Winter Trip : શિયાળાના ઓફબિટ પ્રવાસ સ્થળ; ઉંચા પહાડ, ઝરણાં, દરિયા કિનારો અને વાદળ જોઇ મંત્રમુગ્ધ થઇ જશો
Winter Trip Destinations : ઘણા લોકોને શિયાળામાં ઓછી ઠંડી હોય તેવા સ્થળો પર ફરવા જવાની ઇચ્છા થાય છે. આહીં 5 પ્રવાસ સ્થળ વિશે જાણકારી આપી છે, જ્યાં કુદરતી સૌંદર્ય, દરિયા કિનારે સૂર્યાસ્તનો નજારો અને વાઇલ્ડલાઇફ જોવાની મજા માણી શકાય છે.
કુર્ગ, કર્ણાટક દક્ષિણ ભારતનું કાશ્મીર ગણાતું કર્ણાટકનું કુર્ગ શિયાળામાં ફરવા લાયક સ્થળ છે. ધોધ, કોફીની સુગંધ અને લીલાછમ પહાડ, ઉંડી ખીણ જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે. પાર્ટનર, પરિવાર અને મિત્રો સાથે કુર્ગની મુલાકાત લઇ શકાય છે. (Photo: Social Media)
ગોવા ગોવા ભારતનું સૌથી પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. દરિયા કિનારે બીચ પર ફરવાના શોખીન લોકો માટે ગોવા સ્વર્ગ સમાન છે. બોટિંગ, વોટર એક્ટિવિટી અને નાઇટ લાઇફ ગોવા પ્રવાસને મજેદાર બનાવે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું દરેક ઋતુમાં ગોવા ફરવા જઇ શકાય છે. (Photo: Freepik)
શિલોંગ, મેઘાલય વાદળોની વચ્ચે ઠંડીનો અનુભવ કરવા માટે મેઘાલયના શિલોંગની મુલાકાત લેવી જોઇએ. ઉત્તર પૂર્વ ભારતનું આ હિલ સ્ટેશન નવેમ્બરમાં તડકો અને છાંયડાના કુદરતી દ્રશ્યો મન મોહી લે છે. એલીફ્રેન્ટ ધોધ અને ઉમિયમ તળાવ ફોટો શુટ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. (Photo: Freepik)
તાજમહેલ, આગ્રા આગ્રાનું તાજ મહેલ દુનિયાની 7 અજાયબીમાં સ્થાન ધરાવે છે. વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ધુમ્મસ છવાયેલા વાતાવરણમાં તાજમહેલનું દ્રશ્ય મનમોહક દેખાય છે. યમુના નદીના કિનારેથી તાજમહેલનું વિહંગમ દ્રશ્ય જોવા મળે છે. (Photo: Canva)
રણથંભોર, રાજસ્થાન વાઇલ્ડલાઇફ વિન્ટર એડવેન્ચર માટે રાજસ્થાનનું રણથંભોર નેશનલ પાર્ક અદભુત સ્થળ છે. નવેમ્બરમાં રણથંભોર અભ્યારણ મુલાકાતીઓ માટે ખુલી જાય છે. અહીં વાઘ, દિપડો, હરણ સહિત ઘણા વન્ય પ્રાણીઓ જોવા મળે છે. રણથંભોર નેશનલ પાર્ક ઉપરાંત રણથંભોર કિલ્લો પણ જોવાલાયક છે. (Photo: Freepik)