Diwali Vacation Tour 2025: દિવાળી વેકેશન પ્રવાસ માટે રાજસ્થાનના 5 પ્રખ્યાત જોવાલાયક સ્થળ
Rajasthan Diwali Festival Travel Guide in Gujarati: દિવાળી વેકેશનમાં ફરવા માટે રાજસ્થાનના 5 પ્રવાસન સ્થળોની જાણકારી આપી છે. રાજસ્થાન ગુજરાત નજીક હોવાથી ઓછા દિવસમાં વધુ સારી રીતે પ્રવાસની મજા માણી શકાય છે.
Diwali Vacation Destinations in Rajasthan : રાજસ્થાનમાં દિવાળી વેકેશનમાં ફરવાલાયક સ્થળો દિવાળી વેકેશનમાં મોટાભાગના લોકો ફરવા જાય છે. ગુજરાતના લોકો ફરવાના બહુ શોખિીન હોય છે. શું તમે આ વખતે દિવાળીમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો? જો આ આર્ટીકલ તમને મદદરૂપ થશે. અહીં દિવાળી વેકેશનમાં ફરવા લાયક રાજસ્થાનના પ્રખ્યાત 5 સ્થળો વિશે જાણકારી આપી છે. રાજસ્થાન ગુજરાત નજીક હોવાથી ટ્રાવેલિંગનો સમય અને પૈસ પણ બચાવી શકાય છે. (Photo: Rajasthan Tourism)
Udaipur Trip : ઉદયપુર પ્રવાસ ઉદયપુર એટલે દુનિયામાં લેક સિટી નામે પ્રખ્યાત રાજસ્થાનનું એક એવું શહેર જે રાજાશાહી મહેલ, કિલ્લા અને વૈભવશાળી લોક સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. ઉદયપુરની ઐતિહાસિક ઇમારતો સફેદ આરસપહાણના પથ્થરમાંથી બનેલી હોવાથી તેને વ્હાઇટ સિટી પણ કહેવામાં આવે છે. અમદાવાદથી લગભગ 260 કિમી દૂર આવેલા ઉદયપુરમાં દેશ અને વિદેશમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. ઉદયપુરમાં ફરવા લાયક સ્થળોમાં ઉદયપુર સિટી પેલેસ, પિછોળા લેક, સહેલી બાગ, ચેતક ગાર્ડન, હલ્દી ઘાટી, બાગોર કી હવેલી, ગણગૌર ઘાટ સહિત ઘણી ઐતિહાસિક ઇમારતો આવેલી છે. ત્યાંથી કુંભલગઢ, નાથદ્વારા કે ચિતૌડગઢ પણ ફરવા જઇ શકાય છે.
Jaipur Trip : જયપુર પ્રવાસ રાજસ્થાનનું પાટનગર જયપુર જોવાલાયક સ્થળ છે. ગુલાબી પથ્થરથી બનેલી ઐતિહાસિક ઇમારતોના કારણે જયપુરને પિંક સિટી કહેવામાં આવે છે. જયપુરની સ્થાપના રાજા જયસિંહ દ્વારા કરવામાં આવી હતી. જયપુરમાં આમેર કિલ્લો, હવા મહેલ, જયગઢ, નાહરગઢ, જંતર મંતર, સિટી પેલેસ, આલ્બેર હોલ મ્યુઝિયમ સહિત ઘણી ઐતિહાસિક ઇમારતો જોવાલાયક છે. જયપુરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જયપુરથી નજીક આવેલા રણથંભોર કિલ્લો અને અભ્યારણની પણ મુલાકાત લઇ શકાય છે. (Photo: Rajasthan Tourism)
Jaisalmer Trip : જેસલમેર પ્રવાસ જેસલમેર એટલે રાજસ્થાનના રણમાં સોનેરી પથ્થરથી ચમકતી ગોલ્ડન સિટી. જેસલમેરની ઐતિહાસિક ઇમારતો પીળી રેતીના પથ્થરમાંથી બનેલી છે. આથી જ્યારે આ પથ્થરો પર સૂર્ય પ્રકાશ પડે છે ત્યારે તે સોના જેમ ચમકે છે. શિયાળીની કડકડતી ઠંડીમાં જેસલમેરના રણમાં નાઇટ કેમ્પની જમા માણવા લાયક હોય છે. જેસલમેરના જોવાલાયક સ્થળોમાં જેસલમેર કિલ્લો, નથમલ જી કી હવેલી, જેસલમેર ડેઝર્ટ નેશનલ પાર્ક, જેસલમેર મંદિર પેલેસ સહિત ઘણા ઐતિહાસિક ઇમારતો જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થાય છે. જેસલમેરથી 36 કિમી દૂર ભૂતિયા ગામ નામ પ્રખ્યાત કુલધરા પણ ઘણા લોકો જોવા જાય છે. (Photo: Rajasthan Tourism)
Pushkar Trip : પુષ્કર પ્રવાસ પુષ્કર રાજસ્થાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે. ભગવાન બ્રહ્માજીનું એક માત્ર મંદિર પુષ્કરમાં આવેલું હોવાથી તેનું ધાર્મિક મહત્વ અનેકગણું છે. પુષ્કરમાં રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું છે. અહીં પુષ્કર સરોવર છે તેની કિનારે ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે. પુષ્કળમાં સાત દિવસનો પ્રસિદ્ધ પુષ્કર મેળો યોજાય છે, જેમા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આવે છે. કારતક મહિનાની સાત થી કારતક પુનમ સુધી પુષ્કર મેળો ભરાય છે. જેમા ઊંટોનો મેળો યોજાય છે અને ઊંટો દોડની સ્પર્ધા યોજાય છે. પુષ્કરના સૌથી પ્રખ્યાત જોવાલાયક સ્થળોમાં પુષ્કર સરોવર, બ્રહ્માજીનું મંદિર, વરાહ મંદિર, રંગજી મંદિર, આપ્તેશ્વર મહાદેવ મંદિર મુખ્ય આકર્ષણો છે. (Photo: Rajasthan Tourism)
Jodhpur Trip : જોધપુર પ્રવાસ જોધપુર રાજસ્થાનનું એક ઐતિહાસક શહેર છે. જોધપુરમાં ઘર મકાનો વાદળી રંગથી રંગવામાં આવે છે, આથી તેને બ્લુ સિટી કહેવાય છે. વાસ્તુકલા અને ઇતિહાસ પ્રેમીઓ માટે જોધપુર ખરેખર જોવાલાયક સ્થળ છે. મહેરાનગઢ કિલ્લો, ઉમેદ ભવન પેલેસ, મંડોર ગાર્ડન્સ, કલ્યાણ તળાવ, સરદાર સમંદ તળાવ, જસવંત થાડા અને મસુરિયા હિલ્સ જોધપુરના પ્રખ્યાત જોવાલાયક સ્થળો છે. (Photo: Rajasthan Tourism)