પર શિયાળામાં શિમલા જેવો અનુભવ થાય છે. માઉન્ટ આબુ નજીક ફરવા લાયક અન્ય સ્થળોમાં અંબાજી ગબ્બર મંદિર અને સુંધા માતા મંદિર પણ દર્શનીય છે. (Photo: Rajasthan Tourism)
ઉદયપુર ઉદયપુર રાજસ્થાનનું સૌથી પ્રખ્યાત સ્થળ છે, જે લેક સિટીના નામ દુનિયાભરમાં ફેમસ છે. ચારેય બાજુ અરવલ્લીના ઉંચા પહાડ, સુંદર તળાવ અને ઐતિહાસિક રાજાશાહી મહેલ જોઇ મુલાકાતીઓ અચરજ પામે છે. ઉદયપુર સિટી પલેસે, પિછોલા તળાવ, ચેતક ગાર્ડન, સહેલી બાગ, સજ્જન ગઢ સહિત ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઇ શકાય છે. ઉદયપુર નજીક જોવાલાયક અન્ય સ્થળોમાં કુંભલગઢ, શ્રીનાથ મંદિર, એકલીંગજી મંદિર અને હલ્દીઘાટી મુખ્ય છે. (Photo: Rajasthan Tourism)
મહાબળેશ્વર હિલ સ્ટેશન મહાબળેશ્વર મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જે મુંબઇથી 235 કિમી દૂર આવેલું છે. ઉંચા લીલાછમ પહાડ, ઉંડી ખીણ, ઉંચાઇ પરથી નીચે પડતા ઝરણાં, વાદળ અને ધુમ્મસ પ્રવાસીઓના મનને શાંતિ આપી છે. (Photo: Social Media)
ઉજ્જૈન મહાકાલ અને ઓમકારેશ્વર મંદિર દિવાળી વેકેશનમાં તીર્થયાત્રા કરવાની ઇચ્છા હોય તો 3 દિવસ માટે ઉજ્જૈન શ્રેષ્ઠ સ્થળ છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર, હરસિદ્ધિ મંદિર, કાળ ભૈરવ મંદિર, ક્ષિપા નદીની આરતી વગેરે દર્શનીય છે. ઉજ્જૈન થી 145 કિમી દૂર નર્મદા નદી કિનારે આવેલા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય છે. ઓમકારેશ્વર થી 66 કિમી દૂર દેવ અહિલ્યા બાઇ હોલ્કરની ધાર્મિક નગરી મહેશ્વરની મુલાકાત આ તીર્થયાત્રાને યાદગાર બનાવશે. (Photo: Social Media)