Gujarat Trip : તહેવારો પર તીર્થધામોમાં ભીડ, આ સ્થળે શાંતિપૂર્વક માણો પ્રવાસની મજા
Best Tourist Places In Gujarat : જન્માષ્ટમી પર 3 દિવસના મિનિ વેકેશનમાં ફરવાનું સ્થળ નક્કી નથી કર્યું તો, છેલ્લી ઘડીએ તમારે એવી જગ્યા પસંદ કરવી જોઇએ જ્યાં લોકોની ભીડ હોય છે.
ગુજરાતના પ્રખ્યાત પ્રવાસ સ્થળ જન્માષ્ટમીના સાતમ આઠમ તહેવાર પર 3 દિવસનું મિનિ વેકેશન આવ્યું છે. લાંબા વિકેન્ડના લીધે મોટાભાગના લોકો બહારગામ ફરવા જાય છે. આજકાલ લોકો પ્રખ્યાત મંદિરો તીર્થધામો પર વધારે જાય છે. સામાન્ય રીતે દરેક તહેવાર અને લાંબા વિકેન્ડ પર તીર્થધામો પર લોકોની ભીડ વધારે હોય છે. આવી સ્થિતિમાં ભીડથી બચવા અને સારી રીતે રજાની માણવા માટે તમારે ઓછી ભીડ હોય તેવા સ્થળોની પસંદગી કરવી જોઇએ. આ માટે દરિયા કિનારા બીચ ઉત્તમ વિકલ્પ બની શકે છે. શાંત અને ઓછી ભીડવાળા દરિયા કિનારાના બીચ પર પ્રવાસની મજા બેવડાઇ જાય છે. અહીં ગુજરાતના પ્રખ્યાત 5 બીચની જાણકારી આપી છે. (Photo: Freepik)
શિવરાજપુર બીચ : Shivrajpur Beach શિવરાજપુર બીચ ગુજરાતનું પ્રખ્યાત બીચ છે, જે દ્વારકાથી માત્ર 12 કિમી દૂર આવેલું છે. શિવરાજપુર બીચ ભારતનું બ્લુ ફ્લેગ બીચ માન્યતા બીચ છે. આ બીચ પર મુસાફરો સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ જેવી મનોરંજક પ્રવૃત્તિનો આનંદ માણી શકાય છે. જ્યારે પણ દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા જાવ ત્યારે શિવરાજપુર બીચની મુલાકાત અચૂક લેવી. (Photo: Social Media)
દીવ બીચ : Diu Beach દીવ ગુજરાતમાં સોમનાથ નજીક આવેલું સુંદર શહેર છે. સુંદર દરિયા કિનારે સૂર્યાસ્તનો નજારો યાદગાર બની રહે છે. દીવમાં ઘણી પ્રાચીન અને અંગ્રેજી કાળની ઐતિહાસિક ઇમારતો છે. દીવમાં નાગોઆ, ધોધલા બીચ અને જલંદર બીચ સૌથી વધુ પ્રખ્યાત છે. પ્રવાસીઓ પેરાસેલિંગ, સ્વિમિંગ અને સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઇડની મજા લઈ શકે છે. દીવમાં ડાયનોસોર મ્યુઝિયમ, સી સેલ મ્યુઝિયમ, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, નાયડા કેવ ગુફા, દીવ કિલ્લો જોવાલાયક સ્થળો છે. (Photo: Social Media)
દમણ બીચ | Daman Beach દમણ સુંદર અને શાંત બીચ માટે પ્રખ્યાત છે. દમણનું ચક્રતીર્થ બીચ, દેવકા બીચ અને જામપોર બીચ પ્રવાસીઓમાં ફેવરિટ છે. અહીં પ્રવાસીઓ પેરાશુટ, બોટિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકે છે. દમણગંગા કિનારે આવેલો જેરોમ કિલ્લો, દમણ ગંગા નદી, મધુબન ડેમ, ઝીલ બાગમા સુંદર કુદરતી નજારો જોવા મળે છે. (Photo: Social Media)
તિથલ બીચ અને ડુમસ બીચ : Tithal Beach And Dumas Beach ડુમસ બીચ સુરતનું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. તો તિથલ બીચ વલસાડમાં આવેલું છે. બંને બીચ વચ્ચે 100 કિમીનું અંતર છે. તમે એક ટ્રીપમાં સુરતના ડુમસ બીચ અને વલસાડના તિથલ બીચની મુલાકાત લઇ શકો છો. શાંત અને સ્વચ્છ દરિયા કિનારે શહેરના ઘોંઘાટથી દૂર પ્રવાસીઓ શાંતિનો અનુભવ કરે છે. (Photo: Social Media)