ઉત્તર ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન, અમદાવાદથી માત્ર બે કલાકના અંતરે, ઓછા બજેટમાં ભરપૂર મજા
Taranga Hill Station Visit In Summer Vacation : ઉનાળાની ગરમીથી બચવા હિલ સ્ટેશન પર ફરવાની મજા પડે છે. જો તમે ઓછા બજેટમાં ભરપૂર મજા માણવા માંગો છો તો તારંગા હિલ સ્ટેશન તમારી માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે.
Taranga Hill Station Visit In Summer Vacation ઉનાળાની ગરમીથી બચવા માટે લોકો હિલ સ્ટેશન પર ફરવા જાય છે. દક્ષિણ ગુજરાતમાં ઘણા હિલ સ્ટેશન છે જો કે ઉત્તર ગુજરાતમાં માત્ર એક જ હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન પર અમદાવાદથી માત્ર બે કલાકમાં સરળતાથી પહોંચી શકાય છે. આ હિલ સ્ટેશન છે મહેસાણામાં આવેલું તારંગા હિલ સ્ટેશન. એક કે બે દિવસ પિકનિક માટે તારંગા હિલ સ્ટેશન બેસ્ટ ડેસ્ટિનેશન છે. તો ચાલો તારંગા હિલ સ્ટેશન ફરવા (Photo - mahesana.nic.in)
Taranga Hill Station: સતલાસણા તાલુકામાં આવેલ તારંગા હિલ કે તારંગા તીર્થ એ પ્રવાસન સ્થળની સાથે જૈન ધર્મનું પ્રવિત્ર આસ્થાનું ધામ છે. તારંગા તીર્થ એ જૈન સિધ્ધ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. તારંગા ટેકરી અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથની મોટી સુંદર મૂર્તિ સાથે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તારંગી ટેકરી પર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર છે. એવું કહેવાય છે કે અહીં પહાડી પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
તારંગા હિલ સ્ટેશન - અમદવાદ માત્ર 130 કિમી દૂર તારંલા હિલ સ્ટેશન મહેસાણામાં આવેલું છે. તારંગા ઉત્તર ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. તાંરગા હિલ સ્ટેશન અમદાવાદથી 128 કિમી અને વડનગરથી માત્ર 20 કિમી દૂર છે. આ હિલ સ્ટેશન નેચર લેવલ ની સાથે સાથે ઇતિહાસ પ્રેમીઓ માટે બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે. (Photo - @GujaratTourism)
તારંગા હિલ સ્ટેશનનો ઇતિહાસ તારંગા હિલ સ્ટેશનની સાથે સાથે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. તાંરગા 12મી સદીમાં એક મહત્વનું જૈન તીર્થ સ્થળ હતું. સોમપ્રભાચાર્યના કુમારપાલ પ્રતિબોધમાં જણાવ્યા અનુસાર સ્થાનિક બૌદ્ધ રાજા વેણી વત્સરાજા અને જૈન સાધુ ખાપુતાચાર્ય દ્વારા તારંગામાં વિક્રમ સંવત 1241માં દેવી તારા માટે મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ. આથી આ સ્થળનું નામ તારાપુર રાખવામાં આવ્યું હતું. (Photo - wikipedia)
તાંરગા બૌદ્ધ અને જૈન તીર્થ ધામ તારંગામાં મુખ્ય મંદિરનું નિર્માણ ચાલુક્ય રાજા કુમારપાલ દ્વારા વર્ષ 1143 થી 1174 દરમિયાન કરવામાં આવ્યું હતું. રાજા કુમારપાલ આચાર્ય હેમચંદ્રના માર્ગદર્શનમાં જૈન ધર્મના અનુયાયી બન્યા બાદ આ મંદિર દ્વિતીય તીર્થંકર અજિતનાથના માનમાં બંધાવ્યું હતું. તારંગાના પર્વત પર ઘણા જૈન દેરાસર અને બૌદ્ધ મંદિરો છે. (Photo - wikipedia)
તારંગાના પર્વત પર ચઢવા માટે પગથિયા છે. પ્રવાસીઓ આ પગથિયા મારફતે તારંગા હિલ સ્ટેશનના ઉંચા પર્વતો પર પહોંચી શકે છે. પર્વત પર પહોંચી તમે બૌદ્ધ દેવી દેવી તરણામાતાને સમર્પિત નાના મંદિરો જોઈ શકો છો. અહી એક ગુફામાં ધ્યાન મુદ્રામાં બેઠેલા ગૌતમ બુદ્ધની સુંદર મૂર્તિ જોઇ શકાય છે. (Photo - mahesana.nic.in)
તારંગા બૌદ્ધ ધર્મની સાથે જૈન ધર્મનું પણ મોટું તીર્થ સ્થળ છે. તારંગામાં 5 દિગમ્બર જૈન દેરાસર આવેલા છે. તારંગાને સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. અહીં જૈન તીર્થંકર અજિતનાથની ગુફાવાળુ સુંદર પ્રતિમ ધરાવતુ એક ભવ્ય જૈન દેરાસર જોવા લાયક છે. આ જૈન દેરાસર એક જ શિલામાંથી કોતરવામાં આવ્યું છે. (Photo - Gujarat Tourism)
તારંગા - અઢળક કુદરતી સૌદર્ય તારંગા હિલ સ્ટેશનનું અઢળક કુદરતી સૌંદર્ય પ્રવાસી ખુશ થઇ જાય છે. શહેરી વિસ્તારથી દુર કુદરતના ખોળે વસેલું તારંગા પર પ્રવાસીઓ તમામ ચિંતા ભૂલી જઇ રાહત અનુભવે છે. તારંગાનું વાતવરણ ખુબ જ શાંત અને કુદરતી છે. (Photo - mahesana.nic.in)
તારંગા હિલ સ્ટેશન પર સુંદર બગીચા પણ છે. તારંગા પર્વત પર ચારે બાજુ લીલોતરી છે, જે પ્રવાસીઓની આંખોને ઠંડક આપે છે. તારંગા પર્વત પર એક નાનું તળાવ પણ છે. તારંગા પર્વતની ટોચ પર પહોંચી પ્રવાસીઓ એક રોમાંચક અનુભવે કરે છે. ઇતિહાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે તારંગા ઉનાળા ઉપરાંત બારે માસ ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે. (Photo - @GujaratTourism)