Gujarat Board Result 2024: ગુજરાત બોર્ડ ધો.10 અને ધો.12નું પરિણામ આ દિવસે થશે જાહેર, છેલ્લા 5 વર્ષમાં રિઝલ્ટ જાહેર કરવાની પેટર્ન પરથી સમજો
GSEB HSC, SSC Result 2024: વર્ષ 2019 લોકસભા ચૂંટણી પરિણામના માત્ર બે દિવસ પહેલા જ બોર્ડ પરિણામ જાહેર થયું હતું. એટલે કે ગુજરાત શિક્ષણ બોર્ડે 21 મે 2019ના રોજ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું.
Gujarat Board Class 10th and 12th Result 2024:ગુજરાતમાં અત્યારે એક તરફ લોકસભા ચૂંટણી 2024નો જોરદાર માહોલ બનેલો છે અને બીજી તરફ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓ પોતાના પરિણામની પણ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત બોર્ડ પરિણામની તારીખોની અનેક અટકળો ચાલી રહી છે. ગુજરાત બોર્ડ પરિણામ ખરેખર ક્યારે આવશે એ ચિંતા વિદ્યાર્થીઓમાં છે. (Express photo)
Gujarat Board HSC 12th Result 2024 Date : અહીં છેલ્લા પાંચ વર્ષના ગુજરાત બોર્ડ પરિણામની સાથે સાથે ગત લોકસભા ચૂંટણી 2019ના સમયે ગુજરાત બોર્ડના પરિણામની તારીખની સ્થિતિને જોઈને આ વર્ષે બોર્ડ પરિણામ ક્યારે જાહેર થશે એ સમજવાનો પ્રયત્ન કર્યો છે.ભૂતકાળની પરિણામ જાહેર કરવાની પેટર્ન પ્રમાણે કહી શકાય કે આ વર્ષે લોકસભા ચૂંટણી 2024 પરિણામ પહેલા જ ગુજરાત બોર્ડ પરિણામ જાહેર થઈ જશે. (Express photo)
Gujarat Board SSC 10th Result 2024 Date : વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીના સમય દરમિયાન ગુજરાત બોર્ડના પરિણામની સ્થિતિને જોઈએ તો વર્ષ 2019માં લોકસભા ચૂંટણીનું પરિણામ 23 મે 2019ના રોજ જાહેર થયું હતું. અને ચૂંટણી પરિણામના માત્ર બે દિવસ પહેલા જ બોર્ડ પરિણામ જાહેર થયું હતું. એટલે કે ગુજરાત શિક્ષણ બોર્ડે 21 મે 2019ના રોજ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. (Express photo)
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત બોર્ડના પરિણામના ટ્રેન્ડ ઉપર નજર કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં જ્યારે ચૂંટણી ન્હોતી એ વર્ષો દરમિયાન 2023ના વર્ષને બાદ કરતા બાકીના વર્ષોમાં જૂન મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, વર્ષ 2023માં મે મહિનાના છેલ્લા સપ્તાહ એટલે કે 25 મે 2023ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. (Express photo)
હવે જેની લાખો વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ જાહેર થવાની તારીખની વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયા પર અલગ અલગ તારીખોનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ગત લોકસભા ચૂંટણી એટલે કે વર્ષ 2019 લોકસભા ચૂંટણી સમયે ગુજરાત બોર્ડના પરિણામની સ્થિતિને સમજીએ તો વર્ષ 2019માં ચૂંટણી પરિણામના બે દિવસ પહેલા જ ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું હતું. (Express photo)
વર્ષ 2019માં ત્રીજા તબક્કામાં 23 એપ્રિલ 2024ના રોજ ગુજરાતની 26 બેઠકો ઉપર મતદાન થયું હતું. અને 23 મે 2019ના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. એટલે હવે એવી શક્યતાએ પણ સેવાઈ રહી છે કે ચૂંટણી પરિણામ પહેલા ગુજરાત બોર્ડનું પરિણામ ચોક્કસ પણે જાહેર થઈ શકે છે. (Express photo)