Mujpur Gambhira Bridge Collapse News in Gujarati: પુલ તૂટી પડવાના વીડિયોમાં એક ટેન્કર તૂટેલા પુલ પરથી ભયાનક રીતે લટકતું દેખાય છે, જ્યારે નદીમાં ફસાયેલી એક મહિલા તેના પુત્ર માટે મદદ માટે રડતી સંભળાય છે, જે પાણીમાં પલટી ગયેલી ઇકો વાનમાં ફસાયેલો દેખાઈ રહ્યો છે.
Mujpur Gambhira Bridge Collapse photos : ગુજરાતના વડોદરા જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક જર્જરિત પુલ તૂટી પડતાં અનેક વાહનો મહિસાગર નદીમાં પડી ગયા હતા જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને પાંચ અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરમાં સ્થિત આ પુલ મુજપુરને આણંદ જિલ્લાના ગંભીરા વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો હતો. (photo-Social media)
પુલ તૂટી પડવાના વીડિયોમાં એક ટેન્કર તૂટેલા પુલ પરથી ભયાનક રીતે લટકતું દેખાય છે, જ્યારે નદીમાં ફસાયેલી એક મહિલા તેના પુત્ર માટે મદદ માટે રડતી સંભળાય છે, જે પાણીમાં પલટી ગયેલી ઇકો વાનમાં ફસાયેલો દેખાઈ રહ્યો છે. (photo-Social media)
વડોદરાના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "અમે પાંચ લોકોને સામાન્ય ઇજાઓથી બચાવ્યા છે, અને બે લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. બચાવ કામગીરી ચાલુ હોવા છતાં, અમને ખબર પડી છે કે પુલનો એક ભાગ અચાનક ખાબકતાં બે ટ્રક, એક ઇકો વાન, એક પિકઅપ વાન અને એક ઓટો-રિક્ષા નદીમાં ખાબકી ગયા હતા."(photo-Social media)
વડોદરા જિલ્લા ફાયર અને ઇમરજન્સી ટીમ, તેમજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. NDRF ના વડોદરા 6BN યુનિટે જણાવ્યું હતું કે તેમણે બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ઊંડા પાણીમાં ડાઇવ સાથે અકસ્માત સ્થળે એક ટીમ મોકલી હતી.(photo-Social media)
ધમેલિયાએ ઉમેર્યું છે કે "આ નદીનો સૌથી ઊંડો ભાગ નથી, અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે સમયે પુલ પર બે મોટરસાયકલ પણ હતી, પરંતુ અત્યાર સુધી, અમને કોઈ પુષ્ટિ મળી નથી કે તેઓ પણ નદીમાં ડૂબી ગયા હતા કે નહીં. અમે હજુ સુધી લોકોની ઓળખ નક્કી કરી નથી કારણ કે અમે બચાવ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ," (photo-Social media)
ઘાયલોને વડોદરા જિલ્લાની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ધામેલીયાએ ઉમેર્યું હતું કે બચાવી લેવામાં આવેલા પાંચ લોકોમાંથી ચારને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેઓ 'નાના ઇજાઓ' સાથે બચી ગયા હતા.(photo-Social media)
ધમેલિયાએ ઉમેર્યું કે 43 વર્ષ જૂનો આ પુલ ગયા વર્ષે જ રિપેર કરવામાં આવ્યો હતો. "માર્ગ અને પુલ વિભાગના કાર્યકારી ઇજનેરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય પૂર્ણ થયા પછી અમે પુલની વિગતોની તપાસ કરીશું," તેમણે ઉમેર્યું.(photo-Social media)
આણંદના જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જ્યારે વડોદરા જિલ્લો બચાવ કામગીરી હાથ ધરી રહ્યો હતો, ત્યારે તેમણે ઘટનાસ્થળે મદદ માટે ત્રણ ફાયર ટેન્ડર તૈનાત કર્યા હતા. "પુલની બીજી બાજુ બનેલી ઘટનાઓને નિયંત્રિત કરવા અને જરૂર પડ્યે મદદ કરવા માટે આણંદ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ સ્થળ પર છે."(photo-Social media)
ભરૂચ થી જંબુસર તરફ થી સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહનો કરજણ ભારત માળા એક્સપ્રેસ (દિલ્લી મુંબઈ એક્સપ્રેસ ) અથવા કરજણ અમદાવાદ નેશનલ હાઇવે નં 48 તરફ ડાયવટ કરવાં વિનંતી છે.(photo-Social media)
સૌરાષ્ટ્ર તરફ થી તારાપુર થી બોરસદ થઈ વડોદરા તરફ તેમજ આસોદર થી આંકલાવ તરફ આવતાં ભારે વાહનો નેશનલ નં.48 તથા એક્સપ્રેસ હાઇવે તથા ભારત માળા (દિલ્લી મુંબઈ એક્સપ્રેસ) તરફ ડાયવટ કરવાં વિનંતી છે.(photo-Social media)