Gujarat Weather HeatWave Forecast today : ગુજરાત માં ગરમીને લઈ આજે તા. 22-05-2024 ની હવામાન વિભાગની આગાહી અનુસાર, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે જોઈએ.
Gujarat HeatWave Forecast : ગુજરાતમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ બાજુ એએમસીએ પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડીગ્રી રહેવાની આગાહી વ્યક્ત કરી રેડ એલર્ટ આપ્યું છે.
રાજ્યમાં ભારે ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, બપોરે તો રસ્તાઓ પર ગરમીને લઈ સન્નાટો જોવા મળી રહ્યો છે. ગરમીથી બચવા લોકો જાત-ભાતના ઉપાયો કરી રહ્યા છે, સાથે તંત્ર પણ સાવચેતી માટે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે, તો ગરમીથી પીડિત દર્દીઓ માટે જરૂરી આરોગ્ય વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે. તો જોઈએ કયા કયા જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
તો ગુરીવાર માટે પણ સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ જિલ્લામાં ગરમી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે શનિવાર માટે અમદાવાદ, ગાંધીનગર, આણંદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી શકે છે.
રવિવારે પણ ગરમીમાં કોઈ રાહત મળે તેમ નથી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, તો અમદાવાદ અને આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ બાજુ કાળઝાળ ગરમી વચ્ચે આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એલિમિનેટર મેચ ચાલી યોજવામાં આવી છે, ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને અમદાવાદની ગરમીમાં લૂ લાગવાથી ડિહાઈડ્રેશન થતા કેડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટુકી સારવાર બાદ રજા આપવામાં આવી છે. શાહરૂખ સાથે જુહી ચાવલા પણ હોસ્પિટલ પહોંચી હતી.