GSEB 12th science Results 2024 : ધો.12 સાયન્સ પરિણામમાં કુંભારિયા કેન્દ્ર 97.97 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, બોડેલી પાછળ
GSEB 12th science Results 2024 : આ વર્ષે 2024માં પરિણામ ઊંચુ આવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામમાં મોરબી જિલ્લો સતત બીજીવાર પ્રથમ રહ્યો છે.
GSEB 12th Results 2024 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરુવારે 9 મે 2024ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર કર્યું હતું. ગત વર્ષ 2023 કરતા આ વર્ષે 2024માં પરિણામ ઊંચુ આવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ગુજરાતમાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ આવતા અવલ્લ કેન્દ્ર રહ્યું હતું. જ્યારે બોડેલી કેન્દ્રનું 47.98 ટકા પરિણામ આવતા રાજ્યનું સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું હતું.
GSEB 12th Results 2024 : જિલ્લા પ્રમાણે વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો 92.80 ટકા પરિણામ સાથે ટોપ પર રહ્યો છે. ગત વર્ષે પણ 83.22 ટકા પરિણામ મોરબી જિલ્લો જ પ્રથમ રહ્યો હતો.
GSEB 12th Results 2024 : સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો 51.36 ટકા સાથે છોટા ઉદેપુર રહ્યો છે. ગત વર્ષે 29.44 ટકા સાથે દાહોદમાં સૌથી ઓછું પરિણામ આવ્યું હતું.
GSEB 12th Results 2024 : ધોરણ 12 સાયન્સ રિઝલ્ટમાં કેન્દ્ર પ્રમાણે વાત કરીએ તો આ વર્ષે 97.97 ટકા પરિણામ સાથે કુંભારિયા કેન્દ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન રહ્યું છે જ્યારે ગત વર્ષ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર આગળ હતું.
GSEB 12th Results 2024 : આ વર્ષે સૌથી ઓછા પરિણામ ધરાવતું કેન્દ્ર 47.98 ટકા સાથે બોડેલી છે. જ્યારે ગત વર્ષ 2023માં 22.00 ટકા સાથે લીમખેડા રાજ્યનું સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું હતું.
GSEB 12th Results 2024 : ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિણામમાં રાજ્યમાં માત્ર બે જ કેન્દ્ર એવો છે જેનું પરિણામ 50 ટકા કરતા પણ ઓછું છે. આ કેન્દ્રોમાં દાહોદ 49.87 ટકા અને બોડેલી 47.98 ટકા નો સમાવેશ થાય છે.
GSEB 12th Results 2024 : ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સાથે સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર કર્યું હતું. ઉપરાંત ગુજકેટનું પણ રિઝલ્ટ જાહેર કર્યું હતું. હવે 11 મે 2024ના રોજ ધોરણ 10નું પરિણામ પણ જાહેર થશે.