Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Gujarat-Tourist-Places-For-Diwali-Vacation-2024.jpg)
દિવાળી વેકેશનમાં ફરવા માટે ગુજરાતમાં ઘણા પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. તમે પરિવાર અને મિત્રો સાથે 1 થી 2 દિવસ માટે આ સ્થળો પર ફરવા જઇ શકો છો. આ પ્રવાસમાં ધાર્મિક અને નેચર ટુરિસ્ટ પ્લેસ સામેલ છે. અહીં 1 થી 2 દિવસના ડે પિકનિક ટુર માટે ગુજરાતના પ્રખ્યાત ટોપ 7 પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપવામાં છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Somnath-Temple.jpg)
સોમનાથ મંદિર ગુજરાતના દરિયા કિનારે આવેલુ પ્ર્ખ્યાત યાત્રાધામ છે. ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગ મંદિરમાં સામેલ સોમનાથ મંદિર દિવાળી વેકેશનમા ફરવા માટે શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ છે. સોમનાથ મંદિર અમદાવાદ અને સુરત થી 400 કિમી દૂર છે. સોમનાથ મંદિર નજીક ફરવા માટે ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Dwarkadhish-Temple-3.jpg)
દ્વારકાધીશ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત પ્રખ્યાત મંદિર છે. ગુજરાતના પશ્ચિમ કિનારે સ્થિત દ્વારકાધીશ મંદિર દિવાળી વેકેશનમાં પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે પ્રખ્યાત દર્શનિય સ્થળ છે. દ્વારકાધીશ મંદિર, રુક્મણી મંદિર, બેટ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, શિવરાજપુર બીચ સહિત ઘણા ફરવા લાયક સ્થળો છે. દ્વારકાધીશ મંદિર સુરતથી 670 કિમી અને અદાવાદથી 450 કિમી દૂર છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/ambaji-temple-darshan.jpg)
અંબાજી મંદિર ગુજરાતની ઉત્તરમાં આવેલું પ્રસિદ્ધ શક્તિપીઠ છે. અંબાજી મંદિર અને ગબ્બર પર્વત પર દર્શન કરવાની માન્યતા છે. અંબાજી મંદિર અમદાવાદથી લગભગ 190 કિમી દૂર છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Statue-Of-Unity-Visit.jpg)
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસ સ્થળ છે. વડોદરા નજીક નર્મદા કિનારે નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવાલાયક સ્થળો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલની ગગનચુંબી મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી, બટર ફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા ક્રૂઝ, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, વિશ્વ વન, ઇકો બસ ટુરિઝમ, યુનિટી ગ્લો ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, કેકટ્સ ગાર્ડન જોવાલાયક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદથી લગભગ 200 કિમી દૂર આવેલું છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Saputara-Hill-Station-Visit.jpg)
સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતનું એક માત્ર હવા મથક છે. ચોમાસા બાદ શિયાળાની ઠંડીમાં સાપુતારા હિલ સ્ટેશન પર માઉન્ટ આબુ જેવો અનુભવ થાય છે. સાપુતારાનો મતલબ નાગનું ઘર છે. સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલું સાપુતારા હિલ સ્ટેશન અદભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. સાપુતારામાં ઘણા આકર્ષક સ્થળો છે. હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, ડાંગી સંસ્કૃતિ જોવા માટે નવા નગર, સનસેટ પોઇટ, સાપુતારા તળાવમાં બોટિંગ કરવાની પ્રવાસીઓને મજા પડે છે. નજીકમાં જોવા માટે વનસ્પિત ઉદ્યાન, ગિરા ધોધ, સપ્તશૃંગી ગઢ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. સાપુતારા હિલ સ્ટેશન અમદાવાદથી 400 કિમી અને 290 કિમી અને સુરતથી 170 કિમી દૂર છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Diu-Francis-of-Assisi-Church-1.jpg)
દીવ ગુજરાતના દરિયા કિનારે આવેલું ફરવા લાયક અદભુત પ્રવાસ સ્થળ છે. નેચર લવર માટે દીવ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે. દીવમાં ઘણા સુંદર બીચ ઉપરાંત અંગ્રેજી કાળની ઘણી ઐતિહાસિક ઇમારતો છે. દીવમાં નાગોઆ, ધોધલા બીચ અને જલંદર બીચ સૌથી વધુ પ્રખ્યાત છે. પ્રવાસીઓ દીવમાં પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ અને સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઇડની મજા લઈ શકે છે. દીવમાં ડાયનોસોર મ્યુઝિયમ, સી સેલ મ્યુઝિયમ, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, નાયડા કેવ ગુફા, દીવ કિલ્લો જોવાલાયક સ્થળો છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Nadabet-Border-1.jpg)
નડાબેટ દિવાળી વેકેશનમાં ફરવા માટે બેસ્ટ 1 ડે પિકનિક પ્લેસ છે. ગુજરાતની ઉત્તર સરહદે બનાસકાંઠા જિલ્લાના સુઈગામના નડાબેટ પાસે ભારત પાકિસ્તાન ઝીરો પોઇન્ટ બોર્ડર સ્થિત છે. આ સ્થળ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલું છે હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે. વાઘા બોર્ડર જેમ નડાબેટ સરહદ પર બીએસએફ જવાનો બહાદૂરીપૂર્વક દેશની સરહદની સુરક્ષા કરે છે. નડાબેટ સીમા પર પણ ડ્રિલ રીટ્રીટ થાય છે જે મુખ્ય આકર્ષણ છે. બીએસએફના રિટરેટ સેરિમની, ફ્યુઝન બેન્ડ અને ઊંટ શો, સરહદ પર પ્રવાસન કોર્પોરેશન (ટીસીજીએલ) દ્વારા નવા વિકસિત સ્થાન પર પ્રવાસીઓ હથિયાર પ્રદર્શની, ફોટો ગેલેરી અને બીએસએફના એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવા લાયક હોય છે. (Photo: Gujarat Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us