-
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ત્યાંના ભાજપના કાર્યકરોનો ઉત્સાહ જોવા લાયક છે.ગત ચૂંટણીમાં 99 બેઠકો જીતનાર ભાજપ આ વખતે 156 બેઠકો જીતી ફરી સત્તા પર આવશે. (Express Photo by Nirmal Harindran)
-
ચૂંટણી પરિણામ આવતા જ છવિ સ્પષ્ટ થઇ જતા ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉજવણી કરતા જોવા મળ્યા હતા. (Express Photo by Nirmal Harindran)
-
ગુજરાતમાં કોંગ્રેસ માત્ર 17 સીટો જીતી વિધાનસભા સુધી પહોંચી શક્યું છે. (Express Photo by Nirmal Harindran)
-
ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12મી ડિસેમ્બરે શપથ લઇ પદગ્રહણ કરશે. (Express Photo by Nirmal Harindran)
-
મહત્વનું છે કે, ભાજપે 2012માં 115 બેઠકો જીતી હતી, જ્યારે 2017માં આ આંકડો ઘટીને 99 થઈ ગયો હતો. (Express Photo by Nirmal Harindran)
-
સુરતમાં ભાજપના કાર્યકરો પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરતી તસવીર. (Express Photo by Nirmal Harindran)
-
પાર્ટીના નેતાઓએ ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આપ્યો હતો. ભાજપના નેતાઓનું કહેવું છે કે આ જીતે ફરી એકવાર ગુજરાત મોડલ પર મહોર લગાવી છે. (Express Photo by Nirmal Harindran)
