Hill Station: યે હસી વાદીયા યે ખુલા આસમાં… આ હિલ સ્ટેશન જોઇ મંત્રમુગ્ધ થઇ જશો
Hill Station In Himachal Pradesh: પઠાણકોટ નજીક આવેલા આ 5 હિલ સ્ટેશન ઉનાળો હોય કે ચોમાસું શિયાળો ભારેય મહિના ફરવા જઇ શકે છે. શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને અદભુત શાંતિ આપે છે.
હિલ સ્ટેશન પ્રવાસ હિલ સ્ટેશન ઉનાળામાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. ઉંચાઇ પર આવેલા હિલ સ્ટેશન પર ઉનાળામાં પણ હવામાન ઠંડુ હોય છે. તેમાય જ્યારે હિલ સ્ટેશન હિમાલય પર્વતની નજીક હોય ત્યારે ફરવાની અદભુત આવે છે. અહીં પઠાણકોટ નજીક આવેલા પ્રખ્યાત 5 હિલ સ્ટેશન વિશે જાણકારી આપી છે, જ્યાનો કુદરતી નજારો જન્નત જેવો દેખાય છે. (Photo: Social Media)
ડેલહાઉસી | Dalhousie પઠાણકોટથી માત્ર 81 કિમી દૂર આવેલું ડલહાઉસી હિમાચલ પ્રદેશનું એક સુંદર અને લોકપ્રિય હિલ સ્ટેશન છે. શાંત વાતાવરણ, ઠંડી હવા અને બફર પ્રવાસીઓને આદભૂત આનંદ આપે છે. ડેલહાઉસીમાં ઉંડી ખીણ, દેવદાર અને ચીડના ઉંચા વૃક્ષો માંથી પસાર થતો રસ્તો અને આકર્ષક ઇમારતો આ સ્થળને ખાસ બનાવે છે. મિની સ્વિત્ઝરલૅન્ડ કહેવાતું ખજિયાત અહીથી બહુ નજીક છે. પ્રી વેડિંગ ફોટોગ્રાફી માટે પણ ડેલહાઉસી ઉત્તમ સ્થળ છે. (Photo: Social Media)
ચંબા : Chamba ચંબા પઠાણકોટથી 102 કિમી દૂર આવેલું અદભુત હિલ સ્ટેશન છે, જે તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિ વારસા માટે પ્રખ્યાત છે. હિમાચલ પ્રદેશમાં રાવી નદી કિનારે આવેલું ચંબા સુંદર ખીણો, મંદિરો અને જુના કિલ્લા માટે પણ ઓળખાય છે. અહીં શાંતિની ક્ષણો વિતાવવા માટે ઉત્તમ આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓ ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ અને કેપિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણે છે. ચંબામાં ભૂરી સિંહ મ્યુઝિયમ, ચમેરા તળાવ અને લક્ષ્મીનારાયણ મંદિર જેવા ઘણા જોવાલાયક સ્થળો છે. (Photo: Social Media)
પાલમપુર : Palampur પાલમપુર પઠાણકોટથી 111 કિમી દૂર આવેલું આ હિલ સ્ટેશન ચાના બગીચા, શાંત વાતાવરણ અને આકર્ષક પહાડોના નજારા માટે પ્રખ્યાત છે. હિમાચલ પ્રદેશનું આ હિલ સ્ટેશન લીલાછમ પરિદ્રશ્ય વચ્ચે ધૌલાઘારના પર્વતના ખોળમાં વસેલું સુંદર પ્રવાસ સ્થળ છે. અહીં આખા વર્ષ હવામાન સુખદ હોય છે, આથી શહેરની ભીડથી દૂર શાંતિ મેળવવા માટે લોકો માટે આ સ્થળ ઉત્તમ છે. અહીં ટી ગાર્ડન, આર્ટ ગેલેરીની મુલાકાત અને આંદ્રેટા ગામમાં લોક કલા જોવાની મજા પડે છે. પાલમપુરને નોર્થ ઈન્ડિયાનું ટી કેપિટલ કહેવાય છે. (Photo: Social Media)
મેકલોડગંજ : McLeod Ganj પઠાણકોટથી 89 કિમી દૂર આવેલું મેકલોડગંજ હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશના સૌથી સુંદર સ્થળો પૈકીનું એક છે. ધર્મશાળા નજીક આવેલુ મેકલોડગંજ તિબ્બતિયન માહોલ, મોનેસ્ટ્રીઝ, ઝરણાં અને કાફે કલ્ચર માટે પ્રસિદ્ધ છે. શાંત વાતાવરણ, રંગીન બજાર અને ટ્રેકિંગ રૂટ્સ યુવાઓ વચ્ચે લોકપ્રિય બનાવે છે. ભાગસૂ ઝરણું, નામગ્યાલ મોનેસ્ટ્રી અને ત્રિઉંડ ટ્રેક જેવા આકર્ષક સ્થળો જોવાલાયક છે. અહીં તિબ્બતિયન થી લઇ ઇટાલિયન ભોજનનો સ્વાદ માણવા મળે છે. (Photo: Social Media)
ધર્મશાળા | Dharamshala હિમાચલ પ્રદેશના ધર્મશાળા હિલ સ્ટેશન પઠાણકોટથી 85 કિમી દૂર છે. ધર્મશાળા માત્ર કુદરતી સુંદરતા માટે જ નહીં, તિબ્બતિયન સંસ્કૃતિ, મોનેસ્ટ્રીઝ, દલાઇ લામાના નિવાસ સ્થાન અને ક્રિકેટ મેદાન માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ઉંચા ઉંચા પહાડ, શાંત તળાવ, ખળ ખળ વહેતા ઝરણાં, ભાગસુનાગ ઝરણાં, ત્રિઉંડ ટ્રેક અને નામગ્યાલ મોનેસ્ટ્રી સહિત ઘણા જોવાલાયક સ્થળ છે. ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ છે, જે દરિયાની સપાટીથી સૌથી ઉંચી સપાટી પર આવેલું છે. અહીં બારેય મહિના પ્રવાસીઓની ભીડ હોય છે. (Photo: Social Media)