Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Coorg-hill-station.jpg)
ઉનાળામાં હિલ સ્ટેશન ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગરમીમાં પણ હિલ સ્ટેશન પર પ્રવાસીઓ ઠંડો અહેસાસ કરે છે. ભારતના કર્ણાટકનું કુર્ગ હિલ સ્ટેશન દુનિયાભરમાં પ્રખ્યાત છે, જેને કોડગુ પ્રવાસન સ્થળ તરીકે પણ ઓળખાય છે. કુર્ગ સમુદ્ર સપાટીથી 1525 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ સ્થળ ચા, કોફી અને ગાઢ જંગલો માટે પણ જાણીતું છે. જો તમે ઉનાળાની ગરમીથી પરેશાન છો અને કોઈ ઠંડી સ્થળે ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો કુર્ગ તમારા માટે પ્રખ્યાત હિલ સ્ટેશન છે. (Photo - Karnataka Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/karnataka-waterfalls.jpg)
મંડલપટ્ટી કુર્ગમાં ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. મંડલપટ્ટીનો અર્થ છે વાદળનું બજાર, જે લગભગ 4050૦ ફૂટની ઉંચાઇ પર આવેલું છે. મંડલપટ્ટી ટેકરીની ટોચ પર પુષ્પગિરી રિઝર્વ ફોરેસ્ટનો એક નાનો ભાગ છે. આ ટેકરી પર ચડીને તમે આ વિસ્તારના અદભૂત દૃશ્યો જોઈ શકો છો. આ ટેકરી પતમે બે માર્ગથી ચઢાણ કરી શકો છો. એબી ફોક્સ જંકસનમાંથી પસાર થવાનો એક ટૂંકો રસ્તો છે અને બીજો રસ્તો મકંદુરુ થઈને છે. જ્યાંથી તમે તેની સુંદરતાને વખાણ કરતા થાકશો નહીં. એન્ટ્રી ફી 5 રૂપિયા અને રોમિંગ ફી 25 રૂપિયા છે. તમે આ સ્થળે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો. અહીં આખો નજારો જોવો હોય તો એક રસ્તેથી અંદર જઈને બીજી બાજુથી બહાર નીકળો. (Photo - Karnataka Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Coorg-Bylakuppe.jpg)
નામદ્રોલિંગ મઠ, જેને સુવર્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કુર્ગ હિલ સ્ટેશનથી લગભગ 34 કિમી દૂર આવેલું છે. નામદ્રોલિંગ મઠને તિબેટીયન બૌદ્ધ ધર્મની શાળાઓનું સૌથી મોટું શિક્ષણ કેન્દ્ર માનવામાં આવે છે. બાયલાકુપ્પમાં વિશ્વની બીજી સૌથી મોટી તિબેટીયન વસાહત આવેલી છે. બૌદ્ધ મંદિરમાં ત્રણ માળનો આશ્રમ છે, જ્યાં 5000થી વધુ સાધુઓ રહે છે. તે ભગવાન બુદ્ધના ઉપદેશોને જાળવી રાખવા માટે માનવામાં આવે છે. અહીં ફરવા માટે તમારે ટિકિટ લેવી પડશે. આ મંદિરના દર્શન કરવાનો સમય સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીનો છે. તમે આ મંદિરના દર્શન કરી શકો છો. આ મંદિર પ્રવાસીઓની આસ્થાનું કેન્દ્ર રહે છે. (Photo - Karnataka Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Chikmagaluru.jpg)
કુર્ગ હિલ સ્ટેશનનું એક મુખ્ય જોવા લાયક સ્થળ રાજા સીટ છે. અહીંની સુંદરતા એવી છે કે પ્રવાસીઓ આપમેળે અહીં ખેંચાઇ આવે છે. આ સ્થળ કુર્ગ જિલ્લાના મડિકેરી ખાતે આવેલું છે. જો તમે પ્રકૃતિને પ્રેમ કરો છો તો આ જગ્યા તમારા માટે છે. અહીં સુંદર ફૂલોથી ભરેલા રાજાની બેઠક છે. ઉપરાંત સૂર્યાસ્ત અને સૂર્યોદયમાં અહીંનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. અહીં પ્રવાસીઓ સ્વર્ગ જેવો આનંદ માણે છે. (Photo - Karnataka Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Coorg-Abbey-Falls.jpg)
એબી ધોધ કુર્ગનું ખૂબ જ સુંદર સ્થળ છે. તે 70 ફૂટની ઉંચાઈથી પાણી નીચે પડે છે, જે ખરેખર જોવાલાયક સ્થળ છે. આ સ્થળ બ્રિટિશ શાસનકાળથી જ પ્રખ્યાત છે. કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં આ જગ્યાનું નામ જેસી ફોલ્સ હતું. એવું પણ માનવામાં આવે છે કે આ સ્થળનું નામ બ્રિટિશ પાદરીએ તેમની પુત્રીની યાદમાં રાખ્યું હતું. અહીં જવાની એન્ટ્રી ફી 15 રૂપિયા છે અને તમે અહીં સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફરી શકો છો. અહીં લીલાછમ પર્વતનો સુંદર નજારો જોવાનો આનંદ માણી શકો છો.(Photo - Karnataka Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Coorg-Tour-Plans.jpg)
ઇરુપ્પુ વોટર ફોલ્સ બ્રહ્મગિરિ પર્વતમાળા પર સ્થિત એક સુંદર ધોધ છે. આ ધોધની નજીક ભગવાન શિવનું રામેશ્વર મંદિર પણ છે. આ ધોધનું પાણી પ્રાચીન કાળથી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે આ ધોધ રામાયણ કાળથી ત્યાં છે. ઇરુપ્પુ ધોધને લક્ષ્મણ તીર્થ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. (Photo - Karnataka Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Coorg-Dubare-Elephant-Camp.jpg)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us