Diwali Vacation: દિવાળીમાં ફરવા માટે પૈસાની ચિંતા છોડો, આ 5 સ્થળે રહેવા – ખાવાનું બધું જ મફત
Best Places For Diwali Vacation દિવાળી વેકેશનમાં ઓછા ખર્ચે ફરવાની મજા માણવી છે, તો આ 5 સ્થળ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. અહીં મુલાકાતીઓ માટે રહેવા ખાવાની સુવિધા મફત છે.
Best Places For Diwali Vacation : દિવાળી વેકેશન માટે શ્રેષ્ઠ સ્થળ દિવાળી રજા દરમિયાન ઘણા લોકો ફરવા જાય છે. પરિવાર અને મિત્રો સાથે ફરવાની મજા જ કંઇક અલગ હોય છે. હાલ સોલ ટ્રાવેલ એટલે કે એકલા ફરવા જવાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો બજેટ અનુસાર ફરવા જવાના સ્થળો નક્કી કરે છે. ઘણા લોકો ફરવા જવાની ઇચ્છા હોવા છતાં પૈસાના અભાવે જઇ શકતા નથી. અહીં અમે તમને એવા સ્થળો જાણકારી આપી રહ્યા છીએ જ્યાં અત્યંત ઓછા ખર્ચે પ્રવાસની ભરપૂર મજા માણી શકાય છે. ઘણી જગ્યાએ રહેવા, ખાવાની સુવિધા મફત કે અત્યંત ચાર્જમાં મળી રહે છે. (Photo: Freepik)
ગીતા ભવન, હરિદ્વાર (Geeta Bhawan, Rishikesh) હરિદ્વાર અને ઋશિકેશ પ્રખ્યાત તીર્થધામ છે. લાખો કરોડો લોકો દર વર્ષે હરિદ્વાર ફરવા આવે છે. હરિદ્વારમાં ઘણા દર્શનિય મંદિર છે. તો ઋષિકેશમાં પ્રવાસીઓ ગંગા નદીમાં રિવરક્રાફટિંગ અને બેટિંગની મજા માણે છે. જો તમે હરિદ્વાર ફરવા જવાના હોય તો ગીતા ભવન રોકાવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. ગંગા નદી કિનારે આવેલા ગીતા ભવનમાં મુલાકાતીઓ માટે રોકાવાની અને ખાવાની મફત સુવિધા ઉપલબ્ધ છે. (Photo: Social Media)
ઈશા ફાઉન્ડેશન (Isha Foundation) ઈશા ફાઉન્ડેશન કોઇમ્બતૂર થી લગભગ 40 કિમી દૂર ચે. તે આધ્યાત્મિક ગુરુ સદગુરુ વાસુદેવનું એક ધાર્મિક કેન્દ્ર છે. આ સંસ્થા યોગ, પર્યાવરણ અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરે છે. અહીં મુલાકાતીઓને મફત રહેવાની સુવિધા મળે છે. (Photo: isha.sadhguru.org)
ગોવિંદ ઘાટ ગુરુદ્વારા (Govind Ghat Gurudwara, Uttarakhand) ઉત્તરાખંડ ફરવા જવા માટે શ્રેષ્ઠ સ્થળે છે. હિમાલયની પર્વતમાળામાં આવેલું ગોવિંદ ઘાટ ગુરુદ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદી કિનાર પર આવેલું છે. આ ગુરુદ્વારામાં મુલાકાતીઓને મફત રહેવાની સુવિધા મળે છે. ગુરુદ્વારામાં રોકાઇ તમે આસપાસના સ્થળોની મુલાકાત લઇ શકો છો. (Photo: www.hemkunt.in)
ન્યિંગમાપા મોનેસ્ટ્રી (Nyingmapa Monastery, Himachal Pradesh) ન્યિંગમાપા મોનેસ્ટ્રી હિમાચલ પ્રદેશમાં મનાલી ખાતે રેવલ્સર લેક પાસે આવેલું છે. આ સુંદર મોનેસ્ટ્રીમાં એક દિવસ રોકાવાનું ભાડું 200 થી 300 રૂપિયા છે. આ મોનેસ્ટ્રીમાં રોકાણ તમે આસપાસના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઇ શકો છો. જો તમને બોદ્ધ ધર્મમાં રસ હોય તો અહીં જાણકારી પ્રાપ્ત કરી શકો છો. (Photo: Social Media)