Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/gas-stove-.jpg)
રસોડામાં રહેલા ગેસ સ્ટવ સૌથી વધુ વપરાય છે. રસોઇ બનાવતી વખતે કોઇ ચીજ ઢાળાવાથી કે ઉભરાઇ જવાથી ગેસ સ્ટવ ગંદા થાય છે. રસોઇ ઢોળાઇ ગયા બાદ ગેસની સગડી બરાબર સાફ કરવામાં ન આવે તો ગંદી દેખાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Gas-Stove-Burners-Cleaning-Tips-2.jpg)
ગેસની સગડીના બહારના ભાગ પર પડેલી રસોઇ કપડા વડે સરળતાથી સાફ થઇ જાય છે, પરંતુ ગેસ સ્ટવ બર્નરમાં કચરો ફસાઈ જાય છે અને તેના કારણે ફ્લેમ બરાબર થતી નથી. અહીં ગેસ સ્ટવ બર્નર સાફ કરવાની સરળ રીત જણાવવામાં આવી છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/gas-stove-burners-cleaning-tips.jpg)
ગેસ સ્ટવ પર ખોરાક પડ્યા પછી બર્નરના છિદ્ર બંધ થઈ જાય છે, જેના કારણે આગ લાગવાની સંભાવના રહે છે. જો તમે પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો, તો આ લેખ તમારા માટે જ છે. અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા ગેસ સ્ટવ બર્નર સરળતાથી સાફ કરી શકશો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/gas-stove-cleaning-tips.jpg)
ગેસ સ્ટવ બર્નર સાફ કરવા માટે સૌથી પહેલા તમારે એક બાઉલમાં બે કપ પાણી લેવું. આ પછી તેમાં અડધો કપ વિનેગર ઉમેરીને લિક્વિડ તૈયાર કરો. હવે ગેસ સ્ટવ માંથી બર્નર કાઢી લિક્વિડમાં નાખો. તેને લગભગ 15 મિનિટ સુધી લિક્વિડમાં રહેવા દો. હવે બર્નર બહાર કાઢી બ્રશ વડે સાફ કરી લો અને પાણીથી ધોઈને તડકામાં સૂકવવા માટે મૂકી દો. હવે તમારું ગેસ સ્ટવ બર્નર સંપૂર્ણપણે સાફ થઈ ગયું છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/gas-stove-burners-cleaning-tips-at-home.jpg)
બેકિંગ સોડાની મદદથી તમે ગેસ સ્ટવ પર લાગેલા હઠીલા ડાઘ અને તેના બર્નરના બ્લોક હોલ સરળતાથી સાફ કરી શકો છો. આ માટે પહેલા ગરમ પાણીમાં લીંબુ નીચોવી તેનો રસ કાઢી લો, તેમા બેકિંગ સોડા નાંખી લિક્વિડ તૈયાર કરો. હવે તેમા ગેસ સ્ટવ બર્નર થોડાક સમય મૂકી રાખો. ત્યારબાદ બ્રશ વડે બર્નર સાફ કરી લો. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us