Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/haunted-tourist-places-in-india.jpg)
ભારતમાં ઘણા ફરવા લાયક સ્થળો છે. કોઇને હિલ સ્ટેશન, દરિયા કિનારાના સુંદર બીચ કે ઐતિહાસિક સ્થળો પર ફરવા જવાનું ગમે છે. અમુક લોકોને રોમાંચક સ્થળો પર ફરવાનું ગમે છે. જો તમને પણ આવો જ શોખ છે, તો અહીં ભારતના 5 ભૂતિયા પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપી છે. જ્યાં રાતે તો શું દિવસે જવામાં ડર લાગે છે. (પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/bhangarh-fort-rajasthan.jpg)
રાજસ્થાનના અલવરમાં આવેલો ભાનગઢ કિલ્લો માત્ર ભારત જ નહીં દુનિયાના સૌથી ભૂતિયા સ્થળો પૈકીનું એક છે. 16મી સદીમાં નિર્મિત ભાનગઢનો કિલ્લો શ્રાપિત કહેવાય છે. ભાનગઢના કિલ્લા સાથે એક રાજકુમારી અને તાંત્રિકના કહાણી જોડાયેલી છે. કિલ્લાની અંદર આસપાસના સ્થળો વિચિત્ર પછડાયા દેખાય અને અજીબોગરીબ અવાજ સંભળાય છે. અહીં સૂર્યોદય પહેલા સૂર્યાસ્ત બાદ જોવાની કોઇન પરવાનગી નથી. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/kuldhara-village-jaisalmer-1.jpg)
કુલધરા ગામ રાજસ્થાનના જેસલમેરથી 18 કિમી દૂર આવેલું ભૂતિયા ગામ છે, જે એક રાતમાં ઉજ્જડ થઇ ગયું છે અને તેનું કારણ આજદિન જાણી શકાયું નથી. વર્ષ 1825માં કુલધરાના 83 ગામવાસીઓ અચાનક રીતે ગાયબ થઇ ગયા. આ ગામ પાલીવાલ બ્રાહ્મણોનું હતું. ત્યજી દેવાયેલા કુલધરા ગામમાં 410 ઇમારતોના ખંડેર જોઇ શકાય છે. ગામની બહારના ભાગમાં અન્ય 200 ઇમારતો છે. ગામ છોડતી વખતે બ્રાહણોએ શ્રાપ આપ્યો હતો કે કોઇ પણ વ્યક્તિ ગામ પર કબજો જમાવી શકશે નહીં, જેણે પણ આમ કરવાની કોશિશ કરી તેને અજીબોગરીબ અનુભવ થયો છે. અહીં રાતે તો શું દિવસે પણ જવાનો ડર લાગે છે. કુલધરા ગામમાં પણ સૂર્યાસ્ત બાદ કોઇને રોકાવાની મંજૂરી નથી. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/national-library-kolkata.jpg)
કલકત્તાની નેશનલ લાઇબ્રેરી પણ ભૂતિયા હોવાનું કહેવાય છે. આ પુસ્તકાલયના રેનોવેશન દરમિયાન એક દુર્ઘટનામાં 12 લોકોના કરુણ મોત થયા હતા. આથી આ સ્થળને ભૂતિયા કહેવાય છે. અહીં સિક્યોરિટી ગાર્ડ પણ રાત્રે રોકાતા ડરે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/three-kings-church-goa.jpg)
ગોવા સુંદર દરિયા કિનારે અને ચર્ચ માટે પ્રખ્યાત છે. ગોવાનું એક એવું ચર્ચ થ્રી કિગ્સ ચર્ચ, જેને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ઘણા લોકોએ અહીં અસામાન્ય અનુભવ કર્યો છે. કહેવાય છે કે, થ્રી કિંગ્સ ચર્ચની સંપત્તિ માટે 3 રાજા વચ્ચે લડાઇ થઇ અને એકબીજાને મારી નાંખ્યા. ત્યારબાદથી તેમની આત્મા અહીં ફર્યા કરે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Charleville-Mansion-Shimla.jpg)
શિમલા પ્રખ્યાત હિલ સ્ટેશન છે જો કે અહીંનું ચાર્લીવિલા મેન્સન એક ભૂતિયા સ્થળ છે. અહીં એક બ્રિટિશ અધિકારીની મોત બાદ ચાર્લીવિલા હોન્ટેડ પ્લેસ બની ગયું છે. લોકોનું કહેવું છે કે, આ બ્રિટિશ અધિકારીનું ભૂત રાત્રે ફરે છે. વિચિત્ર પછડાયા અને અવાજ સંભળાય છે. આ બિહામણ અનુભવના કારણે શિમલાનું ચાર્લીવિલા ભૂતિયા સ્થળ કહેવાય છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us