Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Lamayuru-village.jpg)
ઉનાળામાં ફરવા માટે ભારતમાં ઘણા પ્રખ્યાત સ્થળો છે. જેમાં જમ્મુ અને કાશ્મીર ફરવાની તમામ લોકોને ઇચ્છા હોય છે. કાશ્મરીને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. તો સ્વર્ગ સમાન કાશ્મીરમાં જ એક સુંદર સ્થળ છે, જેને ધરતીના ચંદ્ર કહેવામાં આવે છે. આ સ્થળની ભૌગોલિક સંરચના ચંદ્ર સમાન છે, આથી તેને ધરતી પરનો ચંદ્ર (Moonscape On Earth) કહેવામા આવે છે. (Photo - wikipedia)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Lamayuru-Gompa-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/lamayuru-moonscape-on-earth.jpg)
લેહમાં એક ગામ છે જેનું નામ લામાયુરુ. લેહથી લગભગ 110 કિમી દૂર લામાયુરુ ગામ આવેલું છે, જે એકદમ ચંદ્ર જેવું દેખાય છે. લામાયુરુ ગામની સુંદરતા જોઇ પ્રવાસઓ અભિભૂત થઇ જાય છે. (Photo - jktdc.co.in)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/lamayuru-moonland-.jpg)
લામાયુરુ ગામની આસપાસ બફરથી ઢંકાયેલા ઉંચા પહાડો, વૃક્ષો અને સ્વચ્છ વાદળી પાણી છે. ખાસ વાત એ છે કે, આ પાણીમાં ચંદ્રનો ફોટો સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને પુનમની રાત્રે અહીંયાની જમીન એકદમ ચંદ્ર જેવી ચમકે છે. આથી લામાયુરુને મૂનસ્કેપ કહેવામાં આવે છે.(Photo - jktdc.co.in)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Lamayuru-Buddhist-stupas.jpg)
ઘણા લોકોનું કહેવુ છે કે, લામાયુરુ ગામની ભૌગોલિક સંરચના એકદમ ચંદ્ર જેવી છે. ચંદ્રની જેમ અહીંયા વધારે વૃક્ષો નથી અને હવાનું દબાણનો અનુભવ થતો નથી. આથી તેને મૂનલેન્ડ કહેવામાં આવે છે.(Photo - jktdc.co.in)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Lamayuru-village-Buddhist-stupas.jpg)
લામાયુરુ ગામની સુંદરતા માત્ર ચંદ્ર સુધી મર્યાદિત નથી. એક અન્ય સ્થળ પણ છે જેના કારણે લોકો અહીં ફરવા આવે છે. સામાન્ય રીતે તારા આકાશમાં દેખાય છે. પણ અહીંયા રાત્રીના સમયે તારાઓ જમીન પર ઉતરી આવ્યા હોય તેવું દ્રશ્ય અનુભવ થાય છે. ચમકતા તારાનો અદભુત નજારો જોવા પ્રવાસીઓ અહીં ખેંચાઇ આવે છે. (Photo - jktdc.co.in)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Lamayuru-Monastery-stupas.jpg)
લામાયુરુના પ્રખ્યાત ફરવા લાયક સ્થળોમાં લામાયુરુ મોનેસ્ટ્રી છે, જેને જોવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. તેને માત્ર લામાયુરુ ગામ જ નહીં પણ સમગ્ર લેહ લદ્દાખનું પ્રાચીન મઠ માનવામાં આવે છે. કહેવાય છે કે, આ મોનેસ્ટ્રીની શોધ 11મી સદીમાં મહાસિદ્ધાચાર્ય નારોપા એ કરી હતી. પાંચ માળનું આ મોનેસ્ટ્રી પહાડ પર બનેલું છે. (Photo - wikipedia)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Lamayuru-tour-visit.jpg)
લામાપુરુ જમ્મુ કાશ્મીરના લેહમાં આવેલું છે. તમે લેહથી લામાયુરુ આવી શકો છે. લેહથી લામાયુરુ ગામ આવવા માટે બસ મળે છે. જે દરરોજ સવારે 10 થી બપોરે 12 વાગે લામાયુરુ ગામ માટે ઉપડે છે. નજીકનું એરપોર્ટ શ્રીનગર છે. શ્રીનગરથી લેહ પહોંચી તમે બસ મારફતે લામાયુરુ પહોંચી શકો છો. (Photo - jktdc.co.in)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us