સવારે ઉઠતાજ આપણે ટૂથપેસ્ટ લગાવીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું કે તે તમારા શરીર માટે ફાયદાકારક છે કે નુકશાનકારક? આ વસ્તુ ધીમે ધીમે તમારા શરીરને નુકસાન પહોંચાડી રહી છે. ઘણા લોકો માને છે કે ટૂથપેસ્ટ દાંત સાફ કરવાની એક સરળ રીત છે, પરંતુ તેમાં રહેલી એક વસ્તુ ફ્લોરાઇડ (fluoride) ખરેખર ધીમી ઝેર બની શકે છે.
ફ્લોરાઇડ (Fluoride) નો ઉપયોગ પહેલા દાંતના સડોને રોકવા માટે થતો હતો. પરંતુ હવે ઘણા નવા સંશોધનો કહી રહ્યા છે કે તે ફક્ત દાંત પૂરતું મર્યાદિત નથી. તે તમારા શરીરમાં પ્રવેશી શકે છે અને તમારા મગજ, હોર્મોન્સ અને બાળકોના માનસિક વિકાસ પર ખરાબ અસર કરી શકે છે. ખાસ કરીને નાના બાળકોમાં તે IQ ઘટાડી શકે છે. બાળકોના કિસ્સામાં આ વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમનું મગજ હજુ પણ સંપૂર્ણ રીતે વિકસિત થઈ રહ્યું છે.
ફ્લોરાઇડ પર કરવામાં આવેલ રિસર્ચ : એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે ગર્ભવતી સ્ત્રીઓના શરીરમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ હતું તેમના બાળકોનો માનસિક વિકાસ ધીમો અને IQ ઓછો હતો. ભારતના કેટલાક ભાગોમાં, ફ્લોરાઇડ બાળકોની સમજવાની ક્ષમતા પર અસર કરે છે. જો ફ્લોરાઇડનું પ્રમાણ ખૂબ વધારે થઈ જાય, તો ફ્લોરોસિસ નામનો રોગ થઈ શકે છે જેમાં દાંત પર સફેદ કે ભૂરા ફોલ્લીઓ દેખાય છે અને હાડકાં પણ નબળા પડી શકે છે.
ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ ઉમેરવાનું કારણ : ફ્લોરાઇડ દાંતને સડો થવાથી બચાવે છે. પરંતુ જ્યારે વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને જ્યારે ટૂથપેસ્ટ વારંવાર ગળી જાય છે, ત્યારે આ ફાયદાકારક વસ્તુ નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. બાળકો ઘણીવાર ટૂથપેસ્ટ ગળી જાય છે, જેના કારણે તેમના શરીરમાં ફ્લોરાઇડ એકઠું થઈ શકે છે. ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડનું પ્રમાણ પાણી કરતાં 2000 ગણું વધારે છે, તો કલ્પના કરો કે તેની દૈનિક અસર શું હોઈ શકે છે, સામાન્ય રીતે 1000 થી 1100 પીપીએમ (parts per million) ફ્લોરાઇડ હોય છે.
ફ્લોરાઇડ યુક્ત ટૂથપેસ્ટનો ઉપયોગ ટાળો : જો તમે અને તમારા બાળકોને આ નુકસાનથી બચાવવા માંગતા હો, તો પહેલું પગલું એ છે કે ફ્લોરાઇડ ધરાવતી ટૂથપેસ્ટનો ઉપયોગ બંધ કરો. માર્કેટમાં હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે જેમાં ફ્લોરાઇડ નથી. જો તમે ઇચ્છો તો તમે ઘરે પણ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને ટૂથપેસ્ટ બનાવી શકો છો, જેમ કે બેકિંગ સોડા, નારિયેળ તેલ અને લીમડો
ફ્લોરાઇડ માત્ર ટુથપેસ્ટમાંજ નથી હોતું : ફક્ત ટૂથપેસ્ટ જ નહીં, પીવાના પાણીમાં ફ્લોરાઇડ પણ ઉમેરવામાં આવે છે. જો તમારા વિસ્તારના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધુ હોય, તો વોટર ફિલ્ટર અથવા RO સિસ્ટમનો ઉપયોગ કરો જે ફ્લોરાઇડ દૂર કરી શકે. ઉપરાંત, આમલી જેવા કેટલાક ઘરેલું ઉપાયો પણ મદદરૂપ થઈ શકે છે. દરરોજ થોડી આમલી ખાવાથી શરીરમાંથી ફ્લોરાઇડ દૂર કરવામાં મદદ મળે છે. તેથી આગલી વખતે જ્યારે તમે ટૂથપેસ્ટ ખરીદો, ત્યારે પેકેજિંગ તપાસો કે તેમાં ફ્લોરાઇડ છે કે નહીં.