Gujarat Trip : ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ, શિયાળામાં અહીં દેશ વિદેશથી આવે છે પ્રવાસીઓ
Gujarat Best Tourist Places Visit In Winter : ગુજરાતમાં શિયાળાની ઠંડીમાં ફરવા લાયક ઘણા સુંદર સ્થળો છે. અહીંની કુદરતી સુંદરતા, ઐતિહાસિક વારસો અને આસ્થા લોકસંસ્કૃતિને જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે.
Famous Tourist Places Visit In Gujarat : ગુજરાતના પ્રખ્યાત જોવાલાયક પ્રવાસ સ્થળ શિયાળાની ઠંડીમાં ફરવાની અદભુત મજા આવે છે. ગુજરાતમાં ઘણા ફરવા લાયક સ્થળો છે, જ્યાં શિયાળામાં દેશ વિદેશ માંથી મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. અહીં ગુજરાતના પ્રખ્યાત 3 પ્રવાસ સ્થળ વિશે જાણકારી આપી છે. અહીં કુદરતી સૌંદર્ય, ઇતિહાસ અને આસ્થાનો સંગમ જોવા મળે છે. (Photo: Gujarat Tourism)
કચ્છ રણોત્સવ 2025 : Kutch Rann Utsav 2025 કચ્છ રણોત્સવ વિશ્વ પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે, જે દર વર્ષે શિયાળાની ઠંડીમાં કચ્છના ઘોરડો ગામમાં યોજાય છે. આ વખતે 23 ઓક્ટોબર, 2025થી શર થયેલું કચ્છ રણોત્સવ 4 માર્ચ, 2026 સુધી ચાલશે. રાતે ચંદ્ર પ્રકાશમાં મીઠાનું રણ પ્રવાસીઓને ચંદ્ર પર હોવાનો અનુભવ કરાવે છે. કચ્છનુ લોકજીવન અને સંસ્કૃતિ, પરંપરાગત વાનગીની મજા માણવા મળે છે. (Photo: Gujarat Tourism)
ગિરનાર પર્વત : Girnar Hills ગિરનાર પર્વત ગુજરાતનું પ્રખ્યાત તીર્થધામ અને કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છ. 10,000 પગથિયાં ચઢીને ગિરનાર પર્વતની સૌથી ઊંચી ટેકરી ગુરુ શિખર પહોંચવાની યાત્રા આહલાદક હોય છે. ગિરનાર પર્વત પર ઘણા પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો આવેલા છે. દેવ દિવાળી પર 5 દિવસની ગિરનાર લીલી પરિક્રમા યોજાય છે. ગીર અભ્યારણ, જુનાગઢનો ઉપરકોટ કિલ્લો, મકબરો સહિત ઘણી ઐતિહાસિક ઇમારતો જોવાલાયક છે. (Photo: Gujarat Tourism)
સ્ટેચ્યુ ઓફ યુનિટી : Statue Of Unity સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ગુજરાત જ નહીં ભારતના પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. વડોદરા નજીક નર્મદા નદી કિનારે 182 મીટર ઉંચી ભારતના સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઇ પટેલની ગગનચુંબી મૂર્તિ જોવા દેશ વિદેશ માંથી પ્રવાસીઓ આવે છે. અહીં નર્મદા નદીમાં નૌકા વિહાર, એકતા નગર, સરદાર સરોવર ડેમ સહિત ઘણા જોવાલાયક સ્થળ છે. (Photo: Gujarat Tourism)
ગીર અભ્યારણ સિંહ દર્શન : Gir Sanctuary Park ગીર અભ્યારણમાં સિંહ જોયા વગર ગિરનાર પ્રવાસ અધુરો માનવામાં આવે છે. ગીરનારના જંગલમાં એશિયાટીક સિંહ અને અન્ય જંગલી પ્રાણીઓને જોવાની ક્ષણો જીવનભર યાદગાર રહે છે. આ વખતે 16 ઓક્ટોબર, 2025થી ગીર અભ્યારણમાં સિંહ દર્શન શરૂ થઇ ગયું છે. ગીર જંગલ સફારી માટે ઓનલાઇન એડવાન્સ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. (Photo: Gujarat Tourism)