Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Summer-Healthy-Drinks.jpg)
ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે. સાથે જ મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા પીને કરે છે. જો કે ઉનાળામાં ચા પીવાની આદત શરીરને ડિહાઇડ્રેટ કરવાની સાથે સાથે અનેક બીમારીઓને પણ આમંત્રણ આપી શકે છે. આવી સ્થિતિમાં, તમે તમારા દિવસની શરૂઆત કેટલાક હેલ્ધી ડ્રિંક્સ સાથે કરી શકો છો. આ ડ્રિંક્સ શરીરને ઠંડુ રાખવામાં તેમજ ઉર્જાને વધુ સારી રીતે જાળવવામાં મદદ કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/lemon-juice-2.jpg)
તમે તમારા દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરી શકો છો. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે પીવાથી બોડી ડિટોક્સ થઈ જાય છે. સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુ અને થોડું મધ મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને આખો દિવસ તાજગી રહે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/coconut-water-2.jpg)
તમે નારિયેળ પાણી પણ પી શકો છો. તેમાં સારી માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે ગરમીમાં શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેને પીવાથી થાક પણ દૂર થાય છે. તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/sattu-sharbat.jpg)
જો તમે સવારે પીવા માટે કંઈક દેશી પીણું શોધી રહ્યા છો, તો પછી તમે સત્તુ શરબત વિચારી શકો છો. તે પીવાથી શરીર ઠંડુ રહે છે. તેને ઉનાળાનો સુપરફૂડ કહેવામાં આવે છે. તમે સત્તુ, લીંબુ, કાળું મીઠું અને થોડું જીરું પાવડર ઉમેરી સત્તુ શરબત બનાવી શકો છો. તેનાથી પેટ ઠંડુ રહે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/herbal-tea-1.jpg)
ચાના બદલે તમે ગ્રીન ટી વિશે પણ વિચારી શકો છો. આ ઘણો સારો વિકલ્પ છે. તમે તુલસી, આદુ, ફુદીનાથી બનેલી ગ્રીન ટી પીવાથી શરીરમાં ઊર્જા રહે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/cucumber-detox-water.jpg)
તમે કાકડી અને ફુદીનામાંથી બનેલા ડિટોક્સ વોટરનું પણ સેવન કરી શકો છો. આ બનાવવા માટે કાકડીના ટુકડા, ફુદીના અને લીંબુને પાણીના એક જગમાં નાખી આખી રાત રાખી મૂકો. આ ડિટોક્સ વોટર પીને તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us