Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Water-Park.jpg)
ઉનાળામાં વોટર પાર્કમાં નાહવાની બાળક થી લઇ યુવાનોને મજા પડે છે. વોટર પાર્કમાં ઠંડા પાણી, જાત જાતની રોમાંચક રાઈટ્સ, વોટર એક્ટિવિટી ગરમીનો અહેસાસ થવા દેતી નથી. જો તમે પણ વોટર પાર્કમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો, આ સમાચાર તમારા માટે જ છે. અહીંયા અમદાવાદ નજીક આવાલા પ્રખ્યાત 7 વોટર વોટર પાર્ક અને એન્ટ્રી ફીની જાણકારી યાદી આપવામાં આવી છે. (Photo - Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Shankus-Water-Park.jpg)
શંકુઝ વોટર પાર્ક ગુજરાતનું સૌથી પ્રખ્યાત વોરટ પાર્ક છે. શંકુઝ વોરટ પાર્ક અમદાવાદ મહેસાણા હાઇવે આવેલો છે. એક થી એક ચઢિયાતી રાઇટ્સ છે. સ્વચ્છ અને સુંદર માહોલમાં લોકોને વોટર પાર્કમાં સ્વીમિંગ અને રાઇટ્સ માણવાની મજા પડે છે. શંકુઝ વોટર પાર્કમાં એક વ્યક્તિનો એન્ટ્રી ચાર્જ સોમવાર થી શનિવારે 1225 અને રવિવાર 1425 રૂપિયા હોય છે. લોકર અને સ્વીમિંગ શુટના ચાર્જ અલગથી ચૂકવવાનો હોય છે. (Photo - Shankus Water Park)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Swapna-Srushti-Resort-Water-Park-Charges.jpg)
સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક અમદાવાદ નજીક આવેલું સૌથી લોકપ્રિય અને જૂનું વોટર પાર્ક છે. સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક ગાંધીનગર મહુડી રોડ પર આવેલું છે. સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં 1 વ્યક્તિની એન્ટ્રી ફી 500 રૂપિયા છે. જેન્ટ્સ માટેના કોસ્ચ્યુમનો ચાર્જ 80 રૂપિયા, મહિલાના કોસ્ચ્યુમના 100 રૂપિયા, લોકર ચાર્જ 50 રૂપિયા, ટ્યુબનો ચાર્જ 50 રૂપિયા અને ટુવાલનો ચાર્જ 50 રૂપિયા છે. (Photo - Swapna Srushti Resort)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/The-Enjoy-City-water-park.jpg)
ધ એન્જોય સિટી વોટર પાર્ક મહીસાગર નદીના કિનારાની નજીક બોરસદમાં આવેલું છે. આ વોટર પાર્કની એન્ટ્રી ટિકિટ સોમવાર થી શનિવાર માટે 799 રૂપિયા અને 3 ફુટની નીચા બાળકો માટે 599 રૂપિયા છે. તો રવિવાર માટે પ્રવેશ ફી અનુક્રમે 999 રૂપિયા અને 799 રૂપિયા છે. (Photo - The Enjoy City)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/jaldhara-water-park.jpg)
જલધારા વોટર પાર્ક અમદાવાદમાં મણિનગર ખાતે આવેલું પ્રખ્યાત વોટર પાર્ક છે. આ વોટર પાર્કમાં જલધારા વોટર પાર્કમાં વિવિધ પ્રકારની 27 વોટર રાઇટ્સ અને ફન એક્ટિવિટી છે. જલધારા વોટર પાર્કમાં 3 થી 12 વર્ષના બાળકની એન્ટ્રી ફી 250 રૂપિયા છે. તો 12 થી 50 વર્ષના વ્યક્તિ માટે 450 રૂપિયા તેમજ 50 વર્ષથી ઉંમરના વ્યક્તિઓ માટે 150 રૂપિયા એન્ટ્રી રાખવામાં આવી છે. (Photo - Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Bliss-Aqua-World-Resort-Water-Park.jpg)
બ્લિસ એકવા વર્લ્ડ રિસોર્ટ વોટર પાર્ક ઉંઝા નજીક આવેલો ફેમસ વોટર પાર્ક છે. બ્લિક વોટર પાર્કમાં 3 ફુટથી વધુ ઉંચાઇ ધરાવતી વ્યક્તિઓ માટે સોમવાર થી શનિવારની એન્ટ્રી ફી 800 રૂપિયા અને રવિવારની પ્રવેશ ટિકિટ 1000 રૂપિયા છે. લોકર કોસ્ચ્યુમ સહિત અન્ય સુવિધાના ચાર્જ અલગથી ચૂકવવા પડશે. (Photo - Bliss Aqua World Resort)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/suswa-water-park-tickets.jpg)
સુસ્વા વોટર પાર્ક ઈડારમાં આવેલું છે. સુસ્વા વોટર પાર્કમાં સોમવાર થી શનિવાર માટે પુખ્ત વયના વ્યક્તિ દીઠ 499 રૂપિયા એન્ટ્રી ફી છે. તો રવિવાર માટે પ્રવેશ ફી 599 રૂપિયા છે. તો 3 ફુટના બાળકોની એન્ટ્રી ફી 399 અને રવિવારના દિવસે 499 રૂપિયા છે. (Photo - Suswa Water Park)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Shree-Ganesha-Fun-World-.jpg)
શ્રી ગણેશ ફન વર્લ્ડ વોટર પાર્ક કડીમાં આવેલું છે. શ્રી ગણેશ ફન વર્લ્ડ વોટર પાર્કના વિવિધ ચાર્જની વાત કરીયે તો સોમ થી શનિ પખ્ત વ્યક્તિનો એન્ટ્રી ચાર્જ 700 રૂપિયા અને બાળકનો 550 રૂપિયા છે. તો રવિવાર માટેનો ચાર્જ અનુક્રમે 900 રૂપિયા અને 700 રૂપિયા છે.લોકર, કોસ્ચ્યુમ સહિત અન્ય સુવિધાઓ માટે તમારે અલગથી ચાર્જ ચૂકવવા પડશે. ઉનાળામાં વોટર પાર્કનો પ્રવાસબાળકોની સાથે મોટા વ્યક્તિઓ માટે પણ મજેદાર બની રહે છે. (Photo - Shree Ganesha Fun World )


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us