Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/electric-car.jpg)
ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતમાં લોકપ્રિય થઇ જાય છે. વર્ષ 2025માં ઘણી કંપનીઓએ તેની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. ઇલેક્ટ્રિક કાર 5 થી 7 સીટર ઓપ્શન, પાવરફુલ બેટરી, રેન્જ અને એડવાન્સ ફીચર્સ સાથે આવે છે. અહીં વર્ષ 2025માં લોન્ચ થયેલી લોકપ્રિય ઇલેક્ટ્રિક એસયુવી કાર વિશે જાણકારી આપી છે. (Phot0: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Hyundai-Creta-Electric.jpg)
હ્યુન્ડાઇ મોટર કંપનીએ વર્ષ 2025માં હ્યુન્ડાઇ ક્રેટા ઈલેક્ટ્રિક મોડલ લોન્ચ કર્યું હતું. આ ઇવી કારમાં ઇલેક્ટ્રિક પાવરટ્રેન સાથે જ લોકપ્રિય SUV પેકેટ આપ્યું છે. આ ઇલેક્ટ્રિક એસયુવી કાર બે બેટરી ઓપ્શન - 42 kWh અને 51.4 kWh પેક સાથે આવે છે, જે અનુક્રમે 133 bhp થી 169 bhp સુધી પાવર અને 255 Nm ટોર્ક જનરેટ કરે છે. વેરિયન્ટ મુજબ તેની ARAI રેન્જ 420 km થી 510 km વચ્ચે છે અને DC ફાસ્ટ ચાર્જિંગથી લગભગ 58 મિનિટ ચાર્જ થઇ જાય છે. હ્યુન્ડાઇ ક્રેટા ઇવીની કિંમત 18.02 લાખ થી 24.70 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. (Photo: Hyundai)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Tata-Harrier-EV-1.jpg)
ટાટા મોટર્સ કંપનીએ તેની લોકપ્રિય મિડ સાઇજ એસયુવી ટાટા હેરિયર ઇવી સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ ટાટા હેરિયર ઇવીને નવા acti.ev Plus EV પ્લેટફોર્મ પર મેન્યુફેક્ચર્ડ કરી છે, જેમા 65 kWh અને 75 kWh બેટરી પેક મળે છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક કાર 627 કિમી રેન્જ આપવાનો દાવો કર્યો છે. આ ઇ કાર રિયર વ્હીલ ડ્રાઇવ અને ઓલ વ્હીલ ડ્રાઇવ બંને કોન્ફિગ્રેશનમાં બજારમાં રજૂ કરી છે. તેમા લેવર 2 ADAS, એક મોટી ઇન્ફોટેન્મેન્ટ સ્કીન અને ડ્યુઅલ જોન ક્લાઇમેટ કન્ટ્રોલ આવે છે. વિવિધ વેરિયન્ટ અનુસાર ટાટા હેરિયર ઇવીની કિંમત 21.49 લાખ રૂપિયા થી શરૂ થઇ 30.23 લાખ રૂપિયા સુધી પહોંચે છે. (Photo: Tata EV)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Mahindra-XEV-9S.jpg)
મહિન્દ્રા એક્સઇવી 9એસ, એક 7 સીટર ઇલેક્ટ્રિક એસયુવી છે, જે સ્પેસ, ફેમિલી ઓરિએન્ટેડ માટે ઉત્તમ કાર છે. આ ઇલેક્ટ્રિક કારમાં ઘણા બેટરી ઓપ્શન મળે છે જેમા - 59 kWh, 70 kWh, और 79 kWh બેટરી પેક સામેલ છે. રેન્જની વાત કરીયે તો ARAI મુજબ રેન્જ પેક અને વેરિયન્ટના આધારે Mahindra XEV 9S કાર લગભગ 521 km થી 679 km સુધી રેન્જ આપે છે. સૌથી મોટા બેટરી પેકમાં પાવર લગભગ 282 bhp પાવર અને 380 Nm ટોર્ક જનરેટ થાય છે. આ ઇલેક્ટ્રિક કારમાં પેનોરમિક સનરૂફ, ટ્રિપલ ડિજિટલ સ્કીન અને લેવલ 2 ADAS મળે છે. મહિન્દ્રા એક્સયુવી 9એસ ઇલેક્ટ્રિક એસયુવીની કિંમત 19.95 લાખ થી 29.45 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. (Photo: Mahindra)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Kia-Carens-Clavis-EV-.jpg)
કિયા કાર્નેસ ક્લાવિસ ઇવીનો લુક એક એસયુવી જેવો છે અને તેમા 7 સીટર લેઆઉટ આપવામાં આવ્યું છે, જે તેને ઉત્તમ વિકલ્પ બનાવે છે. આ કાર 42 kWh અને 51.4 kWh બેટરી પેક સાથે આવે છે. ARAI રેન્જ મુજબ આ કાર લગભગ 404 km થી 490 km સુધી રેન્જ આપે છે. કારન બેટરી 167 bhp પાવર અને 255 Nm ટોર્ક જનરેટ કરે છે. Kia Carens Clavis EV કારમાં લેવલ 2 ADAS અને પેનોરમિક સનરૂફ અને વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ જેવા ફીચર્સ આવે છે. કિયા કાર્નેસ ક્લાવિસ ઇવી કારની કિંમત એક્સ શોરૂમ 17.99 લાખ થી 24.49 લાખ રૂપિયા સુધી છે. (Photo: Kia India)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/VinFast-VF7-.jpg)
વિયતનામની કંપની વિનફાસ્ટે પોતાની નવી વિનફાસ્ટ વીએફ7 લોન્ચ કરી છે. આ કાર મેનસ્ટ્રીમ ખરીદદારો માટે એક મિડ સાઇઝ ઇલેક્ટ્રિક એસયુવી છે. આ સિંગલ મોટર અને ડ્યુઅલ મોટર વેરિયન્ટમાં આવે છે, જેમા 70.8 – 75.3 kWh રેન્જની લિથિયમ આયરન ફાસ્ફેટ (LFP) બેટરી આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ઇલેક્ટ્રિક કાર WLTP રેન્જ વેરિયન્ટ મુજબ લગભગ 438 km થી 532 km સુધી રેન્જ આપે છે, તે 201 PS થી 354 PS પાવર આપે છે. VinFast VF7 ઇલેક્ટ્રિક કારમાં લેવલ 2 ADAS અને ટેક અને આરામદાયક સુવિધા સાથે ફેમિલી ફ્રેન્ડલી એસયુવી છે. વિનફાસ્ટ વીએફ 7 ઇલેક્ટ્રિક કારની એક્સ શોરૂમ કિંમત 20.89 લાખ થી 25.49 લાખ રૂપિયા છે. (Photo: VinFast)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us