Dussehra 2025 : દશેરા પર દુર્ગા પૂજા પંડાલમાં સિંદૂર ખેલા થી લઇ રાવણ દહન, દેશભરમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણી
Dussehra 2025 Vijayadashami Celebration in India : નવરાત્રીના છેલ્લા દિવસ દશેરા પર બંગાળમાં દુર્ગા પૂજા પર મહિલાઓ સિંદૂર ખેલા રમે છે. ઉપરાંત આ દિવસ શસ્ત્ર પૂજા કરવાની સાથે સાથે રાવણ દહન કરવાની પરંપરા છે.
Dussehra 2025 : દશેરા, વિજયાદશમી તહેવારની ઉજવણી દશેરાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રીના નવ દિવસ માતાજીની ભક્તિ પૂજા આરાધના કર્યા બાદ દસમા દિવસે દશેરા ઉજવાય છે. વૈદિક પંચાગ મુજબ આસો સુદ દસમ તિથિ પર દશેર તહેવાર ઉજવવામાં આવે છે. દશેરા પર આદ્યાશક્તિની સાથે સાથે ભગવાન રામની પણ પૂજા થાય છે. (Photo: Social Media)
વિજ્યાદશમી અને રાવણ દહન દશેરાને વિજયાદશમી પણ કહેવાય છે. ધાર્મિક માન્યતા મુજબ આસુ સુદ દશમ તિથિ પર ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે રાક્ષસ રાવણનો વધ કર્યો હતો અને જીત મેળવી હતી. આથી દશેરાને વિજયદશમી તરીકે પણ ઉજવાય છે. જે અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે. રાવણ સામે યુદ્ધમાં ભગવાન શ્રીરામની જીતની યાદીમાં દશેરા ઉજવાય છે. દશેરાના દિવસે સાંજે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન થાય છે. (Photo: Social Media)
દશેરા પર શસ્ત્ર પૂજા દશેરા પર શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. શસ્ત્ર એ શક્તિનું પ્રતિક છે. નવરાત્રીમાં શક્તિ સ્વરૂપ માતાજીની પૂજા કરવામાં આવે છે. નવા વાહન ખરીદવા માટે પણ દશેરાનો દિવસ શુભ મનાય છે.
બંગાળમાં દુર્ગા પૂજા બંગાળની દુર્ગા પૂજા વિશ્વ પ્રસિદ્ધ છે. નવરાત્રીના છેલ્લા પાંચ દિવસ ચાલતી દુર્ગાપૂજા બહુ ધામધૂમથી ઉજવાય છે. નવરાત્રીમાં મહા સાતમ, મહા આઠમ અને મહા નોમ પર વિશેષ પૂજા થાય છે. (Express Photo By Amit Mehra)
દુર્ગા પૂજા 2025 બંગાળમાં નવારત્રીમાં દૂર્ગા પૂજા પર અંબે માતા, લક્ષ્મી અને સરસ્વતી સાથે ગણેશ અને બટુક ભૈરવની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ મૂર્તિઓ મોટાભાગે માટીમાંથી બનેલી હોય છે. (Express Photo By Amit Mehra)
સિંદૂર ખેલા દશેરાના દિવસે બંગાળી મહિલાઓ માતાજીને સિંદૂર લગાવે છે, ત્યાર પછી અન્ય મહિલાઓને સિંદૂર લગાવે છે, જેને સિંદૂર ખેલા કહેવાય છે. સિંદૂર એ શક્તિ, શૌર્ય, વીરતા અન સૌભાગ્યનું પ્રતિક મનાય છે. (Express Photo By Amit Mehra)