Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Monsoon-Rain.jpg)
ચોમાસાના વરસાદમાં વાહન ચલાવવું મુશ્કેલ હોય છે. ચોમાસાની શરૂઆત ઘણા લોકો માટે ચિંતાજનક છે કારણ કે માત્ર રસ્તાઓ પર જ પાણી ભરાયા નથી પરંતુ બેઝમેન્ટ પાર્કિંગની જગ્યાઓ અને કેટલાક સ્થળોએ પાણી ભરાયા છે, જેના કારણે વાહનોમાં ગંભીર ખામી સર્જાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/electric-vehicles-care-tips-in-rain.jpg)
ઈલેક્ટ્રીક કાર માલિકોની ચિંતા પણ વધી જાય છે. જો તમારી પાસે પણ ઇલેક્ટ્રિક કાર છે અને ચોમાસામાં તમારા ઇવીને સુરક્ષિત અને સારી સ્થિતિમાં રાખવા માંગો છો, તો તમે અહીં આપેલી આ 5 સરળ ટીપ્સને અનુસરી શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/electric-vehicle-charging-station.jpg)
ચોમાસામાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્ટેનન્સ કરવા માટેનું પ્રથમ અને મુખ્ય પગલું એ ચાર્જિંગ ડિવાઇસને વરસાદના પાણી અને ભેજથી સુરક્ષિત રાખવાનું છે. જો તમે બહાર ચાર્જિંગ સ્ટેશન લગાવ્યું હોય અથવા પોર્ટેબલ ચાર્જરનો ઉપયોગ કરતા હોવ તો આ ખાસ સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે ડિવાઇસમાં પાણી જવાથી શોર્ટ સર્કિટ થઇ શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/electric-car-care-tips-in-monsoon.jpg)
ઈલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી સૌથી મહત્વનું પાર્ટ્સ છે. બેટરી બરાબર કામગીરી કરે તે જરૂરી છે. બેટરી બરાબર છે કે તે ચકાસો કારણ કે તે તમારી ઇલેક્ટ્રિક કારનો સંપૂર્ણ પર્ફોર્મન્સ તેના પર આધાર રાખે છે. કોઈ ઇન્સ્યુલેશન કે કનેક્ટરના નુકસાની માટે સમયાંતરે તપાસ કરતા રહો. જો તમને કંઈપણ અસામાન્ય લાગે, તો કાર ચાલુ કર્યા વિના ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટરને કોલ કરો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/E-Car-Care-Tips-In-Rain.jpg)
કારનું ઇન્ટિરિયર પણ એટલું જ મહત્વનું છે. તેથી ઇન્ટિરિયર સાફ રાખો કારણ કે કારની અંદર પાણી અથવા ભેજ પણ ઇલેક્ટ્રિકલ સમસ્યાઓનું કારણ બની શકે છે. કારના ગેટ અને વિન્ડો યોગ્ય રીતે બંધ થાય છે અને નબળા બિડિંગને કારણે કઇ લિક ન થાય તેની ખાતરી કરો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/electric-car-care-tips-in-rain.jpg)
આ વાત નિયમિત આઇસીઇ (ICE) વાહનોને પણ લાગુ પડે છે, જો કે ઇલેક્ટ્રિક કાર હોય તો ડબલ સાવચેતી રાખો, કારણ કે પાણી તમે વિચારો છો તેના કરતા વધુ નુકસાન પહોંચાડી શકે છે. ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઘણા બધા સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક્સ અને સેન્સર હોય છે, તેથી તેને સરળતાથી નુકસાન પહોંચી શકે છે. આ સાથે જ તમારા બેટરી પેકનું IP રેટિંગ પણ જાણો. અમારી સલાહ છે કે, જો રોડ રસ્તા પર પાણી ભરાયેલું હોય તો ત્યા જવાના બદલે અન્ય રસ્તો વૈકલ્પિક રસ્તો અપનાવવો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/electric-vehicles-care-tips-in-Monsoon.jpg)
મોટા ભાગના એડવાન્સ ઈલેક્ટ્રિક વ્હીકલ (EVs) સારા આઇપી રેટિંગ ધરાવે છે અને જરૂરી પાર્ટસ સારી રીતે સીલબંધ હોય છે, જો કે, ક્ષતિગ્રસ્ત કનેક્ટર્સ અથવા લાંબા સમય સુધી પાણીના સંપર્કમાં રહેવાના કમનસીબ ઘટનાઓમાં વાહનને નુકસાન થઇ શકે છે. ઓટો મેન્યુફેક્ચર્સ કંપનીએ જે સલાહ સુચન આપ્યા હોય તે અનુસરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us