Glowing Skin Care Tips | શિયાળામાં તમારી સ્કિનને મુલાયમ અને ચળકતી રાખશે આ નુસખા
Glowing Skin Care Tips | સુંદર અને ગ્લોઈંગ સ્કિન એ દરેકનું સપનું હોય છે. આ સપનાને પૂરું કરવા માટે ઘણીવાર નવી નવી પ્રોડક્ટસ અને નુસખાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર એ નુસખા પર કામ કરતા નથી. પરંતુ અહીં તમને ગ્લોઈંગ સ્કિન માટે નુસખા આપ્યા છે, જે તમે સ્કિનકેર રૂટિનમાં ઉમેરી શકો છો.અહીં જાણો નુસખા
સુંદર અને ગ્લોઈંગ સ્કિન એ દરેકનું સપનું હોય છે. આ સપનાને પૂરું કરવા માટે ઘણીવાર નવી નવી પ્રોડક્ટસ અને નુસખાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર એ નુસખા પર કામ કરતા નથી. પરંતુ અહીં તમને ગ્લોઈંગ સ્કિન માટે નુસખા આપ્યા છે, જે તમે સ્કિનકેર રૂટિનમાં ઉમેરી શકો છો.અહીં જાણો નુસખા
એક્સ્ફોલિએટ કરો : સ્કિનના ગ્લો માટે તમે નિયમિતપણે એક્સફોલિએટ કરતા રહો. તમારે ફક્ત એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે તમે દરરોજ સ્કિનને એક્સ્ફોલિયેટ કરવાનું ટાળો. શિયાળા દરમિયાન અઠવાડિયામાં એક કે બે વાર સ્કિનને એક્સ્ફોલિએટ કરવા માટે તે પૂરતું છે. તમે ચહેરાને એક્સ્ફોલિયેટ કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.
બે વાર ફેસવોસ : ઘણા લોકો એવા હોય છે જે દિવસમાં માત્ર એક જ વાર ફેસવોશથી ચહેરો ધોતા હોય છે. પરંતુ જો તમે ગ્લોઈંગ અને સુંદર સ્કિન ઈચ્છો છો તો તમારે રાત્રે સૂતા પહેલા તમારા ફેસને હળવા ફેસ વોશથી સાફ કરવો જોઈએ. આમ કરવાથી તમારા ચહેરા પર હાજર ધૂળ અને માટીના કણો દૂર થઈ જાય છે. જ્યારે તમારી સ્કિન સ્વચ્છ રહે છે, અને ગ્લોઈંગ પણ દેખાય છે.
સીરમ વાપરો : સ્કિનને સુંદર રાખવા માટે તમે સીરમનો ઉપયોગ કરો તે ખૂબ જ જરૂરી બની જાય છે. સીરમ સ્કિન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં ઘણી મદદ કરી શકે છે. જ્યારે તમે તમારા માટે સીરમ પસંદ કરો છો, ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે તમારી સ્કિનના ટાઈપને જાણવું જરૂરી છે.
મોઇશ્ચરાઇઝર : જો તમે સ્કિનને સોફ્ટ રાખવા માંગતા હો, તો તમારે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જ જોઇએ. તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા સ્કિન પર સારા મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. માત્ર ચહેરા પર જ નહીં, પરંતુ તમારે તમારા બાકીના શરીર પર પણ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.