Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Famous-Tourist-Places-In-Gujarat.jpeg)
ગુજરાતમાં ફરવા માટે ઘણા સ્થળો છે. મંદિરો, દરિયા કિનારાના બીચ અને હિલ સ્ટેશન સહિત ઘણા પ્રખ્યાત સ્થળો લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ઉનાળા બાદ હવે ચોમાસું થઇ રહ્યું છે. જો તમે હજી પણ ફરવા નથી ગયા તો ચોમાસાના વરસાદ પહેલા ગુજરાતના આ 5 સ્થળો પર ફરી આવી જો. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Polo-Forest-6.jpg)
પોળોના જંગલ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. ઇડર નજીક અરવલ્લીની પર્તતમાળામાં આવેલા વિજયનગર પોળોના જંગલમાં કુદરતી સૌંદર્ય, નદી, વન્ય પશુ પક્ષી અને પ્રાણીઓ, વિશાળ ડેમ જોવાનો આનંદ માણી શકે છે. જંગલની અંદર પ્રાચીન મંદિરોની કોતરણી જોઇ મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Girnar-1.jpg)
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગીરનાર પવિત્ર તીર્થાધામ છે. 9999 પગથિયાં ચઢીને ગીરનારની સૌથી ઉંચી ટોચે ગુરુ દત્તાત્રેય શિખર સુધી પહોંચી શકાય છે. ગીરનાર પર ટ્રેકિંગ કરવાની સાથે સાથે જંગલનું કુદરતી સૌંદર્ય, પ્રાચીન મંદિરોના દર્શન કરી શકાય છે. ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચવા માટે રોપવેની સુવિધા છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Shivrajpur-Beach-7.jpg)
શિવરાજપુર બીચ દ્વારકા નજીક આવેલું સ્થળ છે. ભારતના બ્લુ ફેગ સર્ટિફિકેટ ધરાવતા બીચમાં શિવરાજપુરનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ પર સ્વચ્છ પાણીમાં નાહવાની, રેતમાં રમવાની, બોટિંગ અને સ્કૂબા જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકાય છે. ચોમાસામાં દરિયો તોફાની બને છે. આથી સરકાર દ્વારા ચોમાસાની સીઝનમાં પ્રવાસીઓ માટે શિવરાજપુર બીચ બંધ કરવામાં આવે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Junaraj.jpg)
જાંબુઘોડા અભયારણ્ય પાવાગઢ ચાંપેનારથી 20 કિમી દૂર આવેલું છે. જાંબુઘોડા અભ્યારણ વિવિધ પ્રાણી પક્ષીઓ અને ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જોવા મળે છે. અહીં કડા અને ટારગોલ નામના બે જળાશય છે અભ્યારણની સુંદરતામાં વધારો કરે છે. જાંબુઘોડા અભ્યારણ નજીક પાવાગઢ, ચાંપાનેર, ઝંડ હનુમાન, સુખી ડેમ, કડા ડેમ જોવાલાયક સ્થળો છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Jambughoda-Wildlife-Sanctuary.jpg)
જુનારાજ ગુજરાતના નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં આવેલું પ્રાકૃતિક સ્થળ છે. આ સ્થળ અગાઉ રાજપીપળા સ્ટેટનું મુખ્ય મથક હોવાથી આ ગામનું નામ જુનારાજ પડ્યું છે. અહીં રજવાડા સમયનું નિલકંઠ મહાદેવ મંદિર અને કિલ્લો છે, જે ચોમાસાના વરસાદ બાદ કરજણ ડેમના પાણીમાં ડુબી જાય છે. આથી જુનારાજ ફરવું હોય તો ચોમાસું શરૂ થાય તેની પહેલા જવું. અહીં કુદરતી સુંદરતા સાથે આદિવાસી લોકસંસ્કૃતિને નજીકથી માણવાનો મોકો મળે છે. (Photo: Gujarat Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us