ભારતના 5 હિલ સ્ટેશન, જે અંગ્રેજોએ વિકસાવ્યા હતા, ઉનાળામાં લાગે છે પ્રવાસીઓની ભીડ
Famous Hill Stations In India: અહીયા ભારતના આવા જ હિલ સ્ટેશનની માહિતી આપવામાં આવી છે જ્યાં ફરવા જવું અંગ્રેજોને પણ ગમતું હતુ. હાલ આ હિલ સ્ટેશન પર દર વર્ષો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે. (Photo- Uttarakhand Tourism)
Famous Hill Stations In India: ઉનાળામાં હિલ સ્ટેશન પર ફરવા જવું સૌને ગમે છે. કારણ કે ઉનાળાની ગરમીમાં પણ હિલ સ્ટેશન પર તાપમાન ઓછું હોય છે. માત્ર ભારતીયોને જ નહીં અંગ્રેજોને પણ હિલ સ્ટેશન પર ફરવા જવું ગમતું હતું. આઝાદી પહેલા અંગ્રેજોએ ભારતમાં ઘણા હિલ સ્ટેશન વિક્સાવ્યા હતા, જ્યાં તેઓ ઉનાળાની ગરમીમાં ફરવા જતા હતા. (Photo- Uttarakhand Tourism)
અહીયા ભારતના આવા જ હિલ સ્ટેશનની માહિતી આપવામાં આવી છે જ્યાં ફરવા જવું અંગ્રેજોને પણ ગમતું હતુ. હાલ આ હિલ સ્ટેશન પર દર વર્ષો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે. (Photo- Uttarakhand Tourism)
કસૌલી (kasauli) કસૌલી ઉનાળાના વેકેશન ફરવા માટે એક બેસ્ટ ડેસ્ટિનેશન છે. કસૌલી હિમાચલ પ્રદેશમાં આવેલું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. શું તમે જાણો છો કે, આ હિલ સ્ટેશન અંગ્રેજોએ બનાવ્યું હતું. કસૌલી હિલ સ્ટેશન અંગ્રેજોએ ઉનાળામાં ફરવા માટે તેમના સમર ડેસ્ટિનેશન તરીકે વિકસાવ્યું હતું. ભારતમાં ઉનાળાની સીઝન શરૂ થતી ત્યારે અંગ્રેજો અહીં રજાઓ માણવા આવતા હતા. સ્વીટ્ઝરલૈંડથી પણ સુંદર કસૌલી પ્રવસાીઓને સ્વર્ગ જેવું લાગે છે. (Photo - wikipedia.org)
મસૂરી (mussoorie) ભારતના હિલ સ્ટેશનની વાત થાય અને મસૂરી યાદ ન આવે તે અશક્ય છે. ઉત્તરાખંડમાં આવેલું મસૂરી ભારતનું સૌથી લોકપ્રિય અને જૂનું હિલ સ્ટેશન છે. મસૂરીનું કુદરતી સૌંદર્ય સ્કોટલેન્ડથી કમ નથી. મસૂરીને પહાડોની રાણી અને અંગ્રેજીમાં ક્વીન ઑફ હિલ સ્ટેશન કહી શકો છો. અંગ્રેજોએ આ હિલ સ્ટેશનની શોધ કરી હતી અને આજે આ સ્થળ ભારતીયો માટે ફરવા માટેનું સૌથી પ્રિય સ્થળ બની ગયું છે. પ્રવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ મસૂરી હિલ સ્ટેશન ટોચ પર રહે છે. ઉત્તરાખંડ જતા પ્રવાસીઓ મસૂરી જવાનું ભૂલતા નથી. (Photo- Uttarakhand Tourism)
નૈનીતાલ (Nainital) ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન છે, જેમા નૈનીતાલ સૌથી વધુ પ્રખ્યાત અને લોકપ્રિય હિલ સ્ટેશનમાં સ્થાન ધરાવે છે. નૈનીતાલના લીલાછમ સુંદર પહડો, ખીણ- નદી અને તળવામાં બોટિંગ પ્રવાસીઓને ભરપૂર આનંદ આપે છે. નૈનીતાલ હિલ સ્ટેશન પણ અંગ્રેજોએ વસાવ્યું હતું. જો ઉત્તરાખંડ જાવ તો નૈનીતાલ જવાનું ભુલતા નહીં. (Photo- Uttarakhand Tourism)
શિમલા (Shimla) ભારતીયોને ફરવા જવાના સ્થળ વિશે પૂછવામાં આવે લો શિમલા - મનાલી યાદ આવે છે. શિમલા હિમાચલ પ્રદેશનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. શિમલાનો કુદરતી નજરો જોઇ પ્રવાસીઓ બધી ચિંતા ભૂલી જાય છે. ઉનાળા ઉપરાંત શિયાળામાં હિમ વર્ષાની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિમલા આવે છે. શિમલાાં એક થી ચઢિયાતા પ્રવાસન સ્થળો છે. (Photo - himachaltourism.gov)
ઔલી (Auli) ઔલી ઉત્તરાખંડમાં આવેલું લોકપ્રિય હિલ સ્ટેશન છે. ઔલી હિલ સ્ટેશન પર અંગ્રેજોએ વસાવ્યું હતું. ઉનાળાની ગરમીમાં પણ ઔલીનું ઠંડો વાતાવરણ પ્રવાસીઓને ખેંચી લાવે છે. ઉનાળા ઉપરાંત શિયાળામાં પણ મોટી સંખ્યામાં ઔલી આવે છે. શિયાળામાં ઔલીમાં હિમ વર્ષા થાય છે ત્યારે બફરમાં સ્કેટિંગ જેવી મજેદાર એક્ટિવિટી કરવાની પ્રવાસીઓને મજા પડે છે. પહાડોની વચ્ચે વસેલું ઔલી સ્વર્ગ જેવું લાગે છે. (Photo- Uttarakhand Tourism)