Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Best-Visit-Places-In-jaipur-rajasthan.jpg)
દિવાળી વેકેશનમાં ફરવા માટે રાજસ્થાનમાં ઘણા સ્થળો છે. રાજસ્થાન ગુજરાત નજીક આવેલું હોવાથી આવવા જવામાં સરળતા રહે છે. રાજસ્થાનમાં ઘણા સ્થળો છે જ્યાં દિવાળી ધામધૂમ પૂર્વક ઉજવાય છે. અહીંનું દિવાળી સેલિબ્રેશન દેશ વિદેશમાં પ્રખ્યાત છે. જો તમે આ વખતે દિવાળી વેકેશન યાદગાર બનાવવા ઇચ્છો છો તો રાજસ્થાનના આ શહેરમાં દિવાળી ઉજવણી કરી શકો છો. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/pushkar.jpg)
પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું છે. પુષ્કર પવિત્ર તીર્થધામ સાથે સાથે પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. દિવાળી પર માત્ર ભારત માંથી જ નહીં વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આ શહેરની રોનક જોવા માટે આવે છે. બહ્માજીનું એક માત્ર મંદિર પુષ્કરમાં આવેલું છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/pushkar-tourist-places.jpg)
દિવાળી પર પુષ્કર તળાવના કિનારે હજારો દીવા પ્રગટાવવામાં આવે છે. ચારે બાજુ પ્રકાશિત દીપક જોઇ પુષ્કર તળાવ અદભુત દેખાય છે. દિવાળી પર અહી 5 દિવસનો પુષ્કળ મેળો ભરાય છે, જેમા ઉંટાનો મેળ જોવાલાયક હોય છે. આ મેળામાં રાજસ્થાની કલા સંસ્કૃતિ, નૃત્યુ જોવા મળે છે. ઉપરાંત રાજસ્થાની વાનગીઓનો સ્વાદ માણી શકાય છે. પુષ્કરમાં પવિત્ર તળાવ, બહ્માજીનું મંદિર, ગુરુદ્વારા સિંહ સાહેબ, વારાહ મંદિર, સાવિત્રી મંદિર, રાંગજી મંદિર, પાપ મોચીની મંદિર, પંચકુંડ શિવ મંદિર, આત્મેશ્વર મંદિર, માન મહલ સહિત ઘણા જોવાલાયસ સ્થળો છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/amer-fort-jaipur-rajasthan.jpg)
જયપુર રાજસ્થાનનું પાટનગર છે અને દુનિયાભરમાં પિંક સિટીના નામે પ્રખ્યાત છે. દિવાળી પર જયપુર શહેરને નવવધુની જેમ રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવે છે. જયપુરમાં હવા મહેલ, સિટી પેલેસ, આમેર કિલ્લા, નાહરગઢ, બિરલા મંદિર સહિત ઘણા જોવાલાયક સ્થળ છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/best-tourist-places-in-rajasthan.jpg)
જયપુરમાં દિવાળી પર હવા મહેલને લાઇટિંગ વડે શણગારવામાં આવે છે ત્યારે નજારો જોવાલાયક હોય છે. કહેવાય છેકે, જયપુરમાં અન્ય શહેરોની તુલનામાં દિવાળીની રોનક સૌથી વધારે હોય છે અને સૌથી વધુ પ્રવાસીઓની ભીડ હોય છે. અહીંના બજારોમાં દિવાળીની રોનક આંખોને આંજી દે તેવી હોય છે. પુષ્કર જેમ જયપુરમાં પણ દિવાળી પર મેળાનું આયોજન કરવામાં આવે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/jaisalmer.jpg)
રાજસ્થાનનું જેસલમેર રણમાં આવેલું પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ છે. ગોલ્ડન સિટીના નામે પ્રખ્યાત જેસલમેરમાં દિવાળી તહેવાર ધામધૂમથી ઉજવાય છે. દિવાળી પર જેસલમેરને દુલ્હન જેમ સજાવવામાં આવે છે. જેસલમેરમાં ગદસીર તળાવ, જેસલમેર કિલ્લો, જેસલમેર મ્યુઝિયમ, નાથમલ ની હવેલી, સલીમ સિંહની હવેલી, પટવાની હવેલી, મંદિર પેલેસ, જૈન મંદિર, બદા બાગ, ડેઝર્ટ નેશનલ પાર્ક, કુલધરા, તનોટ માતા મંદિર, રામદેવરા મંદિર, જેસલમેર યુદ્ધ મ્યુઝિયમ સહિત ઘણા જોવાલાયક સ્થળ છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/jaisalmer-tourist-places.jpg)
દિવાળી પર જેસલમેર શહેરને માટીના દીવા, આર્ટિફિશિયલ લાઇટિંગ અને ફુલો વડે દરેક ઘર અને કિલ્લાને શણગારવામાં આવે છે. આ ખાસ દિવસે જેસલમેરમાં ઘણા સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. સ્થાનિક લોકો પરંપરાગત વસ્ત્રો પહેરી દિવાળી તહેવાર ઉજવે છે. (Photo: Rajasthan Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us