ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપની ઐતિહાસિક તરફ પ્રશંસકો સેલિબ્રેશનના મૂડમાં, જુઓ તસવીરો
Gujarat Assembly Election Result: ફરી એકવાર ભાજપ (BJP) ગુજરાતમાં પ્રચંડ જીત સાથે સરકાર બનાવશે તેવું હાલના પરિણામ પરથી લાગી રહ્યું છે. આ વચ્ચે જીતના સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. મહત્વનું છે કે, છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે.
છેલ્લા 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં શાસન ધરાવે છે. ત્યારે આ વખતે ભાજપ ઐતિહાસિક જીત મેળવે તેવા અંદેશા છે. હાલના પરિણામ પરથી લાગી રહ્યુ છે કે, ભાજપ વિધાનસભાની 182 બેઠકોમાંથી 150 આસપાસ બેઠક મેળવી શકે છે.