Hill Station: ભારતના પ્રખ્યાત 4 હિલ સ્ટેશન, જે અંગ્રેજોએ વસાવ્યા હતા
Famous Hill Station Of India: ભારતમાં ઘણા હિલ સ્ટેશન છે જે અંગ્રેજોએ વસાવ્યા હતા. અંગ્રેજો ઉનાળાની ગરમીમાં અહીં ફરવા આવતા હતા. હાલ આ હિલ સ્ટેશન પર મોટી સંખ્યામાં ભારતીયો ફરવા જાય છે.
ભારતના હિલ સ્ટેશન ભારતમાં ઘણા હિલ સ્ટેશન છે જ્યાં ઉનાળામાં ફરવા જવાની બધા લોકોને ઇચ્છા હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે ભારતનું સૌથી પહેલું હિલ સ્ટેશન અંગ્રેજોએ 200 વર્ષ પહેલા વસાવ્યું હતું. અંગ્રેજોએ વસાવેલા હિલ સ્ટેશન પર જવાને લોકોને જવાની મનાઇ હતી. આ હિલ સ્ટેશનો પાર્ટનર, મિત્રો કે પરિવાર સાથે ફરવા કે હનિમૂન માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં શિયાળામાં ભરપૂર હિમવર્ષા થાય છે. જો કે હાલ આ હિલ સ્ટેશન પર કોઇ પણ જઇ શકે છે. અહીં અંગ્રેજોએ વસાવેલા હિલ સ્ટેશનની જાણકારી આપી છે. (Photo: Social Media)
મસૂરી હિલ સ્ટેશન પહાડોની રાણી મસૂરી હિલ સ્ટેશન ભારતનું પ્રથમ હિલ સ્ટેશન છે, જે 200 વર્ષથી પણ જૂનું છે. અંગ્રેજોએ વર્ષ 1823માં ઉત્તરાખંડમાં મસૂર હિલ સ્ટેશન તરીકે વસાવ્યું હતું. તત્કાલિન સમયમાં ભારતીયોને અહીં આવવાની મનાઇ હતી. ઉનાળાની ગરમીમાં અંગ્રેજોએ અહીં ફરવા આવતા હતા. ઉંચો હિમાલય પર્વત, ઠંડી હવામાન પ્રવાસીઓને સુખદ અનુભવ આપે છે. આમ તો મસૂરી હિલ સ્ટેશન આખું વર્ષ ફરવા લાયક સ્થળ છે. (Photo: Social Media)
ચકરાતા હિલ સ્ટેશન ભારતનું મીની સ્વિત્ઝરલેન્ડ સમાન ચકરાતા હિલ સ્ટેશન પણ અંગ્રેજોએ વર્ષ 1866માં વસાવ્યું હતું. જો કે હાલ ઉત્તરાખંડમાં દહેરાદૂન જિલ્લામાં સ્થિત ચકરાતા પર હાલ ભારતીયો સિવાય અન્ય વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. દરિયાની સપાટીથી 2118 મીટર ઉંચાઇ પર આવેલું ચકરાતા પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. ચકરાતા હિલ સ્ટેશન પર ટાઇગર ફોલ્સ, બુધેર ગુફા, દેવવન, લાખામંડળ મંદિર, રામ તાલ ઉદ્યાન અને ચિલમિરિ લેક સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. (Photo: Social Media)
કસૌલી હિસ સ્ટેશન હિમાચલ પ્રદેશનું કસૌલી હિલ સ્ટેશન અંગ્રેજોએ આઝાદી પહેલા વસાવ્યું હતું. અહીં બ્રિટિશ રાજ દ્વારા 1842માં કોલોનિયલ હિલ સ્ટેશન તરીકે કેન્ટોનમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. કસૌલી શિમલા ચંડીગઢ રોડ પર પહાડી વિસ્તારમાં આવેલું છે. શહેરથી દૂર અને ઓછી ભીડના કારણે લોકો શાંતિ મેળવવા અહીં આવે છે. (Photo: Social Media)
નૈનીતાલ હિલ સ્ટેશન નૈનીતાલ ઉત્તરાખંડનું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અંગ્રેજોએ સમર વેકેશન માટે અહીં કોલોની વિકસાવી હતી. દિલ્હી આસપાસના લોકો વિકેન્ડમાં અહીં ફરવા આવે છે. નૈનીતાલમાં પ્રવાસીઓ ઉંચા પહાડ, વાદળ, સ્વચ્છ પાણીથી ભરેલા તળાવ, લીલાછમાં જંગલ, ફુલોથી સજેલી ખીણીઅને તળાવમાં બોટિંગ કરવાની મજા માણે છે. નૈનીતાલ આસપાસ ઘણા નાના મોટા હિલ સ્ટેશન આવેલા છે. (Photo: Social Media)