-
ગુજરાત ચૂંટણી પરિણામ વચ્ચે ભાજપ પ્રચંડ જીત તરફ પ્રયાણ કરતા લોકોમાં ભારે ઉત્સાહ સાથે સિલેબ્રેશન માટે રોડ પર નીકળ્યા.
-
આ જશ્નમાં બહોળી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો જોવા મળી રહ્યા છે.
-
છેલ્લા 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં શાસન ધરાવે છે. ત્યારે આ વખતે ભાજપ ઐતિહાસિક જીત મેળવે તેવા અંદેશા છે. હાલના પરિણામ પરથી લાગી રહ્યુ છે કે, ભાજપ વિધાનસભાની 182 બેઠકોમાંથી 150 આસપાસ બેઠક મેળવી શકે છે.
-
ભાજપની આ સિદ્ધીના ભાગરૂપે બહોળી સંખ્યામાં લોકો ભારે ઉત્સાહ સાથે કમલમ ખાતે સેલિબ્રેશન માટે પહોંચ્યા હતા.
-
વર્ષ 2017ની ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો ભાજપ 99 બેઠક જીતી શકી હતી અને કોંગ્રેસ 77 બેઠક હાંસિલ કરી શકી હતી.
-
ભાજપની જીત તરફ પ્રયાણ કરતા મોટી સંખ્યામાં લોકો સેલિબ્રેશન માટે એકત્રિત થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે.
-
ભાજપનું જીત તરફ પ્રયાણ બદલ મોટી સંખ્યામાં લોકોએ ઢોલ નગારા અને ભાજપના ઝંડા સાથે સેલિબ્રેશન કર્યું હોવાની તસવીર.
-
આ તસવીરમાં લોકો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે સેલિબ્રેશન કરતા હોવાનું જોવા મળી રહ્યું છે.
