Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/fruit-dishes-for-summer-diet.jpg)
ઉનાળાની ગરમી લોકોને પરેશાન કરી નાંખે છે. પાણીની ઉણપ થતા ઘણી વખત શરીર ઝડપથી ડિહાઇડ્રેટ થઇ જાય છે, જેના કારણે થાક લાગે છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ્સ વધુ પાણી પીવાની અથવા પાણીવાળા ફળો અને શાકભાજી ખાવાની ભલામણ કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Summer-Fruits-Dishes.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Watermelon.jpg)
ગરમીની ઋતુમાં તરબૂચ મોટા પાયે બજારમાં મળી રહે છે. ઉનાળામાં તરબૂચ ખાઈ શકાય છે. તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન્સ પણ હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે તેમજ પાચનશક્તિમાં પણ સુધારો કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Mango-1.jpg)
ઉનાળાના દિવસોમાં લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં ઘણા પ્રકારના વિટામિન્સ હોય છે, જે ત્વચાને સુધારવાની સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Pineapple.jpg)
અનાનસ એ ઉનાળા માટે એક શ્રેષ્ઠ ફળ છે. તે ખાવાથી શરીરને ઠંડક મળે છે. તેમાં લગભગ 80 ટકા પાણી હોય છે. વિટામિન સીથી ભરપૂર અનાનસ ખાવાથી ઈમ્યુનિટી તો વધે જ છે, સાથે સાથે તે પાચનક્રિયાને પણ ખૂબ જ મજબૂત બનાવે છે. તમે સ્મૂધીમાં અનાનસ ખાઈ શકો છો અથવા તેને સીધા કાપી શકો છો. ઉનાળાની ઋતુમાં તેને ડાયટમાં સામેલ કરવું જોઈએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Grapes-.jpg)
દ્રાક્ષને ઉનાળાનો સુપર ફૂડ કહેવામાં આવે છે. તે ખાવામાં અદ્દભુત હોય છે સાથે સાથે શરીરને ઠંડુ અને હાઇડ્રેટ પણ રાખે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનું પ્રમાણ છે. દ્રાક્ષ ખાવાથી શરીર ડિટોક્સિફાઈ થાય છે. તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Coconut-Water-1.jpg)
તમે ઉનાળાની ઋતુમાં દિવસમાં બે વાર નાળિયેર પાણી પી શકો છો. તે શરીરને તરત જ હાઇડ્રેટ કરે છે. તેમાં અનેક પ્રકારના મિનરલ્સ જોવા મળે છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. તેને પીવાથી પેટ ઠંડુ રહે છે. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us