ચેહરા પર ડાઘ વધી ગયા છે? આ ઘરેલુ થશે અસરકારક સાબિત
ઘણાએ ફેસ પર ડાઘ અથવા પિગમેન્ટેશનની સમસ્યા થાય છે, ઘરની કેટલીક વસ્તુઓ આ પિગમેન્ટેશનને હળવા કરવામાં પોતાની અસર બતાવી શકે છે, કઈ વસ્તુએ ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે અને ક્યા ઘરેલુ ઉપાયો કરી શકાય. અહીં જાણો ટિપ્સ
ચહેરા પર ડાઘ થવાના ઘણા કારણો હોઈ શકે છે. સ્કિનની યોગ્ય કાળજી ન લેવાથી, સૂર્યપ્રકાશની અસર, સ્કિન પર કેમિકલયુક્ત પ્રોડક્ટસનો ઉપયોગ અને હોર્મોનલ અસંતુલનને કારણે પણ ચહેરા પર દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં, ઘરની કેટલીક વસ્તુઓ આ પિગમેન્ટેશનને હળવા કરવામાં પોતાની અસર બતાવી શકે છે. આ વસ્તુઓમાં કેમિકલ નથી હોતું અને જો તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો તે ડાઘને ઘટાડવામાં તેમજ સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. અહીં જાણો કઈ વસ્તુએ ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે અને ક્યા ઘરેલુ ઉપાયો કરી શકાય. અહીં જાણો ટિપ્સ
બટાકાનો રસ : બટાકાનો રસ, જેમાં બ્લીચિંગ ગુણ હોય છે, ડાઘ પર લગાવવાથી ડાઘને ઘટાડવામાં મદદ મળે છે. બટાકાને છીણી લો અને એક બાઉલમાં તેનો રસ કાઢો. આ રસમાં કપાસને બોળીને સીધો જ ડાઘ પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રાખ્યા બાદ ધોઈ લો.
મસુરની દાળ : મસૂરની દાળમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે હાયપરપીગ્મેન્ટેશન ઘટાડવામાં અસરકારક છે. દાળને આખી રાત પલાળી રાખ્યા પછી બીજા દિવસે સવારે તેને પીસી લો. આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો અને પછી ચહેરો ધોઈને સાફ કરી લો. અઠવાડિયામાં એકવાર આ ફેસ પેક લગાવો.
દૂધ અને મધ : દૂધ અને મધના ફાયદા હળવા થતા ડાઘમાં જોઈ શકાય છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે ડાઘ ઘટાડે છે, જ્યારે મધમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો સ્કિનને હાઇડ્રેટ કરે છે. જો દૂધ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો તે ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને ડાઘ હળવા થવા લાગે છે. ઉપયોગ કરવા માટે સમાન માત્રામાં દૂધ અને મધ મિક્સ કરો અને તેને રૂની મદદથી ચહેરા પર લગાવો. આ મિશ્રણ સ્પોટ ટ્રીટમેન્ટ તરીકે માત્ર ફ્રીકલ પર પણ લગાવી શકાય છે.
પપૈયા : પપૈયામાં રહેલા એન્ઝાઇમ ડાઘને હળવા કરવામાં અસરકારક છે. પપૈયાને સ્કિન પર સાદા રીતે લગાવી શકાય છે અથવા તમે તેમાં મધ મિક્સ કરીને ફેસ પેક તરીકે ચહેરા પર લગાવી શકો છો. તેને 15 થી 20 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરો ધોઈ લો.
હળદર અને દૂધ : હળદર અને દૂધને ચહેરા પર લગાવવાથી પણ ચહેરા પરના દાણા મટે છે. એક બાઉલમાં 2 ચમચી દૂધ લો, તેમાં એક ચપટી હળદર નાખીને ચહેરા પર લગાવો. તેનાથી સ્કિનમાં ગ્લો આવે છે અને ડાઘ પણ હળવા થવા લાગે છે. આ ઉપાય અઠવાડિયામાં 2-3 વખત અજમાવી શકાય છે.