Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Haridwar-Rishikesh-Trip.jpg)
ઉત્તરાખંડના હરિદ્વાર ઋષિકેશ પ્રખ્યાત યાત્રાધામ છે. ઋષિકેશ ધાર્મિક તીર્થ ધામ સાથે એડવેન્ચર માટે પણ ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે. ઋષિકેશ કોણ પણ સીઝનમાં ફરવા જઇ શકે છે. ઋષિકેશ આધ્યાત્મ અને યોગ નગરી છે. જો તમે ઋષિકેશ ફરવા જવાનો છો તો આ 5 સ્થળોી મુલાકાત વગર તમારો પ્રવાસ અધુરો ગણાશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/uttarakhand-tourism-rishikesh-triveni-ghat.jpg)
ઋષિકેશ જાઓ તો ત્યાંના ત્રિવેણી ઘાટ પર સમય પસાર કરો. ત્રિવેણી ઘાટ પર ત્રણ નદીનો સંગમ થાય છે. માન્યતા મુજ અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. આ સ્થાન હિંદુ પૌરાણિક કતામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ ત્રિવેણી ઘાટ પર સવારે, બપોર અને સાંજે ત્રણ વખત ગંગા આરતી થાયછે. સાંજની આરતી જરૂર જોવી જોઇએ. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/uttarakhand-tourism-rishikesh-trimbakeshwar-temple.jpg)
ઋષિકેશનું ત્ર્યંબકેશ્વર મંદિર પ્રસિદ્ધ લક્ષ્મણ ઝુલા નજીક આવેલું છે. આ મંદિરની સ્થાપના શ્રી શ્રી 108 ભ્રમભી સ્વામી કૈલાશાનંદ દ્વારા કરવામાં આવી હતી. 13 માળનું આ ભવ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર 13 માળના મંદિર તરીકે પણ પ્રખ્યાત છે. (Photo: Uttarakhand Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/uttarakhand-tourism-rishikesh-Vashishta-Gufa.jpg)
ઋષિકેશથી લગભગ 25 કિમી દૂર વશિષ્ઠ ગુફા આશ્રમ આવેલો છે, જે શાંતિ અને ધ્યાન કરવા માટે યોગ્ય સ્થળ છે. આ ગુફામાં સ્વામી પુરુષોત્તમનંદે તપસ્યા કરી હતી. ઋષિકેશ આવનાર પ્રવાસીઓ એ આ ગુફાની અચુક મુલાકાત લેવી જોઇએ. (Photo: @tribhavmahadeshwar)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/uttarakhand-tourism-rishikesh-janki-setu.jpg)
આધ્યાત્મિક શહેર ઋષિકેશમાં સ્થિત જાનકી સેતુની સુંદરતા પ્રવાસીઓના મન મોહી લે છે. જી20 બેઠક દરમિયાન તેને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. જાનકી સેતુ અને આસપાસની દિવાલો પર રંગબેરંગી તસવીરો સેતુની સુંદરતા વધારે છે અને ફોટોશુટ કરવા માટે ઉત્તમ સ્થળ છે. અહીં પ્રિયદર્શિની પાર્ક અને યોગ પાર્ક બનેલા છે. (Photo: Uttarakhand Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Beatles-Ashram.jpg)
ઋષિકેશમાં વર્ષ 1961માં મહર્ષિ મહેશ યોગી દ્વારા યોગ અને ધ્યાનના શિક્ષણ માટે એક આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. 60ના દાયકામાં પ્રસિદ્ધ બીટલ્સ બેન્ડ ધ્યાનની શોધમાં આ આશ્રમમાં આવ્યા, ત્યારથી આ સ્થાન બીટલ્સ આશ્રમના નામે પ્રસિદ્ધ થયું છે. આ આશ્રમમાં બીટલ્સ બેન્ડના સભ્યો આવીને રોકાયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us