EV Battery Charging Tips: ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી કેટલી ચાર્જ કરવી? આ 5 ટીપ્સ ધ્યાનમાં રાખો, આગ કે બ્લાસ્ટ થવાનું જોખમ નહીં રહે
Electric Vehicle Battery Charging Tips: ગુજરાતના સુરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું બેટરી ચાર્જિંગ આખી રાત ચાલુ રહેતા આગ લાગતા એક યુવતીનું કરુણ મોત થયું છે. શું તમે પણ ઇ કાર કે ઇ બાઇક વાપરતા હોય તો બેટરી ચાર્જ કરતી વખતે શું સાવધાની રાખવી જાણો અહીં
ઇલેક્ટ્રિક વ્હીકલ સુવિધાજનક હોવાની સાથે સાથે જોખમી પણ છે. ગુજરાતમાં સુરતા લિંબિયાત વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઈક આખી રાત ચાર્જિંગમાં મુકતા આગ લાગવાની ગંભીર ઘટના બની છે. ઇ બાઈકમાં આગ લાગતા એક યુવતીનું કરુણ મોત નિપજ્યું. જો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ વપારો છો, તો ઇ કાર કે ઇ બાઇકની બેટરી કેટલી ચાર્જ કરવી જોઇએ તેના વિશે સંપૂર્ણ જાણકારી રાખવી જરૂરી છે. (Photo - Freepik)
ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી ચાર્જિંગ ટીપ્સ ઇલેક્ટ્રિક વ્હીકલ સુવિધાજનક હોવાની સાથે સાથે જોખમી પણ છે. ઇ-કાર અને ઇ બાઈક અને ઇ સ્કૂટર જેવા ઇલેક્ટ્રિક વ્હીકલ લોકપ્રિય થઇ રહ્યા છે. જો કે આવા વાહન બેટરી સંચાલિત હોવાથી બેટરી ચાર્જિંગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. (Photo - Freepik)
ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી કેટલ ચાર્જ કરવી? ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી સૌથી મહત્વપૂર્ણ પાર્ટ્સ છે. ઇ કાર કે ઇ બાઈકને જરૂર કરતા વધારે બેટરી ચાર્જ કરવી જોઇએ નહીં. ઈ વ્હીકલનું બેટરી ચાર્જિંગ મહદંશે સ્માર્ટફોનની બેટરી સાથે મેળ ખાય છે. આથી ઇલેક્ટ્રિક વ્હીકલનું બેટરી ક્યારેય 100 ટકા ફુલ ચાર્જ કરવી નહીં. મોટાભાગના ઇ વ્હીકલમાં આવતી લિથિયમ આયન બેટરી 30 થી 80 ટકા ચાર્જ હોય ત્યાં સુધી શ્રેષ્ઠ દેખાવ કરે છે. બેટરી સતત સંપૂર્ણ ક્ષમતા પર ચાર્જ કરવા પર બેટરી પર વધારાનું દબાણ આવે છે, જે નુકસાનકારક છે. (Photo - Freepik)
બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ ન થાય તેનું ધ્યાન રાખો ઈલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી 100 ટકા ફુલ ચાર્જ ન કરવી જોઇએ. તેવી જ રીતે બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ ન થાય તેનું પણ ધ્યાન રાખો, તેનાથી બેટરી લાઇફ પર ખરાબ અસર થાય છે. લગભગ 20 ટકા જેટલું ચાર્જિંગ બચ્યું હોય ત્યારે બેટરી રિચાર્જ કરવી જોઇએ. લિથિયમ આયન બેટરી ઉંડા ડિસ્ચાર્જ કે ડ્રેન આઉટના બદલે નોર્મલ પર વધું સારું પર્ફોર્મન્સ આપે છે. ઇ કાર અને ઇ બાઇકની બેટરી 80 ટકા સુધી ચાર્જ કરવી જોઇએ. (Photo - Freepik)
ઇલેક્ટ્રિક વ્હીકલ છાંયડામાં પાર્ક કરવા ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગ લાગવાનું મુખ્ય કારણ છે બેટરી હીટ થવી. વધારે હીટ થવાથી બેટરી બ્લાસ્ટ થવાનું જોખમ રહે છે. ઉનાળા ભયંકર ગરમીના કારણે ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી પહેલા જ ગરમ હોય છે. આથી ઇ કાર અને ઇ બાઇક હંમેશા છાંયડામાં કે ઠંડી જગ્યામાં પાર્ક કરવા જોઇએ. (Photo - Freepik)
બેટરી લાઇફ કેટલી? બેટરી ઘણા ટેસ્ટમાંથી પસાર થયા બાદ ઇલેક્ટ્રિક વ્હીકલ માં ફીટ કરવામાં આવે છે. કંપની તરફથી બેટરની વોરંટી પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક સ્કૂટર્સની બેટરી પર લગભગ 5 ખી 7 વર્ષ કે 60 થી 80 હજાર કિમી સુધીની વોરંટી આપવામાં આવે છે. (Photo - Freepik)