Monsoon Trip: ચોમાસામાં મંઝિલ થી વધુ સુંદર દેખાય છે આ રસ્તા, મિત્રો કે પાર્ટનર સાથે ફરવા ઉપડો
5 Stunning Monsoon Road Trips in India : ચોમાસાના વરસાદની મજા માણવા અને કુદરતી દ્રશ્યોનો નજારો જોવા માટે ભારતના આ 5 રોડ ટ્રીપ રૂટ ઉત્તમ છે. અહીં હરિયાળી, ઉંચા પહાડ અને ઉંડી ખીણ, નદી ઝરણાં, વાદળો અને વરસાદની મજા માણવા મળે છે.
ભારતમાં ચોમાસાના વરસાદમાં ફરવાના 5 રોડ ટ્રીપ રૂટ ચોમાસાના વરસાદમાં ફરવાની મજા જ અલગ હોય છે. વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. લીલાછમ પહાડ અને મેદાન, વાદળો, ઝરમર વરસાદ, નદી, ઝરણાં અને ઠંડી હવા અદભુત આનંદ આપે છે. જો તમે ચોમાસાના વરસાદમાં કુદરતી નજારો જોવાની ઇચ્છા છે તો મિત્રો અને પાર્ટનર સાથે ભારતના આ 5 રોડ ટ્રીપ પર જઇ શકાય છે. આ 5 રોડ ટ્રીપ પર ચોમાસાના વરસાદમાં અદભુત કુદરતી દ્રશ્યો જોવા મળે છે. (Photo: Freepik)
ચંડીગઢ થી કસૌલી શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું પહાડી વિસ્તારોમાં ફરવાની અલગ જ મજા છે. આમ તો ચોમાસામાં પહાડી પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો હોય છે પરંતુ વરસાદ સામાન્ય હોય ત્યારે રોડ ટ્રીપની મજા માણી શકાય છે. પ્રવાસીઓમાં ચંડીગઢ થી કસૌલીની બાઇક રાઇડ બહુ પ્રખ્યાત છે, જે 59 કિમીનો માર્ગ 2 થી 3 કલાકમાં કાપી શકાય છે. અહીં ઉંચા પહાડ, ઉંડી ખીણ અને ચારે બાજુ હરિયાળી જોવા મળે છે, જે આંખોને ઠંડક આપે છે. વિકેન્ડમાં મિત્રો કે પાર્ટનર સાથે ચંડીગઢથી કસૌલીની રોડ ટ્રીપ યાદગાર રહે છે. (Photo: Freepik)
મુંબઇ થી ગોવા રોડ ટ્રીપ ચોમાસાના વરસાદમાં મુંબઇ થી ગોવાની રોડ ટ્રીપ એક યાદગાર પ્રવાસ બની શકે છે. વરસાદની સીઝનમાં ગોવા જતા રસ્તા કાશ્મીરની ઘાટી જેવા સુંદર દેખાય છે. ચારે બાજુ હરિયાળી, નારિયેળીના ઝાડ, ખુલ્લું આકાશ અને ઝરમર વરસાદ પ્રવાસીને ફિલ્મ દ્રશ્ય જેવી મજા આપે છે. મુંબઇ થી ગોવા 586.6 કિમી દૂર છે. આથી બાઇક કે કાર દ્વારા એક દિવસમાં સરળતાથી પહોંચી શકાય છે. (Photo: Freepik)
દિલ્હી થી ગ્વાલિયર જો તમે દિલ્હીમાં રહો છો અને લોંગ ડ્રાઇવનો પ્લાન છે તો ગ્વાલિયર બેસ્ટ પ્લેસ છે. ચોમાસામાં દિલ્હીથી ગ્વાલિયર સુધીની રોડ ટ્રીપ દરમિયાન રસ્તામાં મથુરા અને આગ્રા જેવા સ્થળો પણ ફરી શકાય છે, જે પ્રવાસને યાગદાર બનાવે છે. દિલ્હીથી ગ્વાલિયર 361 કિમી દૂર છે. (Photo: Freepik)
ઉદયપુર થી માઉન્ટ આબુ ચોમાસામાં રાજસ્થાન ફરવા લાયક ઉત્તમ સ્થળ છે. જો તમે ઉદયપુર ફરવા જાવ તો રિટર્નમાં માઉન્ટ આબુની ટ્રીપ પ્રવાસીની મજા બમણી કરે છે. ચોમાસાના વરસાદમાં અહીંનો કુદરતી નજારો જોવાલાયક હોય છે. ઉદયપુરથી માઉન્ટ આબુ 161 કિમી દૂર છે અને 4 થી 5 કલાકમાં સરળતાથી પહોંચી શકાય છે. (Photo: Freepik)
બેંગ્લોર થી ઉંટી બેંગ્લોરથી ઉંટી 290 કિમી દૂર છે. રાઇડર 6 થી 7 કલાકમાં પોતાના વાહન પર સરળથી પહોંચી શકે છે. આ બેંગ્લોરથી ઉંટીના રસ્તા પર ચોમાસાના વરસાદમાં આકર્ષક દ્રશ્ય જોવા મળે છે. યાત્રા દરમિયાન લીલી ચાદર ઓઢેલા પહાડોનો નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. પ્રવાસીઓ વાહન રોકી કુદરતી સૌંદર્યનો નજારો માણે છે. ઘણા સ્થળો પર વાદળોની ઉપર ગાડી ચલાવી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. યાત્રા દરમિયાન પ્રવાસીઓ કેમેરામાં ફોટો અને વીડિયો ગ્રાફી કરી યાદગાર ક્ષણોને સાચવી રાખે છે. (Photo : Social Media)