Diwali Tour : દિવાળીનું વેકેશન હાલ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા લોકો ફરવાનો પ્લાન બનાવી રહ્યા છે. જો તમે હજુ પ્લાન ના બનાવ્યો હોય તો તમે દ્વારકાથી પોરબંદર દરિયાઇ પટ્ટીની રોમાંચક સફર માણી શકો છો. આ મુસાફરી દરમિયાન તમને પ્રાચીન મંદિરો, આકર્ષક દરિયાકિનારાનો અદભૂત નજારો જોવા મળશે. (gujarattourism/Insta)
શિવરાજપુર બીચ : શિવરાજપુર બીચ દ્વારકાથી માત્ર 11.6 કિમી દૂર આવેલો છે. આ બીચની ખાસિયત એ છે કે ત્યાનું પાણી કાચ કરતા પણ ચોખ્ખુ છે. એકદમ માલદિવના દરિયા જેવું બ્લૂ પાણી જોના મળે છે. કૌટુંબિક પિકનિક અને સ્વિમિંગ માટે ઉત્તમ સ્થળ છે. એકદમ શાંત બીચ છે.(gujarattourism/Insta)
બેટ દ્વારકા ટાપુ : બેટ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રુક્મિણી મંદિર જેવા પ્રાચીન મંદિર છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું 10મું જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ દ્વારકાથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. ટાપુ પર ટૂંકી બોટ રાઈડ પણ માણી શકો છો. (gujarattourism/Insta)
દરિયાકાંઠાની પવનચક્કીઓ : દ્વારકા અને પોરબંદર વચ્ચેના દરિયાકાંઠે વિશાળ પવનચક્કીઓ જોવા મળે છે. આધુનિક પવન ઉર્જાને તમે કેપ્ચર કરી શકો છો. દરિયાકાંઠાની સુંદરતા જોવા મળે છે. ફોટોગ્રાફરો માટે શ્રેષ્ઠ-અદભૂત સ્થળ છે. સૂર્યાસ્ત દરમિયાન પવનચક્કીના શાનદાર શોટ્સ લઇ શકો છો. (gujarattourism/Insta)
માધવપુર બીચ : ભગવાન કૃષ્ણ સાથે તેના પૌરાણિક સંબંધો માટે પ્રખ્યાત છે. માધવપુર બીચ પોરબંદરનું સુંદર અને રમણીય સ્થળ છે. દરિયાકિનારાની ચમકતી રેશમ જેવી રેતી, નારિયેળીના ઉંચા ઝાડ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે.(gujarattourism/Insta)