Gujarat Assembly Election Result: ગુજરાતમાં ફરી ભાજપે પ્રચંડ સાથે ભગવો લહેરાવ્યો છે. ત્યારે ઉજવણીના ભાગરૂપે સી.આર.પાટીલ તેમજ ભૂપેન્દ્ર પટેલે મીઠાઇ ખવડાવી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. આ પછી 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધી સમારોહની જાહેરાત કરાઇ હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ત્યાંના ભાજપના કાર્યકરોનો ઉત્સાહ જોવા લાયક છે.ગત ચૂંટણીમાં 99 બેઠકો જીતનાર ભાજપ આ વખતે 156 બેઠકો જીતી ફરી સત્તા પર આવશે. (Express Photo by Nirmal Harindran)
પાર્ટીના નેતાઓએ ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આપ્યો હતો. ભાજપના નેતાઓનું કહેવું છે કે આ જીતે ફરી એકવાર ગુજરાત મોડલ પર મહોર લગાવી છે. (Express Photo by Nirmal Harindran)