air show in mehsana : પાયલોટ કંવલ સિંધુએ ભારપૂર્વક કહ્યું કે આ શો હવામાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન બનશે. પાયલટ્સ ૫ મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કરે છે, જે દરેક દર્શકને રોમાંચિત કરી દેશે.
SKAT air show in mehsana : ગુજરાતના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદભુત કરતબોનું પ્રદર્શન થયું હતું. ભારતીય વાયુસેનાની SKAT ટીમના નવ હોક Mk132 વિમાનો આ કાર્યક્રમ દરમિયાન લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા દિલધડક સ્ટંટ રજૂ કર્યા હતા. (photo- DDI MEHSANA)
પાયલોટ કંવલ સિંધુએ ભારપૂર્વક કહ્યું કે આ શો હવામાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન બનશે. પાયલટ્સ ૫ મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કરે છે, જે દરેક દર્શકને રોમાંચિત કરી દેશે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ મહેસાણાના આકાશને તિરંગાના રંગથી રંગશે. (photo- DDI MEHSANA)
પાયલોટ કંવલ સિંધુએ SKAT ટીમના ગૌરવપૂર્ણ ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, 1996માં રચાયેલી SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે, જે “સર્વદા સર્વોત્તમ”ના સૂત્ર સાથે શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે. (photo- DDI MEHSANA)
અત્યાર સુધીમાં ટીમે ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAEમાં 700 થી વધુ પ્રદર્શનો કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. તેમણે ઉમેર્યું કે આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં યોજાયેલા SKAT શોએ ગુજરાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.(photo- DDI MEHSANA)
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ એર શો થકી એક મહત્વનો સંદેશ એ પણ રહેશે કે ઇન્ડિયન એરફોર્સ દરેક પડકાર માટે તૈયાર છે. આ ઉપરાંત, આ પ્રદર્શન યુવાનો માટે પણ પ્રેરણાદાઈ બની રહેશે, કારણ કે એરફોર્સમાં કારકિર્દી માટે યુવાનો માટે એટલા જ સુલભ વિકલ્પો ઉપલબ્ધ છે. તેમણે મહેસાણાના નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં આ અદ્ભુત કરતબનો આનંદ માણે અને ઇન્ડિયન એરફોર્સના કૌશલ્યને જાણે તેવી આશા વ્યક્ત કરી હતી. (photo- DDI MEHSANA)