પ્રવાસ : ભારતની પ્રસિદ્ધ 5 ટોય ટ્રેન, જેમા બેસતા જ મન મોર બની થનગાટ કરશે
Famous Toy Train Trip In India: ભારતમાં અંગ્રેજોના સમયની ટોય ટ્રેનો હજી પણ દોડી રહી છે. અહીં આવી 5 ટોય ટ્રેન વિશે જાણકારી આપી છે, જેમા મુસાફરી યાદગાર અનુભવ બની રહે છે. ટોય ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઉંચા પહાડ, વાદળો, નદી ઝરણાં અને ખીણનો સુંદર કુદરતી નજારો જોવા મળે છે.
ભારતની પ્રસિદ્ધ 5 ટોય ટ્રેન ટ્રેન ભારતની જીવાદોરી કહેવાય છે. ભારતના રેલવે વિભાગ દ્વારા કાશ્મીરથી કન્યા કુમારી અને ગુજરાથી મણિપુર સુધી દરરોજ હજારોની સંખ્યામાં નાની મોટી ટ્રેન દોડાવવામાં આવે છે. આ બધા વચ્ચે હેરિટેજ ટોય ટ્રેનમાં મુસાફરી યાદગાર પ્રવાસ બની રહે છે. અહીં ભારતની પ્રસિદ્ધ 5 ટોન ટ્રેન વિશે જાણકારી આપી છે, જે પ્રવાસન સ્થળો પરથી પસાર થાય છે ત્યારે અદભુત કુદરતી સૌંદર્ય જોવા મળે છે. (Photo: Social Media)
કાલકા શિમલા ટોય ટ્રેન : Kalka Shimla Toy Train કાલકા શિમલા ટોય ટ્રેન હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને કાલકા વચ્ચે દોડે છે. આ ટોય ટ્રેન કાલકા રેલવે સ્ટેશનથી ઉપરની તરફથ ચઢવાનું શરૂ કરે છે અને 2076 મીટર ઉંચાઇ પર આવેલા શિમલા પહોંચે છે. આ ટોય ટ્રેન 5 કલાકમાં 96 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેન 102 સુગર અને 87 પુલ પરથી પસાર થાય છે. આ રૂટ માટે સૌથી સારી ટ્રેન શિવાલિક એક્સપ્રેસ છે, જે વહેલી સવારે ઉપડે છે અને સવારે 11 વાગે શિમલા પહોંચે છે. આ ટોય ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કાલકા થી શિમલા વચ્ચેના ઉંચા પહાડ, વાદળ, ખીણ, ઝરણા અને નદીનું મનોરમ્ય કુદરતી સૌંદર્ય જોવા મળે છે. શિમલા ફરવા જનાર દરેક વ્યક્તિએ કાલકા શિમલા ટોય ટ્રેનમાં બેસવાની મજા માણવી જ જોઇએ. (Photo: Social Media)
દાર્જિલિંગ હિમાલયન રેલવે : Darjeeling Himalayan Railway દાર્જિલિંગ હિમાલયન રેલવે ન્યુ જલપાઇગુડી થી દાર્જિલિંગ વચ્ચે દોડે છે. આ ટોન ટ્રેન 7 કલાકમાં 88 કિમીનું અંતર કાપે છે. દાર્જિલિંગ હિમાલયન રેલવે ટ્રેન ધૂમ સ્ટેશન પરથી પસાર થાય છે, જે 7407 ફુટની ઉંચાઇ પર આવેલું ભારતના સૌથી ઉંચું રેલવે સ્ટેશન છે. છેલ્લે રેલવે સ્ટેશન દાર્જિલિંગ છે, જે 6812 ફુટની ઉંચાઇ પર આવેલું ચે. સ્ટીમ લોકોમોટિવનો ઉપયોગ ધૂમ અને દાર્જિલિંગ સ્ટેશન વચ્ચે થોડાક સમય માટે જોય રાઇડ તરીકે કરવામાં આવે છે. આ ટ્રેન દાર્જિલિંગના રસ્તા અને બજારોમાંથી પસાર થાય છે. આ ટ્રેનને યુનિસ્કોની હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. આ ટ્રેનમં મુસાફરી કરતી વખતે રમકડાની ટ્રેનમાં બેસવાનો અનુભવ થાય છે. (Photo: Social Media)
માથેરાન ટોય ટ્રોન : Matheran Toy Train ભારતના સૌથી નાના અને પ્રદૂષણ મુક્ત માથેરાન હિલ સ્ટેશન પર ટોય ટ્રેનમાં બેસી જ પહોંચી શકાય છે. માથેરાન પર ખાનગી વાહનો લઇ જવા પ્રતિબંધ હોવાથી અહીં ટોય ટ્રેનમાં બેસી જ પહોંચવું પડે છે. આ ટોય ટ્રેન નરેલ થી માથેરાન વચ્ચેનું 21 કિમીનું અંતર 2 કલાકમાં પુરુ કરે છે. ચોમાસના વરસાદમાં ટોય ટ્રેન ઘણી વખત બંધ કરી દેવાય છે. ટોય ટ્રેન નરેલ રેલવે સ્ટેશનથી 803 મીટરની ઉંચાઇ પર આવેલા માથેરાન હિલ સ્ટેશન પર લઇ જાય છે. ટોય ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઉંચા પહાડ, ખીણ, ઝરણા અને નદીનો અલૌકિક કુદરતી નજારો જોવા મળે છે.(Photo: Social Media)
કાંગડા વેલી ટ્રેન : Kangra Valley Train કાંગડા ઘાટી ટ્રેન પંજાબના પઠાણકોટ થી હિમાચલ પ્રદેશના જોંગીન્દરનગર સુધી દોડે છે. કાંગડા વેલી ટ્રેન 164 કિમીનું અંતર 9 કલાકમાં કાપે છે. કાંગડા ઘાટી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે બરફથી ઢંકાયેલા પહાડ, નદીઓ, ઉંચા વૃક્ષો અને ખીણનો અદભુત નજારો મુસાફરોને આનંદ આપેછે. આ ટ્રેનમાં બેસીને શક્તિપીઠ જ્વાલાજી મંદિરના દર્શન પણ કરી શકાય છે. (Photo: Social Media)